________________
द्वितीय भाग / सूत्र - ६-७, दशम: किरणे
તત્ત્વનિર્ણિનીપુના પ્રકારોનો પ્રકાશ
ભાવાર્થ – “આ તત્ત્વનિર્ણિનીયુ, પોતાને સંદેહ આદિ થયે છતે, સ્વ આત્મામાં તત્ત્વનિર્ણયની જ્યારે ઇચ્છા કરે છે, ત્યારે ‘સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીજી' થાય છે. પરોપકાર માટે ૫૨માં તત્ત્વનિર્ણયની જ્યારે ઇચ્છા કરે છે, ત્યારે ‘પરાનિ તત્ત્વનિર્ણિનીષુ' થાય છે.”
વિવેચન – તત્ત્વનો નિર્ણય પોતાને અને પરને થાય છે. જ્યારે પોતાને સંદેહ આદિનો સંભવ અને તે સંદેહ આદિના પરિહારની ઇચ્છા થાય છે, ત્યારે તે સ્વાત્મામાં તત્ત્વનિર્ણયનો અભિલાષી હોવાથી ‘સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષુ' એમ કહેવાય છે.
૦ વળી જે પરના ઉપર અનુગ્રહ કરવામાં પરાયણ બીજો, જ્યારે તત્ત્વ સમજાવવા ઇચ્છે છે, ત્યારે આ ‘પરાત્મનિ તત્ત્વનિર્ણનીષુ' એમ કહેવાય છે.
५०७
-
શંકા – ‘પરત્ર તત્ત્વનિર્ણિનીષુ' એ બીજામાં નિર્ણય ઉત્પાદિત કર્યે છતે, સભ્યોએ તેનો જયઘોષ કરેલો હોવાથી, તેને જો જિગીષુતા પ્રાપ્ત થઈ, તો જિગીષુ અને આ તત્ત્વનિર્ણિનીષુમાં કેવી રીતે ભેદ છે ? તેની ઇચ્છાના અભાવથી, પરે કરેલ જયઘોષ માત્રથી તેમાં તેની જયાભિલાષાનો
સમાધાન અસંભવ છે.
-
શંકા – તો આ જયને શું મેળવતો નથી ?
-
સમાધાન બરાબર જયને મેળવે છે પણ તેને ઇચ્છતો નથી. અર્થાત્ જયવાળો છે પણ જયનો અભિલાષી નથી. કર્મે આપેલા ઇષ્ટ નહિ એવા સેંકડો ફળો જનતાથી ભોગવાય છે. સારાંશ એ છે કેપરોપકારપરાયણ કોઈ એક ‘પરત્ર તત્ત્વનિર્ણિનીષુ’ વાદીવર્યને આનુષંગિક ફળ જય છે. મુખ્ય ફળ તો પરને તત્ત્વ આપવું તે છે. જિગીષુને એનાથી વિપરીત છે.
स्वात्मनि तत्त्वनिर्णिनीषुश्शिष्यसब्रह्मचारिसुहृदादयः । परस्मिन् तत्त्वनिर्णिनीषुश्च गुर्वादिः । अयं ज्ञानावरणीयकर्मणः क्षयोपशमात्समुत्पन्नमत्यादिज्ञानवान् केवलज्ञानवान् वा भवति । स्वात्मनि तत्त्वनिर्णिनीषुस्तु क्षायोपशमिकज्ञानवानेव, जिगीषुरप्येवમેવ । ૭ ।
I
स्वात्मनीति । शिष्यः शिक्षणायोपाध्यायस्योपासको ग्रहणधारणपटुः, सदाऽऽज्ञाविधायी सम्यग्विनयपरिपालकः । सब्रह्मचारी सतीर्थ्यः, सुहृन्मित्रम् । परस्मिन् तत्त्वनिर्णिनीषुमाह परस्मिन्निति, गुर्वादिरिति, सम्यग्ज्ञानक्रियायुक्तस्सम्यग्धर्मशास्त्रार्थदेशकः 'धर्मज्ञोधर्मकर्त्ता च सदा धर्मपरायणः । सत्त्वेभ्यो धर्मशास्त्रार्थदेशको गुरुरुच्यते' इतिलक्षणलक्षितः, आदिना सब्रह्मचारिसुहृदादीनां ग्रहणम्, यथाक्रमेण वादिप्रतिवादिनावत्रावसेयौ । परत्र तत्त्वनिर्णिनीषोर्भेदमाहायमिति, परत्र तत्त्वनिर्णिनीषुरित्यर्थः । ज्ञानावरणीयेति, ज्ञानावरणीयकर्मविशेषप्रतियोगिकक्षयोपशमाविर्भूतव्यस्तसमस्तान्यतरमतिश्रुतावधिमनः पर्यवरूपज्ञानवानेकः,