________________
ત્તિીયો મા /સૂત્ર - ૪-૫, રામ: વિરો
५०५
૦ તથા એક પણ પ્રૌઢ પ્રતિવાદી હોયે છતે, ઘણા પણ જિગીષુઓ ભેગા થઈને વિવાદ કરી શકે છે અને તત્ત્વનિર્મિનીષઓ પ્રશ્ન કરી શકે છે, તેમજ તે (પ્રૌઢ પ્રતિવાદી) પ્રૌઢપણાથી જ તેટલા તેઓને સ્વીકારે છે, ખંડન કરે છે અને તત્ત્વનું ધ્યાન કરે છે.
૦ ક્વચિત્ એક પણ તત્ત્વનિર્ણિનીષને ઘણા પણ તથા પ્રકારના પ્રતિબોધ આપી શકે છે. (આમ અનેક વાદિકૃત અને સ્ત્રીકૃત વાદારંભનો સંગ્રહ થાય છે.)
૦ એથી જ “તત્ત્વનિશ્ચયનું સંરક્ષણ જલ્પ અને વિતંડાનું જ ફળ છે.” વાદનું ફળ તો તત્ત્વનિર્ણય જ છે, કેમ કે-ત્યાં “જિગીષનો અધિકાર નથી એવું ખંડિત થાય છે કેમ કે-વાદમાં અવિજિગીષ વિષયત્વની અસિદ્ધિ છે-વિજિગીષ વિષયતાની સિદ્ધિ છે. વાદ વિજિગીષનો વિષય નથી એમ નહિ પરંતુ વિષય છે જ, કેમ કે-વાદ નિગ્રહસ્થાનવાળો છે. જેમ જલ્પ અને વિતંડા. આવા અનુમાનથી વાદ વિજિગીષવિષય છે.
શંકા – વાદમાં સંતોમાં નિગ્રહબુદ્ધિથી ઉદ્દભાવનનો અભાવ હોવાથી વિજિગીષ નથી, પરંતુ ત્યાં નિવારણબુદ્ધિથી જ ઉભાવન છે ને?
સમાધાન – જો આમ માનો છો, તો જલ્પ અને વિતંડામાં પણ ઉદ્ભાવના નિયમનો પ્રસંગ છે.
૦ તત્ત્વનિર્ણયનું સંરક્ષણ છલ-જાતિ-નિગ્રહસ્થાનોથી વસ્તુતઃ કરી શકાતું નથી. (વક્તાએ પોતાના અભિપ્રાયથી પ્રયોગ કરેલ શબ્દનો, બીજા અભિપ્રાયની કલ્પના કરીને, તે અભિપ્રાયનો નિષેધ કરવો, એ “છલ' કહેવાય છે. જેમ કે-“આ નવ કંબલવાળો છે. આ પ્રમાણે નવીન કંબલના અભિપ્રાયથી પ્રયોગ કર્યો છત, પરવાદી કહે છે-“આની પાસે નવ સંખ્યાવાળી કંબલો ક્યાંથી?' એક જ કંબલ આની પાસે દેખાય છે. આવી રીતે પ્રત્યક્ષથી વિરોધનું ઉદુભાવન કરે છે. આ પ્રમાણે બીજી જગ્યાએ પણ વિચારવું. વાદીએ સમ્યક હતુ કે હેત્વાભાસનો પ્રયોગ કર્યો છત, જલ્દીથી હેતુની સદોષતાની પરીક્ષા કર્યા વગર અને હેતુસમાન માલુમ હોય તેવી રીતે સાધર્મથી કે વૈદ્યર્થ્યથી કાંઈ પણ જો પ્રયોગ કરે છે, તો તે “જાતિ' કહેવાય છે. જેમ કે-“શબ્દ અનિત્ય છે, કેમ કે-કૃતક છે. જેમ કે-ઘટ. આમ પ્રયોગ કર્યો છતે સાધર્મથી જ પ્રત્યવસ્થાન (પ્રતિવાદી કથન) છે કે-જેમ કૃતકત્વરૂપ ધર્મથી શબ્દ અને ઘડામાં સમાનતા છે, તેમ શબ્દ નિત્ય છે, કેમ કેનિરવયવ છે. જેમ કે-“આકાશ.” નિરવયવત્વરૂપ ધર્મથી શબ્દ અને આકાશમાં સમાનતા છે, માટે શબ્દ આકાશની માફક નિત્ય હોવો જોઈએ. વળી વિશેષ હેતુ નથી, કે જેથી ઘટસાધમ્મથી કૃતકત્વ હેતુથી અનિત્ય શબ્દ સિદ્ધ થાય. વળી આકાશના સાધચ્ચેથી નિરવયત્વ હેતુથી તે શબ્દ નિત્ય સિદ્ધ થાય! ત્યાં જ વૈધર્મથી પ્રત્યવસ્થાનની જેમ ત્યાં જ પ્રતિeતુ વૈધર્મથી પ્રયુક્ત કરાય છે. ખરેખર, અનિત્ય સાવયવ દેખેલ છે. જેમ ઘટ આદિ વિશેષ હેતુ નથી, કે જેથી ઘટસાધર્મથી કૃતકત્વથી અનિત્ય શબ્દ સિદ્ધ થાય ! વળી તેના વૈધર્મથી નિરવયવત્વથી નિત્ય શબ્દ સિદ્ધ નથી. વાદકાળમાં વાદી કે પ્રતિવાદી નિગ્રહયોગ્ય થાય છે તે નિગ્રહસ્થાન છે. તે હેત્વાભાસ આદિ બહુ પ્રકારનું છે. ગૌરવથી તે અહીં દેખાડાતું નથી, બીજે ઠેકાણે જોવું.)
अथ कोऽसौ जिगीषुस्तत्त्वनिर्णिनीषुश्चेत्यत्राह
अङ्गीकृतधर्मसाधनाय साधनदूषणवचनैर्विजयमिच्छजिगीषुः । स्वीकृतधर्मस्थापनाय साधनदूषणवचनैस्तत्त्वसंस्थापनेच्छुस्तत्त्वनिर्णिनीषुः ॥५॥