________________
४९४
तत्त्वन्यायविभाकरे
હેતુની વૃત્તિ થાય ? અથવા ત્યાં તેની વૃત્તિમાં તેનું પણ વસ્તુત્વ જ થાય! કેમ કે-ઘટાદિની માફક સ્વપ્રત્યયજનકપણું છે.
શંકા – “નદીના કાંઠે પાંચ ફળો છે' આવા શબ્દને સાંભળ્યા પછી, પ્રવૃત્તિવાળા કોઈ એકને વસ્તુની પ્રાપ્તિનો અભાવ હોવાથી અવસ્તુધર્મતા તેની કેમ નહિ?
સમાધાન – પ્રત્યક્ષ આદિ પ્રમાણોમાં પણ તેનો પ્રસંગ છે, કેમ કે તે પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી પ્રવૃત્તિ કરનારમાં કદાચિત્ વસ્તુની અપ્રાપ્તિ છે.
શંકા – અબાધિત પ્રમાણોથી પ્રવૃત્તિમાં અર્થની પ્રાપ્તિ છે ને?
સમાધાન – સુવિવેચિત આપ્ત શબ્દથી પણ વસ્તુની પ્રાપ્તિ અવશ્ય થાય છે. (જો નામ, વસ્તુનો ધર્મ ન થાય, તો ઘટ શબ્દ કહ્યું છ7, શ્રોતાને “શું આ કહે છે?” આમ સંશય જ થાય ! પરંતુ ઘટ પ્રતિપત્તિ ન થાય ! અથવા પટપ્રતિપત્તિરૂપ વિપર્યય થાય ! અથવા આણે કાંઈ પણ જે કહ્યું, તે હું જાણતો નથી. આવા ચિત્તના વ્યામોહથી વસ્તુની અપ્રતિપત્તિરૂપ અનધ્યવસાય થાય! કદાચિત્ ઘટનો, કદાચિત્ પટનો અથવા કદાચિત્ સ્તંભ આદિનો બોધ થાય ! એમ પણ જાણવું.)
૦ આ પ્રમાણે જે છે, તે સઘળું આકારમય જ છે. યથામતિ-શબ્દ-વસ્તુ-ક્રિયા-ફળ-અભિધાનો. જે આકારવાળી નથી, તે વસ્તુ નથી. જેમ કે-વંધ્યાપુત્ર આદિ.
(૧) ખરેખર, મતિ શેયના આકારના ગ્રહણમાં પરિણત હોવાથી આકારવાળી છે. અન્યથા, “નીલનું આ સંવેદન છે, પતિનું નહિ. આવો નિયમ ન થાય! કેમ કે-નિયામકનો અભાવ છે. ખરેખર, નીલ આદિ આકાર નિયામકરૂપે જ્યારે ન મનાય, ત્યારે “નીલગ્રાહી મતિ છે, પીતગ્રાહી નથી.” આમ કેવી રીતે વ્યવસ્થા કરી શકાય? કેમ કે-વિશેષનો અભાવ છે.
(૨) શબ્દ પણ, પૌદ્ગલિક હોવાથી આકારવાળો જ છે. (૩) ઉëપણ આદિ રૂપ ક્રિયા પણ ક્રિયાવાનથી અભિન્ન હોવાથી આકારવાળી છે.
(૪) ફળ પણ, કુંભાર આદિની ક્રિયાથી સાધ્ય ઘટ આદિ, મૃપિંડ આદિ વસ્તુના પર્યાયરૂપ હોવાથી આકારવાળું છે.
(૫) અભિધાન પણ, શબ્દરૂપ નામ પણ આકારવાળું કહેલું છે.
૦ સર્વ દ્રવ્ય આત્મક છે. જેમ ઉત્કણ (પ્રસારિત ફણાવાળો), વિફણ (સંકુચિત ફણાવાળો), કુંડલિત આકાર(કુંડલસ્વરૂપતા-ગોલકતાને પ્રાપ્ત આકારવાળા)વાળો સાપ : કેમ કે-દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિકાર વગરના આવિર્ભાવ માત્ર પરિણામવાળા દ્રવ્યનો જ સઘળે ઠેકાણે સર્વદા અનુભવ છે.
૦ ખરેખર, અપૂર્વ કાંઈ પણ ઉત્પન્ન થતું નથી, કેમ કે પ્રચ્છન્નરૂપે વિદ્યમાનનો જ આવિર્ભાવ થાય છે.
૦ આવિર્ભત હોતું વિનષ્ટ થતું નથી (આવિર્ભાવરૂપે વિદ્યમાનનો વિનાશ થતો નથી), કેમ કેપ્રચ્છન્નતારૂપ તિરોભાવનો જ વિનાશ છે.