________________
द्वितीय भाग / सूत्र - २४, नवमः किरणे
४९३
(જો ઘટનું નામ ઘટનો ધર્મ ન હોય, તો તે ઘટ નામથી તે ઘટનું જ્ઞાન ન થાય ! કેમ કે-ઘટ નામથી ઘટજ્ઞાનનું ઘટ નામ ઘટરૂપ અર્થથી અભિન્ન વાચ્યવાચકભાવરૂપ સંબંધથી જન્યપણું છે, માટે સર્વ વસ્તુ નામાત્મક છે. વળી સર્વ વસ્તુ સાકાર છે. ખરેખર, મતિ, આ ઘટ છે, આ પટ છે, ઇત્યાદિ રૂપથી જ વ્યવહારમાર્ગમાં અવતરે છે, માટે તે મતિનું ઘટ આદિ આકારવત્વ છે ઃ અને ઘટ આદિ શબ્દ, ઘકાર પછી ટકાર અને ટકાર પછી અત્વરૂપ આનુપૂર્વીસ્વરૂપ આકારયુક્ત જ ભાસે છે, માટે સાકાર છે. ઘટ વગેરે પણ પૃથુબુઘ્નોદર આદિ આકારવાળા જ અનુભવ થાય છે, માટે સાકાર છે. આ પ્રમાણે સર્વ વસ્તુનું સાકારપણું જાણવું. અર્થાત્ મતિમાં નીલ આકાર, પીત આકાર છે. એ પ્રમાણે આકારની અનુભૂતિ છે. શબ્દમાં તે તે વર્ણથી અવ્યવહિત ઉત્તર તે વર્ણત્વરૂપ આનુપૂર્વીસ્વરૂપ આકારની અનુભૂતિ છે અને ઘટાદિમાં કંબુગ્રીવા આદિ અવયવ સંનિવેશરૂપ સંસ્થાનવિશેષરૂપ આકારની અનુભૂતિ છે. સર્વત્ર અનુભવાતા આકારનો અપલાપ અશક્ય છે. સર્વ વસ્તુ દ્રવ્યાત્મક છે. અનેક અવસ્થાઓમાં અનુગામિત્વદ્રવ્યત્વ છે. અનુગામિત્વરૂપ દ્રવ્ય આત્મક સર્વ વસ્તુ છે. જેમ કે-ઉત્ખણ પણ સાપ જ છે. એ પ્રમાણે વિફણ કુંડલિત આકારવાળો સાપ જ છે. આમ અવસ્થાઓના ભેદમાં પણ જેમ એક જ સાપ સર્વદા અનુગત છે, તેમ દ્રવ્ય પણ. જેમ તત્ત્વથી ઉત્ફણ-વિણ આદિ અવસ્થાઓ સાપથી જુદું તત્ત્વ નથી, તેમ પર્યાયો પણ દ્રવ્ય જ છે. તે તે પર્યાયરૂપે આવિર્ભૂત સ્વભાવવાળું તે તે પરિણામ આત્મક હોતું, તે તે રૂપે વ્યવહારવિષય થાય છે. તે તે પર્યાયરૂપ તિરોભાવમાં સ્વસ્વરૂપ વ્યવસ્થિત દ્રવ્ય છે એમ કહેવાય છે. વિકાર નામથી બીજું તત્ત્વ નથી.)
સર્વ વસ્તુ ભાવાત્મક છે, કેમ કે-અન્યોડન્ય કાર્ય-ક્ષણ સંતાન આત્મક તે ભાવનો અનુભવ છે. આ પ્રમાણે સર્વ વસ્તુ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવરૂપ ચાર રૂપોથી અવિનાભૂત છે. (આ કથનથી જે જે વસ્તુ છે, તે તે ચાર નિક્ષેપાવાળી છે. આવી વ્યાપ્તિ પ્રાપ્ત થાય છે, કેમ કે અનુયોગદ્વારસૂત્રનું પ્રમાણ છે. તો પણ આ વ્યાપ્તિ પ્રાયિક (સાપેક્ષ) છે, કેમ કે-અપ્રજ્ઞાપનીય વસ્તુમાં નામનો પ્રયોગ નથી. વળી જીવત્વેન દ્રવ્યત્વેન ભૂત-ભવિષ્યત્ પર્યાયભાવથી તે જીવદ્રવ્યના કારણપણાનો અભાવ હોવાથી જીવમાં દ્રવ્યનિક્ષેપનો અભાવ છે. વળી તત્ત્વાર્થટીકાકારે કહ્યું છે કે-‘જો એકમાં અસંભવ છે, તો એટલા માત્રથી અવ્યાપકતા નથી,’ માટે અપ્રજ્ઞાપનીય અને જીવદ્રવ્યભિન્ન જે જે વસ્તુ છે, તે તે ચાર નિક્ષેપાવાળી છે. આવી વ્યાપ્તિની વિવક્ષા છે.) આ પ્રમાણે જ દેખેલું છે, કેમ કે-સમ્યગ્દર્શનની વ્યવસ્થા છે. જિનમત સર્વ નયોના સમૂહ આત્મક છે. ખરેખર, એક જ વસ્તુમાં વિદ્યમાન પર્યાયોના મધ્યમાં આ વસ્તુ છે. બીજી તો અવસ્તુ છે, એમ કહી શકાતું નથી. (ભિન્ન વસ્તુમાં ભિન્ન કાળમાં વિદ્યમાન પર્યાયોને તે પ્રકારે કહી શકાય છે. માટે કહ્યું છે કે-‘એક જ વસ્તુમાં એકીસાથે’ ‘રાયત' કૃતિ । વિનિગમનાના વિરહથી સર્વનું વસ્તુત્વ અથવા સર્વનું અવસ્તુત્વ થાય ! એવો ભાવ છે. ચાર રૂપોના અવિનાભૂતપણામાં વિનિગમકને છે કે-‘દ્રવ્યરુપતયે'તિ । કેમ કે-દ્રવ્યરૂપપણાએ તે સર્વેનું એકપણું છે. તથા વસ્તુના પ્રત્યય(જ્ઞાન)નો હેતુ હોવાથી ‘નામ’ વસ્તુનો ધર્મ છે. જે જેના પ્રત્યયમાં હેતુ છે, તે તેનો ધર્મ છે. જેમ ઘટના સ્વધર્મો રૂપ આદિ છે. જે જેનો ધર્મ નથી, તે તેનો પ્રત્યયનો હેતુ નથી. જેમ ઘટના ધર્મો પટના હોતા નથી. ઘટના નામથી ઘટનું જ્ઞાન થાય છે અને સર્વ વસ્તુઓના નામરૂપપણાની સાથે વ્યભિચારનો અભાવ હોવાથી અનૈકાન્તિકપણું નથી. ખરેખર, જે નામરહિત છે, તે વસ્તુ જ નથી. યથા નામથી રહિત હોઈ અવાચ્ય છટ્ઠા ભૂતરૂપ ભાવ અવસ્તુપણામાં તો ક્યાંથી તેના પ્રત્યયના હેતુત્વરૂપ