________________
४९२
तत्त्वन्यायविभाकरे
(૧) કોઈ એક પુરુષ આદિમાં સંકેતિત ‘જિનનામ’ સાંભળીને પણ રાગ-દ્વેષ આદિ આંતર-સંપૂર્ણ શત્રુશૂન્ય ભાવજિન સ્મૃતિમાં આરૂઢ થયે છતે, શ્રોતામાં રહેલા ભાવના ઉલ્લાસનો અનુભવ થવાથી ભાવાંગ છે.
(૨) એ પ્રમાણે સર્વથા રાગ-દ્વેષ આદિના રહિતપણાના અનુમાપક લિંગવિશેષથી વિભૂષિત જિનપ્રતિમાને (સ્વસ્તિક આદિને) આગળ સાક્ષાત્ જોનાર ભવ્યને ઇચ્છા થાય છે કે-‘આવો વીતરાગ હું ક્યારે થઈશ ?' આવી ઇચ્છા-લક્ષણ તેઓના ગુણોમાં એકતાનતાસ્વભાવ આત્મક ભાવોલ્લાસનો આવિર્ભાવ અનુભવાતો છે માટે ભાવાંગ છે.
(૩) નિર્વાણને પામેલા કે કાળધર્મને પામેલા, તેમજ બે-ત્રણ આફ્રિ ભવોમાં જ જિન આદિ ભાવને ભવિષ્યમાં પામનાર (દ્રવ્યમુનિ કે) દ્રવ્યજિનરૂપ સમ્યક્ચારિત્રવાળા મુનિના દેહના દર્શનથી દેખનાર ભવ્ય જીવમાં સમ્યગ્દર્શનાદિ ભાવવિશેષનો ઉલ્લાસ અનુભવાતો છે, માટે નામ આદિ ત્રણનો ભાવના અંગપણાએ ઉપયોગ જ છે, નિરૂપયોગપણું નથી.
(મુક્તિગત મુનિ કે જિનના દેહને, અથવા ભવિષ્યમાં મુનિ કે જિનના ભાવને પામનાર મુનિ કે જિનના દેહને દેખી, અર્થાત્ દ્રવ્યમુનિ દ્રવ્યજિનને દેખી ભાવોલ્લાસ ભવ્ય જીવને પેદા થાય છે.) અહીં આ વિશેષ છે કે–ભાવોલ્લાસરૂપી સમીહિત સાધન કાર્ય પ્રત્યે કેવળ નામ-સ્થાપના-દ્રવ્યરૂપ ત્રણ અનૈકાન્તિક કારણ છે, કેમ કે-નિશ્ચયનો અભાવ છે. અનાત્યન્તિક કારણ છે, કેમ કે-આત્યન્તિક પ્રકર્ષ પ્રાપ્ત તથાવિધ ફળસાધકપણાનો અભાવ છે. (એકાન્ત એટલે નિયમ. તે જ ઐકાન્તિક-નઐકાન્તિક-અનૈકાન્તિક. નામ આદિ ત્રણમાંથી કોઈ એક હોયે છતે કદાચિત્ ભાવોલ્લાસ થાય છે, કદાચિત્ થતો પણ નથી, માટે વ્યભિચારી છે. અનાત્યન્તિક=અત્યંત-અતિશયથી-અતિ પ્રકૃષ્ટ-અન્યાતિશાયી કાર્ય કરે છે, તે આત્યન્તિક. તે પ્રકારે જે નથી, તે અનાત્યન્તિક. ભાવ જિનથી જેવો પ્રકૃષ્ટતમ ભાવોલ્લાસ થાય છે, તેવો ભાવોલ્લાસ જિનનામાદિથી થતો નથી, માટે નામાદિ ભાવોલ્લાસ પ્રત્યે અનૈકાન્તિક-અનાત્યન્તિક કારણ છે.) ભાવ તો (ભાવજિન તો) એકાન્તિક-આત્યન્તિક કારણ છે. (ભાવોલ્લાસ સમીહિત સાધન પ્રત્યે ભાવજિન ઐકાન્તિક (અવ્યભિચારી) આત્યન્તિક કારણ છે. માટે તે નામ આદિ ત્રણ કરતાં ભાવ અભ્યર્વિતતમ છે, આવો વિશેષ છે. આ પ્રમાણે ભાવથી ભિન્નમાં રહેલ નામ આદિ ત્રણનો પૂર્વોક્ત રીતે ઉપયોગ છે, કેમ કે-વસ્તુના પર્યાયો છે અને ભાવના અંગો છે.
૦ અર્થાત્ (પ્રધાનેતરભાવનું કથન) નામ આદિનું કથન ભિન્ન વસ્તુગતની અપેક્ષાએ છે.
૦ અભિન્ન વસ્તુગત નામ આદિનું તો ભાવની સાથે અવિનાભૂત (વ્યાપ્ત) હોવાથી જ વસ્તુપણું છે. ખરેખર, સર્વ વસ્તુનું પોતાને કહેનાર નામરૂપ સ્વરૂપ છે.
૦ જેમ કે-આતાન (લાંબો વિસ્તાર) વિતાનીભૂત (વિસ્તાર-ફેલાવભૂત) તંતુના સંતાનવાળો પટ કહેવાય છે. ઉર્ધ્વ કુંડલોમાં (ઉંચા વર્તુલવાળાઓમાં) લાંબો-ગોળ-ગ્રીવાવાળો ઘટ કહેવાય છે ઇત્યાદિ.
૦ પોતાનો આકાર સ્થાપનારૂપ છે. જેમ સર્વ વસ્તુનો પોતપોતાનો આકાર.
૦ અતીત-અનાગતભાવનું કારણ દ્રવ્ય છે અને કાર્યાપન્ન સ્વ(પોતે) ભાવરૂપ છે. જેમ મૃપિંડ આદિ વસ્તુનું જન્યત્વ (કાર્યત્વ)ને પ્રાપ્ત થયેલ ઘટ આદિ.