________________
४५०
तत्त्वन्यायविभाकरे
૦ વ્યાપ્યના અભાવથી (એક શબ્દથી) ક્વચિત્ પણ વ્યાપકનો અભાવ (એક અર્થે) ઈષ્ટ નથી. તેથી અનેક અર્થવાળા શબ્દના સ્થળમાં અનેક અર્થ છે અને એક શબ્દ છે. શબ્દભેદથી અર્થભેદના અભાવમાં પણ લક્ષણસ્વરૂપ આદિના ભેદથી ભેદ થશે.
૦ અર્થના ભેદમાં પ્રતિનિયત એક જ (શબ્દભેદ) પ્રયોજક નથી. (ખરેખર, અર્થના ભેદમાં શબ્દભેદ એક પ્રયોજક નથી, કે જેથી નાનાર્થ સ્થળમાં શબ્દભેદના અભાવથી અર્થના અભેદની આપત્તિ આવે.) ભિન્ન શબ્દવાપણાએ તો ભિન્ન કાળવૃત્તિપણાની માફક અર્થભેદ ધ્રુવ છે.
૦ જો ભિન્ન શબ્દવાઓત્વ અર્થભેદવ્યાપક હોય, તો વ્યાપકના અભાવથી વ્યાપ્યનો અભાવ આપ લોકોએ કહેલ સંગત થાય! તે જ ઇષ્ટ નથી.
શંકા – જો આ નયના મતમાં શબ્દના ભેદથી જ અર્થભેદ છે, તો વ્યુત્પત્તિનું નિમિત્ત જ પ્રવૃત્તિનું નિમિત્ત છે, એમ આવેલું જાણવું. તથાચ “સ્થિવિત્ન' આદિ પારિભાષિક સંજ્ઞાઓ નહિ થશે ! કેમ કે તે પારિભાષિક શબ્દોમાં ઈચ્છાનું જ માત્ર નિમિત્ત હોઈ યથાસ્થિત વ્યુત્પત્તિ નિમિત્તનો અભાવ છે ને?
સમાધાન – ઈષ્ટ આપત્તિ છે, કેમ કે-શબ્દનો અર્થ સ્વાભાવિક ધર્મરૂપ કારણજન્ય છે. ત્યાં ઇચ્છારૂપ કારણ જન્યપણું નથી. તેથી ઇચ્છાવિશિષ્ટ શક્તિના અભાવથી તે ‘હિત્ય' આદિ પારિભાષિક શબ્દો અબોધક જ છે. (સંજ્ઞા બે પ્રકારની છે. ૧-પારિભાષિકી અને ૨-નૈમિત્તિકી છે. ત્યાં પારિભાષિકી અર્થતત્ત્વને કહેતી નથી, કેમ કે-યદેચ્છા માત્રથી પ્રવૃત્ત છે. નૈમિત્તિકી સંજ્ઞા સઘળી સંજ્ઞાયુક્ત છે. આ પ્રમાણે સર્વ ક્રિયાનિમિત્તજન્ય શબ્દો ધાતુથી જન્ય હોવાથી નિમિત્તભેદથી અર્થભેદ જોયેલો છે.)
૦ આ પ્રમાણે ઘટ આદિના કુંભ-કલસ વગેરે આ મતમાં પર્યાયવાચક નથી જ, કેમ કે-એક અર્થમાં અનેક શબ્દોની પ્રવૃત્તિનો અસ્વીકાર છે. ઇતિ. સમભિરૂઢનું દષ્ટાન્ત આપે છે કે-તથાચ ઇન્દ્ર શબ્દનું પરમ ઐશ્વર્ય શાલિત્વ, શક્રશબ્દનું સામર્થ્ય અને પુરંદર શબ્દનું અસુરપુરનું ભેદન પ્રવૃત્તિનું નિમિત્ત સ્પષ્ટ છે. એમ વ્યુત્પત્તિના ભેદથી પર્યાયવાચક શબ્દોનો અર્થભેદ છે. અનુમાનનો પ્રયોગ–પર્યાયશબ્દો ભિન્ન અર્થવાળા છે, કેમ કે-ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિના નિમિત્તવાળાઓ છે, અહીં જે જે ભિન્ન વ્યુત્પત્તિનિમિત્તવાળાઓ છે, તે તે અભિન્ન (એક) અર્થવાળા નથી. જેમ કે-ઈન્દ્ર-ઘટ-પુરુષ આદિ શબ્દો અને ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ નિમિત્તવાળા પર્યાયશબ્દો પણ ભિન્ન વ્યુત્પત્તિ હોવાના કારણે ભિન્ન અર્થવાળાઓ છે.
૦ વળી જે અવિચારિત પ્રતીતિના બળથી એક અવાચકપણું છે, તે તો અતિપ્રસંગ થવાથી યુક્ત નથી; કેમ કે-ખરેખર, યુક્તિશૂન્ય પ્રતીતિના શરણકરણમાં મંદ પ્રકાશવાળા અતિ દૂર દેશમાં સંનિવિષ્ટવિભિન્ન શરીરવાળાઓના પણ, એક વૃક્ષના આકારપણાએ પ્રતીયમાન લીંબડો-કદમ્બ-પીપળો-કોંઠી વગેરેના એકત્વના સ્વીકારનો પ્રસંગ થાય! માટે પર્યાયશબ્દોનું ભિન્નાર્થપણું જ છે. તે ઘટ-કુટ-કલસ આદિ પર્યાયશબ્દોથી સર્વદા એક આકારના પરામર્શની ઉત્પત્તિ હોઈ અને અસ્મલિત વૃત્તિપણાએ તે પ્રકારે જ વ્યવહારથી પર્યાયશબ્દાર્થોના અભેદને આ નય ગૌણ કરે છે.
अथैवम्भूतनयमुपपादयितुमाह - तत्तक्रियाविधुरस्यार्थस्य तत्तच्छब्दवाच्यत्वमप्रतिक्षिपन् स्वस्वप्रवृत्तिनिमित्तक्रिया