________________
द्वितीयो भाग / सूत्र - १३, नवमः किरणे
४४९ સમભિરૂઢનયના સ્વભાવનો આવિર્ભાવ ભાવાર્થ – “વ્યુત્પત્તિના ભેદથી પર્યાયવાચક શબ્દોના અર્થના ભેદના સ્વીકારનો અભિપ્રાય, એ “સમભિરૂઢ' કહેવાય છે. જેમ “ઈન્દનથી ઈન્દ્ર, શકનથી શક્ર, પૂર્ધારણથી પુરંદર' ઇત્યાદિ. ખરેખર, અહીં પરમ ઐશ્વર્યવત્વ, સમર્થત્વ, અસુરપુર વિભેદકત્વરૂપ પ્રવૃત્તિનિમિત્તિનો આશ્રય કરી આ શબ્દોના અર્થના ભેદનો સ્વીકાર, આ નયનો વિષય છે. અહીં પણ અભેદનું ખંડન નથી.” - વિવેચન – પ્રત્યેક શબ્દ પ્રત્યે અર્થભેદને જે ગ્રહણ કરે છે, તે “સમભિરૂઢ' કહેવાય છે. વ્યુત્પત્તિના ભેદથી પર્યાયવાચક શબ્દરૂપ ઇન્દ્ર-શુક્ર-પુરંદર આદિ શબ્દોના અર્થગત અભેદની ઉપેક્ષાપૂર્વક અર્થભેદના સ્વીકારનો અભિપ્રાય, એ “સમભિરૂઢનય કહેવાય છે. તથાચ એવંભૂતનયથી ભિન્ન હોય છતે સંજ્ઞા(શબ્દ)ભેદની સાથે વ્યાપક અર્થભેદનો અભ્યપગમ, એ સમભિરૂઢનયનું લક્ષણ છે. અહીં વ્યાપ્તિની વિવલાથી (“જ્યાં જ્યાં સંજ્ઞાભેદ છે, ત્યાં ત્યાં અર્થભેદ છે એવો નિયમ છે. વળી આ નિયમ એવંભૂતમાં પણ છે, માટે “એવંભૂતથી ભિન્ન હોય છતે' એમ કહેલું છે. તથાચ જેમ ઘટ, ઘટથી ભિન્ન પટશબ્દથી આ વાચ્ય છે, તેમ ઘટથી ભિન્નકુટ આદિ શબ્દથી અવાચ્ય પણ છે. એ પ્રમાણે કુટ, કુટથી ભિન્ન ઘટશબ્દથી અવાચ્ય છે. આ પ્રમાણે શબ્દભેદથી જન્ય અર્થભેદ છે એવો ભાવ છે.) ઘટ-પટરૂપ સંજ્ઞાભેદથી અર્થભેદને સ્વીકારનાર નૈગમ આદિમાં અતિવ્યાપ્તિ નથી.
0 કાળ આદિથી ભિન્ન અર્થોનો “પતિ’–‘વિષ્યતિ' ઇત્યાદિ શબ્દોના ભેદથી શબ્દનયને ભેદ ઈષ્ટ છે, તો ઘટ-કુંભ આદિ શબ્દવાઓનો પણ કેમ ભેદ ઈષ્ટ નથી? કેમ કે-શબ્દભેદની અહીં પણ તુલ્યતા છે : અને વિભિન્ન લિંગ-વચન આદિથી શબ્દવાચ્યત્વના અર્થભેદ પ્રયોજકત્વની અપેક્ષાએ ત્યાં વિભિન્ન શબ્દવાચ્યત્વના પ્રયોજકપણાં લાઘવ છે. શબ્દાત્તરથી વાચ્ય વસ્તુ શબ્દાત્તરવાચ્ય અર્થરૂપતાને પામતી નથી. (ઘટશબ્દથી વાચ્ય વસ્તુ પટરૂપ શબ્દાત્તરવા અર્થરૂપતાને ભજતી નથી.) અન્યથા, જો એમ ન માનો, તો ઘટ આદિમાં પટ આદિ અર્થના સંક્રમણમાં “શું આ ઘટ છે કે પટ વગેરે છે?' આવો સંશય કે ઘટને પટ માનવારૂપ વિપર્યય થઈ જાય ! ઘટ આદિમાં પટ આદિના નિશ્ચયથી અથવા પટ આદિમાં ઘટના નિશ્ચયથી ઘટ-પટ આદિ પદાર્થોની એકતા(અભેદ) પ્રાપ્ત થઈ જાય ! અથવા મેચક(વર્ણાન્તરથી મિશ્રિત)મણિની માફક સંકીર્ણરૂપતા ઘટ-પટ આદિ પદાર્થોની થઈ જાય !
૦ તથાચ ઘટ-કુંભ-ક્લશ આદિ શબ્દવાચ્યભૂત અર્થોનો પરસ્પર ભેદ છે, કેમ કે-વાચકશબ્દનો ભેદ છે. જેમ કે-ઘટ-પટ-સ્તંભ આદિ શબ્દવાચ્ય અર્થ. આવો અનુમાન-પ્રયોગ સમજવો. (‘પટે-તે તિ પટ: ' જે જલઆહરણ આદિ ક્રિયા કરે છે, તે ઘટ.” “વુતિૌટિલ્યું અનુમતિ તિ વુડ ' જે કુટિલતાનો અનુભવ કરે છે, તે કુટ.” “વું-થવી, તાં માયતીતિ : I' જે પૃથ્વીને ભાસિત કરે છે, તે “કુંભ.” “ઇંગર્ત નતિ યત્ર લ #સ ા' જેમાં પાણી શોભે છે, તે “ક્લસ.” આવી વ્યુત્પત્તિના ભેદથી અર્થભેદ શબ્દમાં છે.)
શંકા – અનેક અર્થવાચક એક શબ્દથી વાચ્યભૂત અર્થોના ભેદની માફક શબ્દભેદ નથી પરંતુ અર્થભેદ છે. તો પછી શબ્દોના ભેદથી અર્થોનો ભેદ તો નહિ જ થાય ને? કેમ કે-અર્થભેદ પ્રયોજક શબ્દભેદ નથી.
સમાધાન – ભિન્ન શબ્દોનું વાચ્યત્વ અર્થભેદની સાથે વ્યાપ્ય છે. (જયાં જયાં ભિન્ન શબ્દ છે, ત્યાં ત્યાં અર્થભેદ છે; જયાં જયાં અર્થભેદ છે, ત્યાં ત્યાં ભિન્ન શબ્દ છે એમ નહિ સમજવું.)