________________
द्वितीय भाग / सूत्र - ४, नवमः किरणे
४२५
વ્યવચ્છેદ થાય છે. ‘શાનાસ ૢત વિષયાઃ' શબ્દોના સંકેતના વિષયભૂત, એટલે શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત, એવો અર્થ છે.
૦ વિસર્દશતા (અસમાનતા) અને વિવર્ત(વિકાર) લક્ષણવિશેષ પર્યાયરૂપપણાનો સ્પષ્ટપણે પૃથનામક પર્યાયમાં અંતર્ભાવ હોઈ તે વિશેષ અલગ નયરૂપે કહેલો નથી. હવે નિગમન (ઉપસંહાર) કરતાં કહે છે કે-‘અત:' કૃતિ । (તથાચ પરસ્પર ભિન્ન સામાન્ય અને વિશેષના વિષયવાળા હોઈ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકરૂપ બે જ નયો છે અને ત્રીજો પ્રકાર નથી, કેમ કે-વિષય જો ભિન્ન હોય, તો તે બે નયોથી ભિન્ન નય સંભવે ! તે બેના ભેદરૂપે જ નૈગમાદિ સાત નયો છે.
શંકા – દ્રવ્યપર્યાયના સંબંધરૂપ બીજો વિષય છે, તેથી તે સંબંધરૂપ વિષયવાળો કોઈ એક નવો નય માનવો જોઈએ ને ?
સમાધાન ભેદ અને અભેદથી રહિત બીજા સંબંધનો અભાવ છે. જો ભેદાભેદ સિવાયનો સંબંધ માનો, તો તે શું દ્રવ્યરૂપ છે કે પર્યાયરૂપ છે ? આવા વિકલ્પોનું અતિક્રમણ તે નહિ કરી શકે ! અને દ્રવ્યપર્યાયરૂપ સ્વભાવનું જો અતિક્રમણ કરે છે એમ માનો, તો આકાશકુસુમની સદૃશતાનો પ્રસંગ છે : કેમ કે-તે દ્રવ્યપર્યાયથી સર્વથા અર્થાન્તરભૂત સંબંધના પ્રતિપાદનના ઉપાયનો અસંભવ છે. વળી જો સંબંધ તે દ્રવ્યપર્યાયની સાથે અસંબંધવાળો છે–એમ માનવામાં આવે, તો તે દ્રવ્ય અને પર્યાયનો આ સંબંધ છે-આવા વ્યવહારનો અસંભવ થાય છે. તે સંબંધાત્તરની કલ્પનામાં અનવસ્થાની આપત્તિ છે, તો કોઈપણ સંબંધ સિદ્ધ થતો નથી; માટે કોઈ પણ આ દ્રવ્ય અને પર્યાયરૂપ બે નયોથી બાહ્યભાવી (થનારો કે રહેનારો) વિષય સિદ્ધ થતો નથી.
=
૦ અહીં દ્રવ્યાર્થિક નયના ત્રણ પ્રકારોનું કથન, વાદી સિદ્ધસેન-દેવસૂરિમતના અનુસારીઓના અભિપ્રાયથી છે. તાર્કિકોના મત છે.
૦ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વચનના અનુસારીઓના અભિપ્રાયથી તો આદિના ચાર નયો દ્રવ્યાર્થિક નયો છે, એમ સમજવું. સૈદ્ધાન્તિકોનો મત કહેવાય છે. ત્યાં જો દ્રવ્યને ઋજુસૂત્રનય ન સ્વીકારે, તો ‘નુપુયસ્સ ો અનુવ૰ત્તે ાં વ્યાવસ્ત્રયં પુદુત્ત ગેર્ ।" ઋજુસૂત્રનય, એક અનુપયુક્ત જે છે, તે એક દ્રવ્યાવશ્યક છે એમ ઇચ્છે છે, પૃથક્પણાને ઇચ્છતો નથી. (ઋણુસૂત્ર:, જો ટેવવત્તાવિઃ અનુપયુ અર્થમતે આગમત દ્રવ્યાવશ્ય મસ્તિ, અતીતાના તમેત: પાળીયમેલત: પાર્થવયં નેતિ । (અનુ.સૂ. ૧૪) ઋજુસૂત્ર, દ્રવ્યને માને છે, ઘણા અનુપયોગી વક્તાઓમાં પણ જુદાપણું ઇચ્છતો નથી.) આ પ્રમાણેના સૂત્રની સાથે વિરોધ આવે ! આવો ક્ષમાશ્રમણના અનુયાયીઓનો અભિપ્રાય છે. તાર્કિકોના અનુસારીઓ ‘અતીતઅનાગત-૫૨કીય-ભેદ-પૃથના પરિત્યાગથી ઋજુસૂત્રનયે, સ્વકાર્યનું સાધક હોઈ સ્વકીય વર્તમાન વસ્તુનો જ સ્વીકાર કરેલો છે, પરંતુ આ વસ્તુના તુલ્ય અંશ-ધ્રૌવ્ય અંશ લક્ષણવાળા દ્રવ્યનો સ્વીકાર કરેલો નથી. એથી જ આ દ્રવ્યરૂપ વસ્તુના અસદ્ ઘટિતભૂત-ભાવિ પર્યાયના કારણત્વરૂપ દ્રવ્યત્વનો સ્વીકાર પણ નથી. અધ્રુવ ધર્મના આધાર અંશરૂપ દ્રવ્ય આ ઋજુસૂત્રનો વિષય નથી, કેમ કે-શબ્દનયોમાં અતિપ્રસંગ આવે છે. પૂર્વકથિત સૂત્રનું તો અનુપયોગ અંશને લઈને, વર્તમાન આવશ્યક પર્યાયમાં દ્રવ્યપદનો ઉપચાર કરીને સમાધાન કરવું, કેમ કે-પર્યાયાર્થિકનય, મુખ્ય દ્રવ્યપદાર્થનો જ પ્રતિક્ષેપ કરે છે’ એમ બોલે છે.