________________
४२४
तत्त्वन्यायविभाकरे
(આ મતમાં કાળનિષ્ઠ અત્યંતાભાવા પ્રતિયોગિત્વ સત્યત્વ કૂટસ્થ નિત્યત્વ છે, કેમ કે-દ્રવ્યનો કોઈ કાળમાં પણ અત્યંત અભાવ નથી, માટે તે દ્રવ્ય સત્ય છે. પર્યાયો તો તેના પ્રતીયમાન કાળમાં જ તેની સત્તાનું ભાન હોવાથી, ઇતર કાળમાં તેના અભાવનું સત્ત્વ હોવાથી પર્યાયોનું અસત્યત્વ છે એમ જાણવું.) કુંડલ વગેરે અને રૂપ આદિ પર્યાયો, વાસનાવિશેષ(વિશિષ્ટ વાસના)થી જન્ય વિકલ્પથી સિદ્ધ હોવાથી અપારમાર્થિક છે. આ પ્રમાણેના અભિપ્રાયરૂપ દ્રવ્યાર્થિક નય છે એમ જાણવું. ‘રેવત્વાર:' ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢએવંભૂતરૂપ ચા૨ નયો પર્યાયાર્થિક નયો કહેવાય છે. અર્થાત્ ઉત્પાદ-વિનાશવાળો પદાર્થ જ જેઓનો વિષય છે, તેવા નયો પર્યાયાર્થિક નયો કહેવાય છે. ખરેખર, આ ચાર નયો પર્યાયરૂપ વિષયની વ્યવસ્થાકરણમાં પરાયણ છે. દ્રવ્યાર્થિક નયને ઇષ્ટ વસ્તુ વ્યવસ્થાપક યુક્તિના ખંડનમાં પરાયણ છે. ખરેખર, પર્યાયાર્થિક મતમાં દ્રવ્યપદનો અર્થ સમાન ક્ષણ(પદાર્થ)ની સંતતિ જ છે પરંતુ પર્યાયોથી અલગ નથી, કેમ કે-પર્યાયોથી જ અર્થક્રિયાનો સંભવ છે. અપ્રચ્યુત-અનુત્પન્ન-સ્થિર એકસ્વભાવવાળી (ફૂટસ્થ નિત્ય) વસ્તુમાં અર્થક્રિયાનો અસંભવ હોઈ દ્રવ્યવસ્તુનું અસત્ત્વ જ છે, કેમ કે-સત્ત્વ એટલે અર્થક્રિયાકારિત્વ ઃ અને તે અર્થક્રિયાકારિત્વ ક્રમ અને યૌગપદ્યથી વ્યાપ્ત છે. ખરેખર, ક્રમ અને અક્રમ સિવાય બીજો પ્રકાર સંભવતો નથી, કેમ કે-વ્યાઘાત છે. તે ક્રમ અને અક્રમ સ્થિરભૂત દ્રવ્યમાં સંભવિત નહિ હોવાથી તે બંને અર્થક્રિયાનું પણ તે સ્થિરદ્રવ્યથી વ્યાવર્તન કરે છે. તે અટકતી અર્થક્રિયા સ્વવ્યાપ્ય સત્ત્વનું પણ વ્યાવર્તન કરે છે, માટે સ્થિર, ભાવ (પદાર્થ) અસત્ જ છે. બસ, આ પ્રમાણેના અભિપ્રાયવાળા પર્યાયાર્થિક નયો છે. આ અભિપ્રાયથી જ બંનેના ક્રમથી હેતુને કહે છે કે-દ્રવ્યમાàત્તિ । અહીં માત્ર પદથી પર્યાયનો વ્યવચ્છેદ ‘પર્યાયમાàતિ’। અહીં માત્ર પદથી દ્રવ્યનો વ્યવચ્છેદ છે. આ કથનથી આ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકરૂપ બે નયો સાત નયોથી અધિક છે, માટે નયનું નવવિધપણું છે. આવા વિષયનું ખંડન કરેલું છે.
શંકા – ગુણોના વિષયવાળો ત્રીજો (દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક બંનેની માફક) ગુણાર્થિકરૂપે નયનો ભેદ શા કારણથી કહ્યો નથી ?
સમાધાન
આના જવાબમાં કહે છે કે -મુળાના'મિતિ । તથાચ પૂર્વોક્ત ‘પર્યાયાર્થિક' વાક્યમાં પર્યાયશબ્દથી સહ (યુગપત્) અને ક્રમથી ભાવિ વિશેષ માત્રનો પરિગ્રહ હોવાથી, તે પર્યાયમાં જ સહભાવી ગુણોનો અંતર્ભાવ હોવાથી અધિકપણાનો પ્રસંગ નથી.
-
-
શંકા – દ્રવ્ય અને પર્યાયથી ભિન્ન સામાન્ય અને વિશેષ વિદ્યમાન છે, તેથી સામાન્ય-વિશેષવિષયક બે નયો અલગ થશે જ ને ?
સમાધાન – આ શંકાના જવાબમાં કહે છે કે-‘પ્બતે'તિ । ખરેખર, તિર્યક્ અને ઊર્ધ્વતાના ભેદથી બે પ્રકારવાળું સામાન્ય છે. ત્યાં ઊર્ધ્વતાસામાન્યનો દ્રવ્ય આત્મક હોઈ દ્રવ્યમાં અંતર્ભાવ છે. પ્રત્યેક વ્યક્તિમાં સમાન પરિણામરૂપ વ્યંજનનામક તિર્યક્ષામાન્યનો પર્યાયમાં જ અંતર્ભાવ છે.
શંકા — તિર્યક્ષામાન્યનું વ્યંજનરૂપ બીજું નામ કેવી રીતે ?
સમાધાન – આ શંકાના જવાબમાં કહે છે કે-‘સ્થૂતાઃ' કૃતિ । પ્રવૃત્તિ અને નિવૃત્તિના મૂળ કારણભૂત અર્થક્રિયાકારિત્વથી ઉપલક્ષિત વ્યંજનપર્યાય, એવો તિર્યક્ષામાન્યનો અર્થ છે. ‘સ્થૂલા:જનાન્તરાયિન:' આ કથનથી ભૂત-ભવિષ્યત્વના સંસ્પર્શથી રહિત વર્તમાનકાળ વિશિષ્ટ વસ્તુરૂપવાળા અર્થપર્યાયનો