________________
द्वितीयो भाग / सूत्र - ४, नवमः किरणे
४२३
भेदपृथक्त्वपरित्यागादृजुसूत्रेण स्वकार्यसाधकत्वेन स्वकीयवर्त्तमानवस्तुन एवोपगमान्नास्य तुल्यांशघ्रौव्यांशलक्षणद्रव्याभ्युपगमः, अत एव नास्यासद्घटितभूतभाविपर्यायकारणत्वरूपद्रव्यत्वाभ्युपगमोऽपि, अध्रुवधर्माधारांशद्रव्यमपि नास्य विषयः, शब्दनयेष्वतिप्रसङ्गात्, उक्तसूत्रन्तु अनुपयोगांशमादाय वर्त्तमानावश्यकपर्याये द्रव्यपदोपचारात्समाधेयम्, पर्यायार्थिकेन मुख्यद्रव्यपदार्थस्यैव प्रतिक्षेपादिति वदन्ति । अत्र द्रव्यास्तिको द्विविधः शुद्धाशुद्धभेदात्, सङ्ग्रहनयाभिमतविषयप्ररूपकश्शुद्धो द्रव्यार्थिकः, सङ्ग्रहनयाभिप्रायतः प्ररूपणाविषयस्य सर्वत्र भावमात्रत्वात् भेदप्रतिभासस्तु भेदप्रतिपादकागमोपहतान्त:करणानां तिमिरोपप्लुतदृशामेकशशलाञ्छनमण्डलस्यानेकत्वावभासवदसन्नेवेति । व्यवहारनयमतावलम्बी द्रव्यार्थिकोऽशुद्धो हेयोपादेयोपेक्षणीयवस्तुविषयनिवृत्तिप्रवृत्त्युपेक्षालक्षणा हि व्यवहाराः, तत्र परस्परं विभिन्नस्वभावा भावास्सद्रूपतया समुल्लसन्ति, असद्रूपत्वे तादृशव्यवहारा एव न भवेयुः, न ह्येकान्ततः सन्मात्राविशिष्टेषु सङ्ग्रहाभिमतेषु पृथक्स्वरूपतया परिच्छेदो बाधितरूपो व्यवहारनिबन्धनस्सम्भवतीत्यतो व्यवहारो नानारूपतया सत्तां व्यवस्थापयतीत्यशुद्धा द्रव्यार्थिकप्रकृतिः । नैगमनयाभिप्रायस्तु शुद्धाशुद्धरूपराश्यन्तरेण न वाच्यः क्वचिदपि तथानभिधानात्, सामान्यग्राहिणो नैगमस्य सङ्ग्रहे विशेषग्राहिणश्च व्यवहारेऽन्तर्भूतत्वात् पर्यायस्याद्या प्रकृतिः ऋजुसूत्रो नित्याशुद्धः, शब्दश्शुद्धः, समभिरूढः शुद्धतरः, एवम्भूतस्तु शुद्धतम इति ॥
I
સપ્તનયનું સ્વરૂપ
-
ભાવાર્થ – “પ્રારંભિક ત્રણ નયો દ્રવ્યાર્થિક છે. બીજા ચાર નયો પર્યાયાર્થિક છે, કેમ કે-દ્રવ્ય માત્રના વિષયવાળા છે અને પર્યાય માત્રના વિષયવાળા છે. ગુણોનો પર્યાયમાં સમાવેશ છે. ઊર્ધ્વતાસામાન્યનો દ્રવ્યમાં અંતર્ભાવ છે. તિર્યસામાન્યનો તો વ્યંજનપર્યાયરૂપ પર્યાયમાં અંતર્ભાવ છે. સ્કૂલ-કાલાન્તરસ્થાયી શબ્દોના સંકેતવિષયવાળા વ્યંજનપર્યાયો છે, એમ પ્રાવચનિક પ્રસિદ્ધિ છે. એથી અધિક નયની શંકા નથી.” વિવેચન આદ્ય એટલે નૈગમ-સંગ્રહ-વ્યવહારનયો સમજવા. દ્રવ્યાર્થિક એટલે દ્રવ્યાર્થિક નયો, જે અભિપ્રાયોમાં માત્ર દ્રવ્યરૂપ અર્થવિષયરૂપ છે. પર્યાયો નહિ, તે દ્રવ્યાર્થિક નયો કહેવાય છે. ખરેખર, દ્રવ્યાર્થિક મતમાં દ્રવ્ય જ પરમાર્થરૂપે સત્ છે. એથી દ્રવ્યથી ભિન્ન વિકલ્પસિદ્ધ ગુણપર્યાયરૂપ તત્ત્વ ઇષ્ટ નથી, કેમ કે-સંવૃત્તિ(કલ્પના)થી સત્ પણ તે ગુણપર્યાયરૂપ તત્ત્વનું પરમાર્થથી અસત્ત્વ છે. જેમ શુક્તિમાં રજતની ભ્રાન્તિ છતે, બાધના આગમન પછી રજતના અભાવના ભાનમાં પણ ત્યાં શક્તિની ભાસમાનતા હોવાથી શુક્તિનું સત્યપણું અને રજતનું અસત્યપણું છે, તેમ સુવર્ણ આદિમાં પરસ્પર સમાન અધિકરણવાળા રૂપ આદિ પર્યાયોની, પરસ્પર ભિન્નકાળવર્તી કુંડલ આદિ પર્યાયોની અસત્યતા છે. તેના અભાવના ભાનમાં પણ સુવર્ણનું પ્રતિભાસન હોવાથી હેમદ્રવ્યની સત્યતા છે. તેવી રીતે જ પરસ્પર સમાન અધિકરણવાળા, પરસ્પર સમાનકાળવર્તી રૂપ-૨સ આદિનું અસત્યપણું તેના આધારભૂત દ્રવ્યનું જ સત્યપણું
-