________________
४१०
तत्त्वन्यायविभाकरे અપ્રમાણત્વરૂપ સ્વરૂપની ત્યાં સત્ત્વની આપત્તિથી વસ્તુત્વની આપત્તિ છે. આવા આશયથી ઉત્તરને કહે છે કે ‘તતિ 1') પરંતુ અનધ્યવસાયનું વસ્તુત્વ નથી. આવા મતનું ખંડન થઈ ગયું છે, કેમ કે-તે અનધ્યવસાય અકિંચિત્કર વેદનરૂપપણું હોઈ, સમજ્ઞાનનું અનુત્પાદકપણું હોઈ, જો અવસ્તુત્વ માનવામાં આવે, તો સંશય અને વિપર્યયમાં પણ અવસ્તુપણાની આપત્તિ છે.
શંકા – આરોપલક્ષણનો અભાવ હોઈ અનધ્યવસાયનું અવસુત્વ કેમ નહિ ?
સમાધાન – મુખ્ય વૃત્તિથી અવસ્તુત્વ હોવા છતાં પણ ઉપચારવૃત્તિથી આરોપરૂપપણું છે. આવા આશયથી “ઉપચારવૃત્તિથી ભાવવું એમ કહેવું છે. આ પ્રમાણે પ્રમાણના પરિપંથીરૂપ આરોપનું નિરૂપણ જાણેલ છે. “ઇતિ.”
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમવિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમવિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ તત્તન્યાયવિભાકર'ની સ્વોપન્ન “ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યામાં-ટીકામાં “આરોપનિરૂપણ' નામનું આઠમું કિરણ સમાપ્ત.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો આઠમા કિરણનો સરળ
ભાષામાં ગુજરાતી ભાવાનુવાદ કર્યો.