________________
द्वितीयो भाग / सूत्र - ७, अथाष्टमः किरणे
४०९
અનધ્યવસાય છે. અનિશ્ચિત અનેક કોટિના વિષયવાળો સંશય છે. સર્વથા કોટિના વિષય વગરનો અનધ્યવસાય છે. આવો આ બંનેમાં ભેદ જાણવો. તેવી રીતે અનવસ્થિત અનેક અંશના પ્રકાર વગરની વસ્તુમાં, અનિશ્ચિત અનેક અંશ પ્રકારકપણાના અવગાહનથી સંશય, આરોપરૂપ છે. અનધ્યવસાયમાં સંશય વિપર્યયાત્મક આરોપની સાથે અયથાર્થ-પરિચ્છેદકપણાના સામ્યથી આરોપરૂપપણું ઉપચારવૃત્તિથી ભાવવું.” ઇતિ આરોપનિરૂપણ.”
વિવેચન – ગોના જ્ઞાનથી રહિત, દેશાન્તરમાં આવેલા દ્વીપાન્તરવાસીને કોઈ એક અરણ્યના લતાસમૂહમાં પ્રાણીની સાથે અવિનાભૂત સાસ્ના માત્રના દર્શનથી અનધ્યવસાય ધર્મીરૂપે પ્રાણી માત્રનું અનુમાન કરી, “આ પ્રદેશમાં કોઈ એક આ પ્રાણી છે.' (આ અનધ્યવસાયજ્ઞાનનો આકાર છે.) (અહીં “પિંડ માત્રમાં માત્ર પદથી પ્રાણીવિશેષ નિર્ણયનો અભાવ પ્રકાશિત કરેલ છે.) આવું જાતિવિશેષના ઉલ્લેખ વગરનું-વિષય વગરનું જ્ઞાન, પરોક્ષ વિષયવાળો અનધ્યવસાય છે.
શંકાજેમ સંશય, વિશેષનો નિર્ણય કરનાર નથી, તેમ અનધ્યવસાય પણ તેવો છે. તો સંશયથી આ અનધ્યવસાયનો ભેદ કેવી રીતે? જેથી આરોપ ત્રણ પ્રકારવાળો બની શકે?
સમાધાન – આ બંનેમાં લક્ષણકૃતભેદ છે. ખરેખર, અનિશ્ચિત-અનેક કોટિરૂપ વિષયવાળો સંશય છે. અનધ્યવસાય તો સર્વથા વિશેષ કોટિના ઉલ્લેખ વગરનો છે. તેથી પ્રાણિત્વના ઉલ્લેખમાં કોઈ ક્ષતિ નથી.
શંકા – તે પ્રકાર વગરની વસ્તુમાં તે પ્રકારકત્વનું જ્ઞાન આરોપ કહેવાય છે. આવું આરોપનું લક્ષણ અન્યથાસ્થિત વસ્તુમાં એક કોટિ પ્રકારના નિશ્ચયરૂપ વિપર્યયમાં સંગત છે જ. પરંતુ આરોપથી વિલક્ષણ સંશય અને અનધ્યવસાયમાં કેવી રીતે આરોપરૂપપણું છે?
સમાધાન – આ પ્રમાણે સંશયમાં આરોપથી વિલક્ષણતા જ અસિદ્ધ છે, કેમ કે-વસ્તુતઃ અનેક કોટિના પ્રકાર વગરની વસ્તુમાં સ્થાણુ આદિમાં અનેક કોટિની વિષયતા છે. આવા આશયથી કહે છે કે-અનિશ્ચિત અનેક અંશના પ્રકાર વગરની વસ્તુમાં અનિશ્ચિત અનેક અંશના પ્રકારકપણાના અવગાહનથી સંશય આરોપરૂપ છે. તથાચ આરોપપણું હોવા છતાંય, વિપર્યયમાં એક કોટિ વિષયકપણું હોઈ અને સંશયમાં અનેક કોટિ વિષયકપણું હોઈ ભેદથી ઉલ્લેખ છે.
શંકા – જો આમ છે, તો કોટિના વિશેષ વગરના અનધ્યવસાયમાં કેવી રીતે આરોપરૂપતા છે? કેમ કેકોઈ પણ રીતે આરોપલક્ષણની અનુવૃત્તિ નથી ને?
સમાધાન – ખરેખર, જેમ સિંહમાં રહેલ શૌર્ય આદિ ગુણસમાન શૌર્ય આદિ ગુણોના યોગથી માણવકમાં સિંહપણું અને સિંહ શબ્દ આરોપિત કરીને “સિંહમાણવક એમ કહેવાય છે, તેમ વિપર્યય સંશય આત્મક આરોપમાં રહેલ અયથાર્થ પરિચ્છેદકત્વરૂપ ગુણના સમાન અયથાર્થ પરિચ્છેદત્વ ગુણના યોગથી આરોપપણું અને આરોપ શબ્દનો ઉપચાર કરીને કહેવાય છે કે - “અનધ્યવસાય આરોપ છે. આ કથનથી “સંશય અને વિપર્યયમાં જ વસ્તુત્વ છે, (સંશયનું અનેક અંશોનું અનવસ્થિત પ્રતિભાસપણું હોઈ અને વિપર્યયનું વિપરીત આકારવાળા અધ્યવસાયરૂપપણું હોઈ વસ્તુત્વ છે, અનધ્યવસાયનું તો સ્વરૂપરહિતપણું હોઈ અવસ્તુત્વ છે. એમ શંકા કરનારનો આશય છે. અકિંચિકર વેદનપણું તે અનધ્યવસાયનું સ્વરૂપ છે. સકલ સ્વભાવથી શૂન્યપણામાં “તે અનધ્યવસાયનું અપ્રમાણપણું પણ કહી શકાતું નથી, કેમ કે