________________
३९०
तत्त्वन्यायविभाकरे શંકા – ઇન્દ્રિયસંસ્કારરૂપ કારણભેદથી કાર્યનો ભેદ છે જ ને?
સમાધાન – આ બરોબર નથી, કેમ કે-રૂપ-આલોક-લોચન આદિ અનેક કારણોથી ઉત્પન્ન થતા ઘટ આદિ સંવેદનમાં પણ અનેકપણાનો પ્રસંગ આવશે !
શંકા - વિભિન્ન એવી જ્ઞાનસામગ્રીના ભેદથી કાર્યનો ભેદ કેમ નહિ?
સમાધાન – “આ ચાંદી છે' ઇત્યાદિ જ્ઞાનમાં સામગ્રીના ભેદનો અભાવ છે, કેમ કે-ચક્ષુ વગેરે રૂપ કારણોનો સમુદાય જ કારણ છે.
શંકા – “આ ચાંદી છે આવા જ્ઞાનમાં પ્રત્યક્ષ અને સ્મરણરૂપ બે જ્ઞાનરૂપપણું હોવાથી સામગ્રીનો ભેદ અનુમાનથી ગમ્ય કેમ નહિ?
સમાધાન – અન્યોકન્યાશ્રયદોષ હોવાથી અનુમય નથી. જ્યારે જ્ઞાનનો ભેદ સિદ્ધ થાય, ત્યારે કારણભેદ સિદ્ધ થાય ! જ્યારે કારણભેદની સિદ્ધિ થાય, ત્યારે જ્ઞાનના ભેદની સિદ્ધિ થાય. આવો અન્યોન્ડન્યાશ્રયદોષ હોવાથી અનુમેય નથી.
૦ વળી “ભેદનો અગ્રહ છે. અહીં ભેદ એટલે શું? એની વિગતવાર ચર્ચા ચાલે છે.
(૧) શું આ ભેદ વસ્તુનું માત્ર સ્વરૂપ છે? (૨) શું આ ભેદ પરસ્પર અભાવરૂપ છે? (૩) શું આ ભેદ વ્યાવક ધર્મના યોગરૂપ છે?
(૧) પહેલો પક્ષ બરોબર નથી, કેમ કે-વિદ્યમાન એવા પદાર્થનો ગ્રાહક પ્રત્યક્ષ અને પૂર્વકાળમાં અનુભવેલ પદાર્થનો ગ્રાહક સ્મરણવડે ભેદનું ગ્રહણ હોઈ સ્વરૂપરૂપ ભેદ વસ્તુથી અભિન્ન છે. જો વિપરીતપણાએ ભેદરૂપ સ્વરૂપનું ગ્રહણ કરેલું છે એમ માનો, તો વિપરીતખ્યાતિનો પ્રસંગ છે.
(૨) બીજો પરસ્પર અભાવરૂપ ભેદરૂપ પક્ષ યુક્તિયુક્ત નથી, કેમ કે તમોએ અભાવનો અસ્વીકાર કરેલો છે. જો અભાવનો સ્વીકાર કરો, તો સ્મરણવિષયીભૂત રજતનું અહીં અભાવવિષયક જ્ઞાન કેમ નથી ?
શંકા - નિયત દેશપણાએ જાણેલનું દોષના મહિમાથી અનિયત દેશપણાએ અહીં અવગમ (જ્ઞાન) હોઈ અભાવજ્ઞાન નથી, એમ કહેવામાં શો વાંધો?
સમાધાન – નિયત દેશના અનિયત દેશપણાએ ભાનના સ્વીકારથી વિપરીતખ્યાતિનો પ્રસંગ ઉભો જ છે.
શંકા – અહીં દેશવિનિમુક્તનું જ સ્મરણ હોવાથી અન્યથાખ્યાતિનો પ્રસંગ કેવી રીતે?
સમાધાન - પૂર્વે અનુભવેલ રજતનું સ્મરણ હોય છતે, કેવળ અધિકરણનું ગ્રહણ જ તમારા મનમાં તેના અભાવની ઉપલબ્ધિરૂપ છે, માટે વિપરીતખ્યાતિનો પ્રસંગ છે.
શંકા- શુક્તિમાં રજતનો અભાવ છે એમ નહિ, પરંતુ દોષના મહિમાથી તે રજતના અભાવને જાણ્યો નથી એટલું જ સમજવાનું છે?