________________
द्वितीयो भाग / सूत्र - २, अथाष्टमः किरणे
३८९
સમાધાન – તે બાધકજ્ઞાનોમાં ‘આ’ અલગ છે-રજત અલગ છે, એવા વિવેકનું પ્રકાશકપણું હોઈ બાધકજ્ઞાનપણું છે, પરંતુ રજતજ્ઞાનના અસત્યપ્રકાશકપણાએ નહિ.
૦ સ્વપ્નજ્ઞાનનું એકપણું હોવા છતાં (એકત્વપણું એટલે સ્મૃતિરૂપપણું હોય છતે સ્વપ્ન પ્રત્યક્ષરૂપ નથી, કેમ કે-ઈન્દ્રિયવ્યાપારનો અભાવ છે.) તે સ્વપ્નજ્ઞાનનું સ્મૃતિરૂપે અગ્રહણ જ વિવેકનો આગ્રહ છે.
શંકા - સદેશના દર્શન વગર તે સ્વપ્નશાનનું સ્મૃતિપણું કેવી રીતે?
સમાધાન – નિદ્રાના ઉપદ્રવવાળા મનનું જ તે સ્વપ્ન-જ્ઞાનમાં નિમિત્તપણું છે. એ પ્રમાણે બે ચંદ્રોના જ્ઞાનમાં, બે પ્રકારે કરેલ નયનની વૃત્તિથી ચંદ્રની એકતાનું અગ્રહણ દોષથી (તિમિર આદિ દોષથી) છે. “સાકર કડવી છે' ઇત્યાદિ જ્ઞાનમાં પિત્તદ્રવ્યગત કટુકનો ગ્રહણ-શર્કરાના અગ્રહણમાં, ભેદના અગ્રહણથી વિવેકની ખ્યાતિ છે. સઘળે ઠેકાણે આ પ્રમાણે સમ્યગુ અગ્રહણ જ વિવેક અખ્યાતિનો અર્થ છે પરંતુ શુક્તિમાં રજતની પ્રતીતિ નથી. જ્ઞાનાન્તરમાં પણ મિથ્યાત્વની સંભાવનાથી સર્વત્ર અવિશ્વાસ થવાથી પ્રવૃત્તિ આદિ વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ થઈ જાય ! આવો મીમાંસકનો મત છે.
ઉત્તરપક્ષ- શુક્તિમાં “આ ચાંદી છે' આવી પ્રતીતિનું, પોતાના આકારના સંવરણ (છૂપાવવું) દ્વારા રજતરૂપના આપાદનરૂપ પરિણામવિશેષવાળી શુક્તિ જ આલંબન છે, કેમ કે-દુષ્ટ (દોષવાળી) ઇન્દ્રિય આદિ જ તાદશ જ્ઞાનનો હેતુ છે. ખરેખર, કાર્યની પ્રતીતિમાં કારણના અભાવની શંકા યુક્તિવાળી નથી. વળી અહીં પ્રતીત થાય છે કે-એકજ્ઞાન આત્મક આ રજત છે, આવું કાર્ય છે. તેના અનુરોધથી કારણની કલ્પના ઉચિત છે, કારણ કે-દાવાનળથી દગ્ધ નેતરના બીજથી કેળના પ્રકાંડ(મોટી શાખા-વૃક્ષ)ની ઉત્પત્તિનું દર્શન છે અને દુષ્ટ કારણમાં સ્વકાર્યનું અનુત્પાદકપણું હોય છતે વિપરીત કાર્યનું પણ ઉત્પાદકપણું છે.
શંકા – દાવાનળ, વેત્રના અંકુર પ્રત્યે દોષરૂપ હોવા છતાં કદલીના અંકુર પ્રત્યે અનુકૂળ છે ને?
સમાધાન - તો અહીં પ્રકૃતિમાં પણ દોષનું સમ્યજ્ઞાન પ્રત્યે દોષરૂપપણું હોવા છતાં મિથ્યાજ્ઞાન પ્રત્યે અનુકૂળપણું ન્યાયયુક્ત જ છે.
૦ વળી “આ ચાંદી છે? આવું જ્ઞાન વિશિષ્ટ જ્ઞાન નથી પરંતુ ગ્રહણ (પ્રત્યક્ષ)-સ્મરણરૂપ બે જ્ઞાનરૂપ છે. આવું કથન યુક્તિયુક્ત નથી, કારણ કે-રજતના અર્થીની પ્રવૃત્તિ સામાન્યમાં, રજતત્વરૂપ પ્રકારવાળા જ્ઞાનમાં સંવાદિ પ્રવૃત્તિના સ્થળમાં સમાન વિશેષ્યતા પ્રત્યાત્તિદ્વારા હેતુપણું છે. (વિશેષ્યતા નામક સંબંધથી રજત પ્રવૃત્તિત્વથી અવચ્છિન્ન (રજત પ્રવૃત્તિ) પ્રત્યે વિશેષ્યતા નામક સંબંધથી રજતત્વરૂપ પ્રકારવાળું જ્ઞાન, કારણ છે. અહીં કાર્ય અને કારણ રજતમાં છે. આવી સમાન વિશેષ્યતા પ્રત્યાસત્તિથી કાર્ય-કારણભાવ છે. કારણતાવચ્છેદકથી આક્રાન્ત રજતત્વ વિશિષ્ટ રજત પ્રમાજ્ઞાન અને રજતત્વ પ્રકારકયત્ કિંચિત્ વિશેષ્યવાળું જ્ઞાન થાય છે. તેથી એક જ કાર્ય-કારણભાવથી બંને ઠેકાણે નિર્વાહ છે. આ પ્રમાણે ભ્રમ આત્મક એકંજ્ઞાનના સ્વીકારમાં લાઘવ છે.) વિસંવાદી પ્રવૃત્તિ હેતુરૂપ પણ મિથ્યાજ્ઞાનમાં એકતાની સિદ્ધિ છે.
૦ સંવાદિ પ્રવૃત્તિમાં વિશિષ્ટ જ્ઞાન અને વિસંવાદિ પ્રવૃત્તિમાં ઉપસ્થિત ઇષ્ટના ભેદનું અગ્રહણ, આવી કલ્પનામાં બીજનો અભાવ છે અને ગૌરવ છે.