________________
द्वितीय भाग / सूत्र - २, अथाष्टमः किरणे
સમાધાન – એ બરાબર નથી, કેમ કે-દોષમાં, શુક્તિમાં રહેલ ભેદના ગ્રહણના પ્રતિબંધકપણાની કલ્પનાની અપેક્ષાએ રજતતાદાત્મ્યગ્રહણના હેતુપણાની કલ્પના જ ન્યાયયુક્ત છે.
३९१
(૩) ત્રીજો વ્યાવર્તક ધર્મયોગરૂપ ભેદનો પક્ષ વ્યાજબી નથી, કેમ કે-સ્મરણવિષયભૂત રજતમાં વ્યાવર્તક ધર્મરૂપ રજતત્વનું જ ભાન છે. તે વ્યાવર્તક ધર્મરૂપ રજતત્વનું વ્યાવર્તકપણું એટલે આગળ વર્તમાન(શુક્તિકા)માં અવિદ્યમાનપણું તે વ્યાવર્તક ધર્મરૂપ રજતત્વનું તે શુક્તિકામાં ભાન માનવામાં વિપરીતખ્યાતિનો પ્રસંગ છે.
પૂર્વપક્ષ – હવે ગ્રહણ પ્રત્યક્ષ વિષયથી (કરતાં) સ્મરણવિષયભૂત રજતનો વ્યાવર્તક ધર્મરૂપ રજતત્વ જાણેલ હોવા છતાં, સ્મરણવિષય રજતથી (કરતાં) ગ્રહણવિષયનો તે વ્યાવર્તક ધર્મ જાણ્યો નથી. ખરેખર, શુક્તિકામાં પ્રતિભાસતા શુકલત્વ આદિ ધર્મોથી તે શુક્તિકાનું વ્યાવર્તન કરવું શક્ય નથી, કેમ કે-તે શુક્લત્વ આદિ ધર્મો રજતમાં પણ વિદ્યમાન છે.
ઉત્તરપક્ષ – દેશ-કાળ-અવસ્થાના શૂન્યપણાએ સ્મરણવિષયભૂતથી (કરતાં) અનુભવ પ્રત્યક્ષ વિષયભૂત પુરોવર્તીના દેશ-કાળ-અવસ્થાવિશેષરૂપ વ્યાવર્તકો, પ્રતીતિના વિષયભૂત થાય છે.
૦ બાધક પ્રતીતિ, આ અલગ છે-રજત અલગ છે, એવા વિવેકને પ્રકાશિત કરે છે એમ પણ નથી, કેમ કે-બાધકપ્રત્યય પ્રસંગપ્રાપ્ત રજતત્વના અભાવનો અવગાહી છે. ખરેખર, તે બાધક પ્રતીતિ અપ્રસક્ત(અવિવેકયુક્ત)પણાના અપ્રતિષેધદ્વારા વિવેકને જણાવે છે એમ નહિ માનવું. અન્યથા, જો આમ માનવામાં આવે, તો સોના વગેરેનો પણ તે બાધક પ્રત્યય પ્રતિષેધ ક૨શે !
૦ રજત આદિ વિષયક સ્વપ્નમાં, સ્મરણરૂપે અગ્રહણ થયે છતે અને રૂપાન્તરપણાએ ગ્રહણમાં વિપરીતખ્યાતિની આપત્તિ છે. (અહીં આમ સમજવાનું છે કે-રજત આદિ વિષયવાળા સ્વપ્નના સ્મૃતિરૂપે અગ્રહણમાં તમોને પણ સંવેદન, સ્વપ્રકાશરૂપે સ્વીકૃત હોવાથી કયા રૂપથી ભાન છે ? જો સ્મૃતિરૂપે ભાન છે, તો કયા રૂપથી અગ્રહણ છે ? જો અનુભવત્વરૂપે ગ્રહણ કહેવાય છે, તો અન્યથાખ્યાતિ છે, કેમ કેસ્મૃતિમાં અનુભવરૂપપણાનો અભાવ છે. હવે જો જ્ઞાનત્વરૂપે ગ્રહણ કહો, તો તે પણ સંભવતું નથી, કેમ કેજ્ઞાનત્વવ્યાપ્ય સ્મરણત્વ અનુભવત્વથી શૂન્ય જ્ઞાનત્વવાળા કોઈ પણ જ્ઞાનનો અભાવ છે.)
૦ બે ચંદ્રનું સંવેદન પણ દોષથી ચંદ્રના એકત્વના અગ્રહણરૂપ નથી, કેમ કે-ચંદ્રના એકત્વનું અગ્રહણ હોવા છતાંય દ્વિત્વના અનુભવની અનુપપત્તિ છે. નયનના આશ્રયે રહેલ દ્વિત્વના અસંસર્ગના અગ્રહણરૂપ (સંબંધગ્રહણ) જ ચંદ્રમાં દ્વિત્વગ્રહણ છે એ પણ વ્યાજબી નથી, કારણ કે- તે પરોક્ષની ઉપસ્થિતિનો અભાવ છે. અજ્ઞાત ઇન્દ્રિયની વૃત્તિદ્વારા જ સઘળે ઠેકાણે રૂપ આદિનો બોધ છે.
૦ આ કથનથી ‘સાકર કડવી છે' ઇત્યાદિ વ્યવહારનું પિત્તદ્રવ્યગત કટુત્વ અને શર્કરાના અગ્રહણરૂપ ભેદના અગ્રહણનું નિમિત્તપણું છે એ પણ ખંડિત થઈ જાય છે, કેમ કે- નહિ ગ્રહણ કરાતા કટુત્વવાળા જ શરીરમાં રહેલ પિત્તનું જ્વરના ઉત્પાદકપણાની માફક રસનેન્દ્રિયગત પિત્તનું વિપરીત પ્રતીતિનું ઉત્પાદકપણું છે અને સર્વથી અનુભવાતા સામાનાધિકરણ્યની અનુપપત્તિ છે. (તિક્તત્વનું અને શર્કરાત્વનું એક અધિકરણ છે. તિક્તત્વાભિન્ન શર્કરાત્વાભિન્ન શર્કરા છે. એથી જ સમાન વિભક્તિ છે.)