________________
३५६
तत्त्वन्यायविभाकरे
એકત્વની પ્રધાનતાએ વિવક્ષિત છે, તો તે દ્રવ્ય છે એમ મનાય છે. તેથી જ આ પ્રમાણે પ્રમાણપ્રતિપન્ન હોઈ ભેદ-અભેદ આત્મક વસ્તુ છે.
૦ આ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તપણું છે. શંકા – ધ્રૌવ્યની સાથે ઉત્પાદ અને વ્યયનો વિરોધ છે ને? -- સમાધાન – કથંચિત્ ઉત્પાદ-વ્યયનો અને કથંચિત્ બ્રૌવ્યનો સ્વીકાર હોઈ વિરોધ નથી.
શંકા – જે પ્રકારે ઉત્પાદ-વ્યય છે, તે પ્રકારે પ્રૌવ્ય નથી. જે પ્રકારે ધ્રુવતા છે, તે પ્રકારે ઉત્પાદ-વ્યય નથી. માટે એક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તત્વરૂપ લક્ષણવાળી ન હોઈ શકે ! કારણ કે-જે પ્રકારના વ્યવચ્છેદથી જયાં વ્યવસ્થાપિત કરાય છે, તે પ્રકારનો ત્યાં સંભવ નથી. જેમ કે-નીલ પ્રકારના વ્યવચ્છેદથી પીતમાં અનીલ પ્રકારની વ્યવસ્થા. વળી ઉત્પાદ-વ્યયના વ્યવચ્છેદથી ધ્રુવતાનું વ્યવસ્થાપન છે [ખરેખર, અહીં વસ્તુથી સ્થિતિ આદિનો જ્યારે અભેદ છે, ત્યારે સ્થિતિ જ ઉત્પાદ-વ્યય છે. વિનાશ જ સ્થિતિ-ઉત્પત્તિ છે. ઉત્પત્તિ જે વિનાશસ્થિતિ છે-એમ પ્રાપ્ત થશે, કેમ કે-એકથી અભિન્ન સ્થિતિ આદિના ભેદનો વિરોધ (અભાવ) છે. તથાચ વસ્તુનું વિલક્ષણપણું કેવી રીતે થશે? હવે જો ભેદ છે, તો પ્રત્યેક સ્થિતિ આદિમાં ત્રિલક્ષણપણાનો પ્રસંગ છે, કેમ કે-સત્ છે. અન્યથા, સ્થિતિ આદિમાં અસત્ત્વની આપત્તિ આવશે ! તથાચ અનવસ્થાદોષ થશે ! આવો પૂર્વપક્ષ છે. બે પક્ષ (ભેદ-અભેદરૂપ બે પક્ષ) પણ કથંચિત અમોને ઈષ્ટ છે. ત્યાં સ્થિતિ આદિવાળા છે એટલે કથંચિત્ અભેદના સ્વીકારમાં સ્થિતિ આદિમાં સ્થિતિ જ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થતા દ્રવ્યના અભેદના સામર્થ્યથી વિનાશ પામે છે-વિનાશમાં જ રહે છે. સામર્થ્યથી ઉત્પન્ન થાય છેઉત્પત્તિ જ નાશ પામે છે અને સામર્થ્યથી સ્થિતિ કરે છે એમ જણાય છે. એમ ત્રણ લક્ષણવાળા (ઉત્પાદવ્યય-ધ્રુવતાયુક્ત) જીવ આદિ પદાર્થોથી અભિન્ન સ્થિતિ આદિમાં પણ ત્રિલક્ષણપણાની સિદ્ધિ છે. તે કારણથી તે સ્થિતિ આદિના ભેદના સ્વીકારમાં પણ પ્રત્યેકમાં ત્રિલક્ષણપણાની સિદ્ધિ છે, અનવસ્થા નથી, કેમ કે-સર્વથા ભેદપક્ષમાં તે અનવસ્થાનો પ્રસંગ છે, સ્યાદ્વાદ પક્ષમાં નહીં. ખરેખર, જે સ્વભાવથી ત્રિલક્ષણવાળા તત્ત્વથી અભિન્ન સ્થિતિ આદિ છે, તે સ્વભાવથી પ્રત્યેક ત્રિલક્ષણવાળા છે. પર્યાયની વિવલાથી પરસ્પર તે પર્યાયવાળાથી ભિન્ન પણ મનાય છે, કેમ કે-તથા પ્રતીતિમાં બાધકનો અસંભવ છે. આવો ઉત્તરપક્ષ જાણવો.] અને ધ્રુવતાના વ્યવચ્છેદથી ઉત્પાદ-વ્યયનું વ્યવસ્થાપન છે. ઉત્પાદ વસ્તુનો ભાવ (પર્યાય) હોવાથી, વિનાશ વ્યય (પર્યાયનો વ્યય) હોવાથી અને અન્વિતરૂપમાં ધ્રુવપણું હોવાથી આ પ્રમાણે તે ઉત્પાદ આદિનો ભિન્ન પ્રકાર છે ને?
સમાધાન – એકાન્તથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો સ્વીકાર નથી, પરંતુ નિષ્કલંકિત મતિથી સમુત્રેક્ષિત સ્યાદ્વાદનો આશ્રય કરીને કથંચિત્ તે ઉત્પાદ આદિના વ્યવસ્થાપનનો સ્વીકાર છે. ખરેખર, એકાન્તના સ્વીકારમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવતાનો પૂર્વોક્ત વ્યવચ્છેદ સંભવે છે. અન્યથા, વિરોધનો અભાવ છે. સ્યાદ્વાદના આશ્રયથી તો અન્યના વ્યવચ્છેદથી અન્યનું વ્યવસ્થાપન નથી, પરંતુ જેથી જ તે ધ્રૌવ્ય, ઉત્પાદવ્યયથી અનુવિદ્ધ છે, એથી જ તે કથંચિત્ બ્રૌવ્ય, ઉત્પાદ-વ્યય પણ છે. જેથી જ ધ્રૌવ્યથી અનુવિદ્ધ છે, એથી જ તે બે કથંચિત્ ઉત્પાદ-વ્યય છે, એમ જાણવું.