________________
द्वितीयो भाग / सूत्र - ४, सप्तमः किरणे
३५५
(બીજી જાતિરૂપ) જ આ છે. ખરેખર, પ્રત્યક્ષથી દેખાય છે કે દ્રવ્ય-પર્યાયનો સંગા-સંજ્ઞા-લક્ષણ-કાર્યના ભેદથી ભેદ છે. દેશ-કાળ-સ્વભાવના અભેદથી દ્રવ્ય-પર્યાયમાં અભેદ છે. તે આ પ્રમાણેઃ
(૧) સંખ્યાબેદ-ઘટ એક છે અને રૂપ આદિ ઘણા છે. એમ સંખ્યામૃત દ્રવ્ય (ઘટ) અને રૂપ આદિ પર્યાયોમાં ભેદ છે.
(૨) સંજ્ઞાભેદ-ઘટ (ઘટવ્યમાં ઘટવાચક શબ્દ), રૂપ આદિ (રૂપ આદિ પર્યાયમાં રૂપ આદિ વાચકશબ્દની સંજ્ઞા)સંજ્ઞાદ્વારા ઘટ અને રૂપ આદિમાં ભેદ કરેલ છે.
(૩) લક્ષણભેદ-અનુવૃત્તિલક્ષણવાળું નિત્ય દ્રવ્ય કહેવાય છે અને વ્યાવૃત્તિરૂપ લક્ષણવાળા અને ક્ષણિકો પર્યાયો કહેવાય છે. એમ લક્ષણકૃત ભેદ છે.
(૪) કાર્યભેદ-ઘટવડે જળ લાવવાનું કાર્ય કરાય છે અને રૂપ આદિથી વસુરાગ (રૂપ આદિ વિશેષણથી વિશિષ્ટતાના ઉપરંજકપણું). આ પ્રમાણે કાર્યકૃત ભેદ છે, પરંતુ દેશ-કાળસ્વભાવથી દ્રવ્ય-પર્યાયનો અભેદ છે.
શંકા- સ્વભાવથી ભેદનો અભાવ થયે છતે, ધર્મી-ધર્મીનો (દ્રવ્ય-પર્યાયનો) સંખ્યા આદિથી કેવી રીતે ભેદ સંભવી શકે?
સમાધાન – ખરેખર, દ્રવ્ય-પર્યાયમાં સ્વભાવથી ભેદ પ્રતિષિદ્ધ હોયે છતે અભેદ સાધવો જોઈએ, અને તે અભેદ સંબંધરૂપ છે. તેમજ સંબંધ એકલા આત્મામાં સંભવતો નથી, કેમ કે-આ સંબંધ બંનેમાં રહેનારો છે. “ઘટ ઘટથી અભિન્ન છે. એવો કદાચિત્ પણ વ્યવહાર પ્રવર્તતો ઉપલબ્ધ થતો નથી.
શંકા – એક ઠેકાણે પણ વ્યવહાર જોયેલો જ છે. જેમ કે-ઘટનો અને ઘટના સ્વરૂપનો અભેદ છે.” આવો વ્યવહાર દેખેલો છે ને?
સમાધાન – ત્યાં પણ કથંચિત ભેદનો આશ્રય છે જ. “ઘટ' આવો શબ્દ ધર્મી (દ્રવ્ય)નો વાચક છે. સ્વરૂપ” તો “સ્વ રૂપ તે સ્વરૂપ-આમ તે ભાવના-ધર્મીના જ અનિત્યત્વ આદિ ધર્મ(પર્યાય)ને કહે છે. તેથી દ્રવ્ય અને પર્યાયનો આ જ સ્વભાવવિશેષ, (પર્યાય કે દ્રવ્ય) જે ઇતરથી (દ્રવ્ય કે પર્યાયથી) અનુવિદ્ધ નથી. એમ નહિ, અર્થાત્ દ્રવ્યથી પર્યાય અને પર્યાયથી દ્રવ્ય અનુવિદ્ધ છે. એકનું પણ કાંઈક આત્મીય રૂપ પરસ્પર અનુવિદ્ધ છે. એથી જ (પર અપેક્ષાએ) “તે દ્રવ્ય નથી” આમ જ વ્યવહાર થાય છે અને (પર અપેક્ષાઓ) પર્યાય નથી’ આમ જ વ્યવહાર થાય છે. તે પૂર્વનિરૂપિત સપ્તભંગી દ્વારા સમજવું. આ પ્રમાણે જ વસ્તુસ્વરૂપતાની ઉપપત્તિ છે.
શંકા – પરરૂપ સંખ્યા વગેરે, ભેદના વિષયભૂત પણ કેમ સ્વરૂપભૂત અભેદનો બાધ કરવા માટે સમર્થ નથી?
સમાધાનકારણ એવું છે કે-અમે મૈયાયિકોની માફક એકાન્તથી ભાવથી ભિન્ન કેટલાક સંખ્યાદિને પણ માનતા નથી. તે જ ભાવ, ભેદભેદરૂપે વ્યવસ્થિત, કદાચિત્ અનેકત્વની પ્રધાનતાએ વિવક્ષાનો વિષય થાય છે (કરાય છે), કદાચિત એકત્વની પ્રધાનતાએ વિવક્ષાનો વિષય થાય છે (કરાય છે). તેથી જ્યારે અનેકત્વની પ્રધાનતાએ વિવક્ષિત જે ભાવ છે, ત્યારે તે ભાવ, રૂપ આદિ પર્યાયાત્મક થાય છે. જો તે ભાવ