________________
३५४
तत्त्वन्यायविभाकरे
૦ વળી નિત્યાનિત્યાત્મક વસ્તુ કથંચિત્ અવસ્થિત હોવાથી, અનેક સ્વભાવવાળી હોઈ વિજ્ઞાન આદિને પેદા કરે છે, માટે એથી વિજ્ઞાન આદિ જાણી શકાય છે.
૦ વસ્તુનું નિત્યાનિત્યપણું એટલે દ્રવ્ય-પર્યાય ઉભયરૂપપણું છે, અિત્યંતરીકૃત (ગૌણકૃત) પર્યાયવાળા હોઈ દ્રવ્યરૂપે નિત્ય છે. અત્યંતરીકત દ્રવ્યવાળા હોઈ પર્યાયરૂપે અનિત્ય છે. પરંતુ પ્રશ્ન એ છે કે-પર્યાયની નિવૃત્તિમાં દ્રવ્યની નિવૃત્તિ છે કે નહિ? પ્રથમ પક્ષમાં નિવૃત્તિવાળી હોઈ તે વસ્તુ અનિત્ય જ છે. જેમ કેપર્યાયનું સ્વરૂપ, બીજા પક્ષમાં પર્યાયની નિવૃત્તિમાં પણ તે દ્રવ્યની અનિવૃત્તિથી તે પર્યાયોથી ભિન્ન જ દ્રવ્ય થશે. જેમ કે-ક્રમેલકથી કર્ક (ઊંટથી ધોળો ઘોડો). આમ બોલો નહિ, કેમ કે-ખરેખર, કથંચિત્ (કોઈ એક પર્યાયની) નિવૃત્તિ થવાથી પરસ્પરથી રહિત ઉભયનું અગ્રહણ હોવાથી, દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ વસ્તુ ઉથ્વી આદિ આકારરહિત મૃદ્ધવ્યનો અસંભવ હોવાથી કપાલકાળમાં પણ ઘટપર્યાયની બુદ્ધિથી મૃદુ (માટી) અનુભવાય છે. મૃદુની નિવૃત્તિમાં તો ઉર્ધ્વ આદિ પર્યાયની માફક ન અનુભવી શકાય. એ પ્રમાણે મૃદ્રવ્યરહિત ઉર્ધ્વ આદિ આકારનો પણ અસંભવ છે, કેમ કે દ્રવ્ય વગરના ઘટ આદિ પર્યાયો નથી હોતા.] અનુવૃત્તિવાળા-વ્યાવૃત્તિવાળા આકારના સંવેદનથી ગ્રાહ્ય હોઈ પ્રત્યક્ષ સિદ્ધ જ છે.
૦ આ વસ્તુ સ્વસંવેદ્ય હોવા છતાં તેના સંવેદનનો અપલાપ કરવો વ્યાજબી નથી, કેમ કે-પ્રતીતિનો વિરોધ છે. આ સંવેદન બ્રાન્તિવાળું નથી, કેમ કે-દેશાન્તરમાં, કાલાન્તરમાં, નરાન્તરમાં, અવસ્થાન્તરમાં અને મૃતપિંડ આદિમાં તાદેશ સંવેદનની પ્રવૃત્તિ છે.
૦ આ પ્રમાણે ભેદાભદાત્મક પણ વસ્તુ પ્રત્યક્ષથી જાણી શકાય છે. તે આ પ્રમાણે- માટી-માટી, આવી અનુગત આકારવાળી પ્રતીતિથી વેદ્ય વસ્તુનું રૂપ તે અભેદ છે. તે માટીનું જે શિવક-સ્થાસક (ઘટ પહેલાંની માટીની અવસ્થાઓ) ઘટ-કપાલ આદિ દ્વારા ભેદથી હોવું તે “ભેદ છે. વળી અભેદનું જ ભેદરૂપે થવાથી અવિરોધથી તે ભેદભેદ સ્વરૂપ વસ્તુનું છે.
શંકા – અભેદનું ભેદરૂપે હોવું અસંગત છે. ખરેખર, એકસ્વભાવપણું એટલે અભેદ, નાનારૂપપણું એટલે ભેદ, તે ભેદભેદમાં તો પરસ્પર વિરોધ હોવાથી, એક ઠેકાણે તે ભેદ અને અભેદ સંભવી શકતા નથી. તેથી જો આ અભેદ છે, તો કદાચિત ભેદ થઈ શકે નહિ, કેમ કે-ભાવોના સ્વભાવમાં અન્યથાપણાનો અભાવ છે. વળી ભાવ, સ્વસ્વભાવના અપરિહારપૂર્વક જ ભેદરૂપતાને પામતો નથી ને?
સમાધાન – પરસ્પર વિરૂદ્ધ ભેદભેદમાં એકસ્વભાવતાનો અભાવ હોવાથી, ભેદનો અનુભવ અભેદના પ્રતિષેધનો જ્ઞાપક છે. અન્યથા, જો આમ ન માનો, તો આ સકલ સ્તંભ-કુંભ-હાથી-કમલ-સૂર્ય વગેરે એક જ બ્રહ્મનું રૂપ છે, એમ પણ થઈ જાય ! તેથી અભેદ ભેદને પામતો નથી, આવું કથન વ્યાજબી નથી, કેમ કે ખરેખર, સર્વથા ભેદ અને અભેદમાં વિરોધ હોઈ શકે, પરંતુ આ ભેદ અને અભેદ વિલક્ષણ છે. કથંચિત અભેદનો કથંચિત ભેદમાં કયો વિરોધ હોઈ શકે? ખરેખર, જેથી જ આ ભેદ હોય છે, એથી જ અભેદ થઈ શકે. “ભેદ જ કેમ નહિ ?” એમ ન કહેવું, કેમ કે સર્વથા નાનાપણાનો અભાવ છે.
૦ ખરેખર, પ્રમેયની વ્યવસ્થા પ્રમાણને આધીન હોય છે, તેથી ત્યાં જે સર્વથા એક રૂપથી પ્રકાશે છે. આ અભેદ થાય છે. સર્વથા નાનારૂપપણે જે ભાસતો છે, તે ભેદ છે. જે સર્વથા એક રૂપવાળો પ્રકાશતો નથી અને સર્વથા નાના સ્વભાવવાળો નથી, તે અભેદ જ નથી અને ભેદ જ નથી, પરંતુ ભેદભેદ નામક જાત્યંતર