________________
द्वितीयो भाग / सूत्र - ४, सप्तमः किरणे
३५३ વિગ્રહ(આકાર)વાળા ભાવોની એકાન્ત ભિન્ન અસ્થિતિની સાથે વર્તમાન સમય ભાવિ ભાવોની સ્થિતિના વિરોધનો અભાવ છે.
૦ વળી કથંચિત્ ભેદની માન્યતામાં અનેકાન્તવાદની આપત્તિ છે. જો તે સ્થિતિ અને અસ્થિતિ સર્વથા અભેદ છે, તો પ્રથમ ક્ષણસ્થિતિમાં જ દ્વિતીય આદિ ક્ષણોની અસ્થિતિરૂપપણું હોઈ અને પ્રથમ ક્ષણસ્થિતિમાં ભાવાત્મકપણું હોઈ, દ્વિતીય આદિ ક્ષણોમાં પણ સ્થિતિની આપત્તિ છે. અને દ્વિતીય આદિ ક્ષણોની અસ્થિતિ નિરૂપાખ્ય હોઈ, તે નિરૂપાખ્યરૂપપણું નિઃસ્વભાવપણું) હોવાથી પ્રથમ ક્ષણસ્થિતિનો પ્રથમ ક્ષણમાં પણ અભાવનો પ્રસંગ છે. કથંચિત્ અભેદના સ્વીકારમાં અનેકાન્તવાદની આપત્તિ છે.
૦ “સ્થિતિ અને અસ્થિતિમાં સ્થિતિ અને અસ્થિતિ પરસ્પર ભિન્ન છે કે અભિન? આવી શંકા સંભવતી નથી, કેમ કે-અસ્થિતિ અભાવરૂપ છે. આવો શંકાનો આશય છે. સમાધાનનો આશય તો ભેદ અભેદરૂપ બે પ્રકારે અભાવથી બીજે ઠેકાણે થાય છે. આવો જયારે નિયમ થાય, ત્યારે આ પ્રમાણે થઈ શકે !પરંતુ આ પ્રમાણે નથી.] ભેદ અને અભેદની કલ્પના અયુક્ત છે, કેમ કે-અસ્થિતિ અભાવરૂપ છે” એમ ન કહેવું. ભેદ અને અભેદની અભાવના પરિહારપૂર્વક વૃત્તિ નથી.
શંકા – પ્રથમ ક્ષણથી ઉત્તરકાળમાં ભાવિ પદાર્થાન્તરની સ્થિતિ જ વિવક્ષિતની દ્વિતીય આદિ ક્ષણોની અસ્થિતિ, બીજી કોઈ અસ્થિતિ નથી, કે જેથી ભેદભેદની કલ્પના થઈ શકે?
સમાધાન - જો આમ છે, તો સુતરાં ભેદભેદની કલ્પનાપ્રસરણથી પૂર્વકથિત દોષ અનિવાર્ય છે.
[ભેદમાં ઉત્તરકાલીન પદાર્થાન્તરની સ્થિતિના ક્ષણમાં પણ પ્રથમ કાળ ભાવિ પદાર્થની ક્ષણની સ્થિતિનો પ્રસંગ છે. અભેદમાં તો તે સ્થિતિ કે અસ્થિતિમાંથી કોઈ એક સ્થિતિની સત્તાનો પ્રસંગ છે.]
શંકા - દ્વિતીય આદિ ક્ષણોની અસ્થિતિ પરિકલ્પિત છે. એથી ભેદભેદની કલ્પના નથી ને?
સમાધાન – દ્વિતીય આદિ ક્ષણોની અસ્થિતિને જો પરિકલ્પિત માનો, તો દ્વિતીય આદિ ક્ષણોમાં પણ સ્થિતિની આપત્તિ છે. [કેમ કે-દ્વિતીય આદિ ક્ષણોની સ્થિતિ પરિકલ્પિત હોઈ અસત્ છે.]
શંકા - દ્વિતીય આદિ ક્ષણોની અસ્થિતિ હોવા છતાં પ્રથમ ક્ષણની સ્થિતિનો અસંભવ છે. અથવા જો સંભવ માનો, તો તે દ્વિતીય આદિ ક્ષણોની અસ્થિતિની અનુપત્તિ હોઈ, પ્રતિયોગીનો અભાવ હોઈ, ભેદભેદની કલ્પનાનો અસંભવ હોઈ ઉક્ત દોષનો પ્રસંગ નથી ને?
સમાધાન – અસ્થિતિમાં વસ્તુના દ્વિતીય આદિ ક્ષણોના ધર્મપણાનો પ્રસંગ દુર્વાર છે, કેમ કે-ખરેખર, સ્થિતિ જ અસ્થિત થાય છે. તથાચ જેમ સ્થિતત્વ (સ્થિતિ) તે પદાર્થક્ષણનો ધર્મ છે, તેમ અસ્થિતત્વ (અસ્થિતિ) પણ તેનો ધર્મ છે. જો અસ્થિતત્વને પદાર્થક્ષણનો ધર્મ ન માનવામાં આવે, તો સ્થિતિની આપત્તિ છે. વળી તેથી સ્વહેતુઓથી, સ્થિતિ-અસ્થિતિરૂપ ધર્મવાળી વસ્તુ ઉત્પન્ન થાય છે, એમ જ સ્વીકારવું જોઈએ. વળી અક્રમવાળા કારણથી ક્રમવાળા ધર્મથી યુક્ત કાર્યની ઉત્પત્તિ વ્યાજબી નથી. તથાચ જ્યારે સ્થિતિ જ છે, ત્યારે જો અસ્થિતિ થાય, તો ક્યાંથી પદાર્થનું ક્ષણસ્થિતિધર્મકપણું હોઈ શકે ? અને એથી વિજ્ઞાન આદિ કાર્યનો યોગ ન થાય!