________________
द्वितीयो भाग / सूत्र - ४, सप्तमः किरणे
३५७ શંકા – આ અનુવેધ એટલે શું? શું આ અભેદ છે? ભેદ છે? કે ભેદભેદ છે? (૧) પહેલો પક્ષ નથી, કેમ કે-એકરૂપતાની આપત્તિ છે. અન્યથા, તેનો અભાવ છે. (૨) ભેદમાં તો બે રૂપ ભિન્ન જ થાય! (૩) ભેદભેદ પક્ષ તો વિરોધથી હણાયેલો છે ને?
સમાધાન – બરોબર અભિપ્રાયને નથી જાણતાં એટલે આમ બોલે છે. સાંભળો ત્યારે અભિપ્રાય. જે કારણથી જે આ ધ્રૌવ્ય, અપચ્ચત-અનુત્પન્ન-સ્થિરૈકરૂપ થતું નથી, પરંતુ પરિણામ આત્મક તે ઉત્પાદ અને વ્યય પણ કહેવાય છે. વળી તે કોઈ એક પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ પરિણામથી ભિન્ન નથી જ, એથી જ ઉત્પાદ-વ્યય પણ જે છે તે બે પણ આત્યંતિક ભિન્ન નથી, પરંતુ વસ્તુના જ પરિણામાત્મક તે બે ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય પણ કહેવાય છે. વળી તે ધ્રૌવ્ય પણ કિંચિત્ આ ઉત્પાદ-વ્યયથી ભિન્ન નથી, તેથી જ આ પ્રમાણે જે પૂર્વોક્ત રૂપતા વસ્તુની છે, તે આ અનુવેધ કહેવાય છે. વળી અહીં ભિન્ન કોઈ એકમાં અભેદનું આપાદન કે અત્યંત ભેદ અનુવેધ કહેવાતો નથી, તેથી ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય આત્મક જ વસ્તુ છે. અન્યથા, તે વસ્તુ વસ્તુ જ ન થાય !
૦ આ પ્રમાણે અભિલાપ્ય અને અનભિલાખ આત્મક વસ્તુ છે, કારણ કે-આ જ પ્રમાણસિદ્ધ છે અને તથાવ્યવહારની ઉપપત્તિ છે. અન્યથા, વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ છે. તે આ પ્રમાણે.-વસ્તુ જ્યારે એકાન્તથી અનભિલા જ છે, ત્યારે તથાવિધ શબ્દથી તથાવિધ અર્થની પ્રતીતિના અનુદયનો પ્રસંગ થાય! વળી દેખાય છે કે-“અગ્નિ આદિ લાવો'- આ પ્રમાણે કહ્યું છતે અગ્નિ આદિની પ્રતીતિ થાય છે. તે પ્રતીતિપૂર્વક અગ્નિ આદિમાં પ્રવૃત્તિ થાય છે, અગ્નિ આદિની પ્રાપ્તિ થાય છે અને તેની પ્રાપ્તિ થયા બાદ તેવું નિવેદન થાય છે. આવી રીતે કથંચિત્ અભિલાપ્યત્વની સિદ્ધિ છે. વળી અનભિલાપ્યતાના એકાન્તમાં સ્વવચનના વિરોધની આપત્તિ છે, કેમ કે-અનભિલાપ્યતાના એકાન્ત શબ્દથી અનભિલાપ્યતાના એકાન્તનું કથન છે. અનભિલાપ્યતા એકાન્તનું પણ અનભિલાપ્યપણામાં ક્યાંથી પરનું પ્રતિપાદન થઈ શકે ? પરમાર્થથી કોઈ એક વચનથી પ્રતિપાદનનો વિષય થતો નથી. જો આમ માનો, તો સ્વયંમાં કેવી રીતે અવાચ્યતાની પ્રતિપત્તિ ? જો વસ્તુમાં વાચ્યતાની અનુપલબ્ધિને હેતુ કહો, તો તે વાચ્યતાની અનુપલબ્ધિ જ્યારે દશ્યની અનુપલબ્ધિરૂપ છે, ત્યારે ક્વચિત્ વાચ્યતા સિદ્ધ છે. કેમ કે-ક્વચિત્ સિદ્ધ સત્તાવાળા જ કુંભ આદિમાં દશ્યની અનુપલબ્ધિના વિશે અભાવની પ્રતીતિ છે. હવે જો અદશ્યની અનુપલબ્ધિ છે, તો વસ્તુમાં વાચ્યત્વના અભાવનો નિશ્ચય નથી.
૦ સ્યાદ્વાદના આશ્રમમાં તો કોઈ દોષ નથી, કેમ કે-કથંચિત્ વાચ્યત્વ અને અવાચ્યત્વની વસ્તુમાં પ્રતીતિ છે.
૦ ચોક્કસ, એકાન્તથી અનભિલાખ સ્વભાવવાળી વસ્તુ અનુભવને પાત્ર થતી નથી, કેમ કે-શૂલ, કાલાન્તરસ્થાયી, જેઓનું બીજું નામ વ્યંજનપર્યાય છે. સ્થૂિલ તેમજ કાલાન્તરસ્થાયી એવો શબ્દોનો સંકેતવિષયક પર્યાય, તે વ્યંજનપર્યાય છે. તિર્યસામાન્ય વ્યંજનપર્યાય છે. વ્યંજનપર્યાયના સ્વભાવ અને વિભાવ, તેમજ દ્રવ્ય અને ગુણની દષ્ટિએ-(૧) સ્વભાવદ્રવ્ય વ્યંજનપર્યાય, (૨) સ્વભાવગુણ વ્યંજનપર્યાય, (૩) વિભાવદ્રવ્ય વ્યંજનપર્યાય અને (૪) વિભાવગુણ વ્યંજનપર્યાય