________________
३३४
तत्त्वन्यायविभाकरे સમાધાન – વિજ્ઞાન, ચક્ષુ આદિ સામગ્રીથી જન્ય હોવા છતાં નિર્મળતા આદિ રૂપ બીજી સામગ્રીથી વિજ્ઞાનનિષ્ઠ પ્રામાણ્યની પછીથી ઉત્પત્તિનો અસ્વીકાર છે.
૦ પરંતુ ગુણવાળા ચક્ષુ આદિ સામગ્રીથી ગ્રહણ કરેલા પ્રામાણ્યના સ્વરૂપવાળા જ વિજ્ઞાનની ઉત્પત્તિનો સ્વીકાર છે. તેથી જ જ્ઞાનની માફક તે જ્ઞાનથી અભિન્ન સ્વભાવવાળું પ્રામાણ્ય પણ પરતઃ કહેવાય છે. તથાચ પ્રામાણ્ય, સ્વની ઉત્પત્તિમાં જ્ઞાનના ઉત્પાદક કારણથી ભિન્ન-બીજા કારણોની અપેક્ષાવાળું છે, કેમ કે-તે કારણોની સાથે અન્વયવ્યતિરેકને અનુસરનારું પ્રામાણ્ય છે. જે ચક્ષુ આદિથી ભિન્ન કારણના અન્વયેવ્યતિરેકનો અનુવિધાયી (પ્રામાણ્ય) છે, તે સાપેક્ષ છે. જેમ અપ્રામાણ્ય. આ પ્રમાણે અનુમાનપ્રયોગ દ્વારા ઉત્પત્તિમાં પ્રામાણ્ય પરની અપેક્ષાવાળું છે, એમ સિદ્ધ છે.
શંકા- ભલે, ઉત્પત્તિમાં પ્રામાણ્ય પરતઃ હો! પરંતુ પર એટલે દોષનો અભાવ જ થશે પણ ગુણ નહીં, કેમ કે-દોષની હાજરીમાં પ્રામાણ્યના ઉદયનો અભાવ હોઈ, તે પ્રામાણ્યના ઉદયમાં તે દોષનો અભાવ જ હેતુપણાએ ઉચિત છે. તથાચ જ્ઞાનના હેતુથી ભિન્ન ભાવની અપેક્ષા વગર ઉત્પત્તિમાં તે પ્રામાણ્ય સ્વતઃ છે, એમ કહેવાય છે ને? માટે આવી આશંકા થયે છતે કહ્યું છે કે-જ્ઞાનકારણથી ભિન્ન ગુણ-દોષની અપેક્ષાથી પ્રામાણ્યમાં ગુણહેતુ છે, અપ્રામાણ્યમાં દોષહેતુ છે, પરંતુ પ્રામાણ્યમાં દોષનો અભાવતુ નથી.
[જ્ઞાનના સાધનભૂત ઇન્દ્રિય વગેરે જો નિર્મળતા આદિ ગુણવિશિષ્ટ છે, તો તે પ્રમાણભૂત જ્ઞાન પેદા કરે છે. જો તે જ ઇન્દ્રિય આદિ કાચ-કમલ આદિ દોષવિશિષ્ટ છે, તો અપ્રમાણભૂત જ્ઞાનને પેદા કરે છે. ત્યાં જ્ઞાનની ઉત્પત્તિ ઇન્દ્રિયોનું કારણત્વ છે. જ્ઞાનગત પ્રામાણ્ય-અપ્રામાણ્યના ઉત્પાદકપણામાં ગુણ અને દોષનું કારણત્વ છે, આવો વિવેક છે.]
જો પ્રામાણ્યમાં દોષાભાવને હેતુ માનવામાં આવે, તો ગુણની હાજરીમાં અપ્રામાણ્યના અનુદયથી તે અપ્રામાણ્યના ઉદયમાં ગુણાભાવનું જ હેતુપણું ઉચિત હોઈ તે અપ્રામાણ્યમાં સ્વતઃપણાની આપત્તિ આવી જાય !
શંકા – અપ્રામાણ્ય પ્રત્યે દોષોનો અન્વયવ્યતિરેક છે જ ને? તો પૂર્વોક્ત આપત્તિ કેવી રીતે?
સમાધાન તો પછી ગુણોનો પણ અન્વયવ્યતિરેક છે જ, માટે પ્રામાણ્ય પ્રત્યે ગુણો કારણ છે, દોષાભાવ નહીં.
શંકા – પ્રામાણ્યમાં ગુણોનું સાન્નિધ્ય દોષોને દૂર કરવાના માત્ર પ્રયોજનવાળું છે, પરંતુ પ્રામાણ્યમાં કારણરૂપે કેવી રીતે ?
સમાધાન – તો દોષોનું સાનિધ્ય ગુણોને દૂર કરવાના માત્ર પ્રયોજનવાળું જ છે, પરંતુ અપ્રામાણ્યમાં કારણરૂપે નથી. એમ પણ તુલ્યપણું છે અને તુચ્છભૂત દોષાભાવમાં ગુણજન્યપણાનો અસંભવ છે.
નિર્મળતા આદિ ગુણો પ્રામાણ્યમાં અનુપયોગિ છે, પરંતુ તે ગુણોથી દોષોનો અભાવ વિકસે છે. તે દોષાભાવ તુચ્છ સ્વભાવવાળો હોઈ કાર્યત્વધર્મનો આધારભૂત ન થઈ શકે ! અવશ્ય અનુભવાય છે કેદોષનો અભાવ કાર્યત્વનો આધાર છે, કેમ કે-ચક્ષુ આદિમાં કરાતા અંજન આદિની પ્રતીતિ છે.' તથાચ દોષાભાવ દોષપ્રતિયોગિ ગુણસ્વરૂપવાળો કહેવો જોઈએ. અન્યથા અનુભવની બાધાની આપત્તિ આવે છે.