________________
द्वितीयो भाग / सूत्र - २, सप्तमः किरणे
३३५ વળી અનુભવાય છે કે પહેલાં બે આંખો દોષવાળી હતી, હમણાં તે શક્તિશાળી થઈ છે. જો દોષાભાવ સ્વભાવ વગરનો હોય, તો અન્ય ભાવથી રહિત ભાવમાં જ અભાવત્વ પ્રતિપાદકત્વના સિદ્ધાન્તનો વિરોધ છે. આવા આશયથી કહે છે કે-“સ્વભાવવૅવા' ઈતિ.]
દોષાભાવના સ્વભાવસહિતપણામાં કે અભાવમાં કારકવ્યાપારનો અસંભવ થઈ જાય ! અને અપસિદ્ધાન્તનો પ્રસંગ આવી જાય !
તથાચ પર્યદાસ(સદશગ્રાહક નગ) વૃત્તિથી ગુણ આત્મક જ દોષાભાવ સ્વીકારવો જોઈએ. તેવી રીતે ગુણાભાવ પણ દોષાત્મક સ્વીકારવો જોઈએ. માટે બરોબર વ્યાજબી છે કે-“ગુણ અને દોષથી પ્રામાણ્ય અને અપ્રામાણ્ય છે.”
પૂર્વપક્ષ – પ્રમાણ, પ્રામાણ્યના નિશ્ચયમાં અન્યની અપેક્ષા વગરનું છે. જો ખરેખર, અપેક્ષા રાખે છે એમ કહો, તો શું ગુણોની કે સંવાદની અપેક્ષા રાખે છે?
(૧) ગુણોની અપેક્ષા રાખે છે-એવો પહેલો પક્ષ પણ ઠીક નથી, કેમ કે સ્વ(જ્ઞાન)ના કારણભૂત ગુણો પ્રત્યક્ષ આદિ પ્રમાણથી અગ્રાહ્ય છે. જો કે જે કાર્યવિશેષ છે, તો તે તે ગુણવાળા કારણપૂર્વક (જન્ય) છે. જેમ કે-પ્રાસાદ આદિ કાર્યવિશેષ. વળી કાર્યવિશેષ યથાર્થ પરિચ્છેદ છે. આ પ્રમાણે સ્વભાવતુવડે ગુણવાળા કારણપૂર્વકપણું (જન્યત્વ) સિદ્ધ થાય છે.
ઉત્તરપક્ષ – આપનું ઉપરોક્ત કથન વ્યાજબી નથી, કેમ કે-પરિચ્છેદમાં યથાવસ્થિત પરિચ્છેદપણાની અસિદ્ધિ છે. તે આ પ્રમાણે -(૧) શુદ્ધકારક (ણ) જન્યત્વથી, (૨) સંવાદિપણાથી, (૩) બાધારહિતપણાથી અને (૪) અર્થના તથાત્વથી યથાવસ્થિતાર્થ પરિચ્છેદત્વની સિદ્ધિ કહેવી જોઈએ તે સંભવતું નથી.
(૧) પરિચ્છેદના યથાવસ્થિત અર્થના પરિચ્છેદપણામાં ગુણવાળા કારણજન્યત્વની અપેક્ષા છે અને ગુણવાળા કારણજન્યત્વમાં યથાવસ્થિત અર્થપરિચ્છેદપણાની અપેક્ષા હોઈ પ્રથમ પક્ષમાં અન્યોન્યાશ્રયદોષ છે.
(૨) સંવાદના અર્થીઓના વિજ્ઞાનમાં યથાવસ્થિત અર્થપરિચ્છેદવની સિદ્ધિ સિવાય યથાવસ્થિત અર્થપરિચ્છેદત્વપૂર્વક પ્રવૃત્તિનો અસંભવ છે. પ્રવૃત્તિ સિવાય અWક્રિયા સંવાદનો અસંભવ છે, તે અર્થક્રિયા સંવાદ સિવાય યથાવસ્થિત અર્થપરિચ્છેદત્ય સિદ્ધિનો અસંભવ છે. તેથી બીજામાં (સંવાદિપણામાં) ચક્રકદોષની આપત્તિ છે. [તપેક્ષાપેક્શક્ષિતત્વ નિવધનોગનિષ્ટ પશ્ચન્દોષ: I]
(૩) તુચ્છ સ્વભાવવાળા બાધાના અભાવનો સત્વરૂપે કે જ્ઞાપકરૂપે અસ્વીકાર હોવાથી, પર્હદાસવૃત્તિથી યથાર્થપરિચ્છેદત્વથી અન્ય જ્ઞાનરૂપ બાધાવિરહમાં વિજ્ઞાનપરિચ્છેદ વિશેષનું અવિષયપણું હોઈ, તે યથાર્થ પરિચ્છેદત્વ વ્યવસ્થાપકપણાની અનુપપત્તિ છે.
(૪) પરિચ્છેદમાં યથાર્થપરિચ્છેદત્વની સિદ્ધિમાં ચોથો અર્થતથા– સાધક નથી. કેમ કેઅન્યોન્યાશ્રયદોષ છે. જેમ કે-અર્થતથાભાવ સિદ્ધ થયે છતે તે અર્થવિજ્ઞાનમાં અર્થતથાભાવ પરિચ્છેદપણાની સિદ્ધિ છે અને અર્થતથાભાવ પરિચ્છેદપણાની સિદ્ધિથી અર્થતથાભાવની સિદ્ધિ છે.