________________
द्वितीयो भाग / सूत्र - २, सप्तमः किरणे
३३३ પિંડથી ઉત્પન્ન થતા ઘટકાર્યમાં પણ રૂપ આદિ, તે માટીના પિંડમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ કારણોમાં અવિદ્યમાન એવા કાર્ય ધર્મો (ગુણો) કારણોથી કાર્યમાં ઉદયમાં આવતા નથી પણ સ્વતઃ એવ ઉદયને પામે છે. જેમ કે-ઘટની જ પાણી લાવવાની શક્તિ. તેવી રીતે જ્ઞાનમાં પણ અર્થતથાત્વપરિચ્છેદ શક્તિ, ચક્ષુ આદિ કારણોમાં અવિદ્યમાન, ચક્ષુ આદિ કારણકલાપથી ઉત્પન્ન થતી નથી પરંતુ સ્વતઃ એવ ઉત્પન્ન થાય છે.
ઉત્તરપક્ષ – અર્થતથાભાવપ્રકાશકત્વરૂપ પ્રામાણ્યની સ્વતઃ એવ ઉત્પત્તિમાં હેતુજન્ય નહીં હોવાથી દેશ-કાળ-સ્વભાવના પ્રતિનિયમની અનુપપત્તિ છે. તે આ પ્રમાણે-ગુણવાળા ચક્ષુ આદિ કારણ હોય છતે યથાવસ્થિત અર્થની પ્રતિપત્તિ અને ગુણવાળા ચક્ષુ આદિ કારણનો અભાવ હોય છતે યથાવસ્થિત અર્થની પ્રતિપત્તિનો અભાવ છે. આવું દર્શન હોવાથી તે હેતુથી જન્યત્વની વ્યવસ્થા બરોબર છે, કેમ કે-કાર્યકારણભાવ અન્વયવ્યતિરેકના નિબંધનવાળો છે. જો આમ ન માનવામાં આવે, તો દોષવાળા ચક્ષુ આદિના અન્વયવ્યતિરેકની સત્તામાં પણ અપ્રમાણપણાની પણ સ્વતઃ એવ ઉત્પત્તિનો પ્રસંગ આવશે ! વળી ઇષ્ટાપત્તિ પણ ન થઈ શકે, કેમ કે-અપસિદ્ધાન્તતાનો પ્રસંગ આવે !
૦ પ્રત્યક્ષ આદિથી નહીં ઉપલબ્ધ થતા પણ સ્વકારણ ચક્ષુ આદિ ગત દોષોમાં અપ્રામાણ્યની ઉત્પત્તિમાં, કારણતાની માફક ચક્ષુ આદિમાં રહેલ ગુણોમાં પણ પ્રામાણ્યની ઉત્પત્તિમાં કારણતામાં બાધકનો અભાવ હોવાથી શક્તિરૂપ પ્રામાણ્ય પણ સ્વત એવ ઉત્પન્ન થવાને યોગ્ય નથી.
જો સ્વતઃ એવ ઉત્પત્તિ માનવામાં આવે, તો અયથાર્થપરિચ્છેદમાં શક્તિરૂપ અપ્રામાણ્યની કોઈનાથી પણ કરવાની તાકાત નહીં હોવાથી, તે અપ્રામાણ્ય સ્વતઃ એવ ઉત્પન્ન થઈ જશે ! કેમ કે તે અપ્રામાણ્યના કારણભૂત તિમિરાદિ દોષવાળા ચક્ષુ આદિમાં તે શક્તિનું અવિદ્યમાનપણું છે.
૦ ઇન્દ્રિય આદિના પોતાનામાં અવિદ્યમાન પણ જ્ઞાનરૂપતાની માફક તાદશ શક્તિના આવિર્ભાવકપણામાં બાધકનો અભાવ હોઈ જ્ઞાનવિશેષોની સ્વતઃ ઉત્પત્તિ નહીં હોવાથી, તે જ્ઞાનવિશેષનિષ્ઠ શક્તિઓની સ્વતઃ એવ ઉત્પત્તિનો અસંભવ છે.
૦ વળી શક્તિઓ જ્ઞાનથી અલગ નથી, કેમ કે-સ્વ(શક્તિ)ના આધારરૂપે અભિમત ભાવરૂપ કારણોથી ભાવની ઉત્પત્તિમાં પણ સ્વનો આશ્રય (ભાવજ્ઞાન) એક છે. તેથી ભાવજ્ઞાનથી નહિ થતી (સ્વતઃ એવ થતી) શક્તિઓના સંબંધનો અસંભવ છે.
૦ જ્ઞાનથી ભિન્ન શક્તિઓમાં કાર્ય-કારણભાવથી ભિન્ન સંબંધનો અસંભવ છે, કેમ કે-આધારઆધેયભાવમાં પણ કાર્ય-કારણભાવનો નિયમ છે.
૦ ધર્મ-ધર્મભાવ સંબંધ પણ નથી, કેમ કે-શક્તિમાં અપાતંત્ર્યપણામાં ધર્મપણાનો અસંભવ છે.
શંકા – અર્થતથાભાવપ્રકાશનરૂપ પ્રામાણ્યના સ્વસામગ્રીથી જ્ઞાનોત્પત્તિમાં પણ અસ્વીકારમાં તે વિજ્ઞાનનું શું સ્વરૂપ છે? સ્વસામગ્રીથી જ્ઞાનોત્પત્તિ સિવાય વિજ્ઞાનનું સ્વરૂપ આપના મતે સંભવતું નથી. વળી સ્વસામગ્રીથી જ્ઞાનોત્પત્તિ થયે છતે પણ વિજ્ઞાનસ્વરૂપ પેદા થતું નથી અને પછીથી તેનાથી ભિન્ન સામગ્રીથી ઉત્પન્ન થાય છે. આવી માન્યતામાં વિરૂદ્ધ ધર્મના અધ્યાસથી અને કારણના ભેદથી ભેદ થઈ જાય! કેમ કે-તે વિરૂદ્ધ ધર્માધ્યાસ અને કારણભેદમાં ભેદના હેતુપણાનો સ્વીકાર છે ને?