________________
३२२
तत्त्वन्यायविभाकरे
આગમાભાસનું નિરૂપણ ભાવાર્થ – “અનાપ્તપુરુષે રચેલ વચનથી જન્ય અયથાર્થ શાબ્દજ્ઞાન, એ “આગમાભાસ' છે. તેનું વચન પણ આગમાભાસ છે. આગમનું નિરૂપણ સમાપ્ત થાય છે.”
વિવેચન – અયથાર્થ વક્તાના વચનથી પેદા થયેલું જે અયથાર્થ શાબ્દજ્ઞાન, તે આગમાભાસ છે. પોતાના વિનોદ આદિ માટે ક્રીડાપરાયણ, રાગથી આક્રાન્ત પુરુષ' કોઈ એક બીજી વસ્તુને નહીં મેળવનારો, બાળકોની સાથે ક્રીડાની અભિલાષાથી, “નર્મદા નદીના કિનારે તાલ અને હિતાલ વૃક્ષની નીચે એકઠા થયેલા, ખજૂર સુલભ છે, માટે તે બાળકો ! જલ્દી જાઓ જાઓ'-આવું વાક્યનું ઉચ્ચારણ કરે છે. તે વાક્યજન્ય જે શાબ્દબોધ છે, તે વિસંવાદી હોવાથી આગમાભાસરૂપ છે. તાદશ જ્ઞાનજનક વાક્ય પણ કારણમાં કાર્યોપચારથી આગમાભાસરૂપ જ છે. તેથી આ પ્રમાણે પરોક્ષ પ્રમાણના પાંચમા ભેદરૂપ આગમપ્રમાણ સંક્ષેપથી નિરૂપિત કરેલ છે, જે સમાપ્ત થાય છે.
ઇતિ તપાગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ તત્ત્વન્યાયવિભાકર'ની સ્વોપન્ન “ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યામાં-ટીકામાં “આગમ નિરૂપણ' નામનું છઠું કિરણ સમાપ્ત થયેલ છે.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજયભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં
છઠ્ઠા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.