________________
तत्त्वन्यायविभाकरे
સ્થાણુપણાને અને પુરુષપણાને ઉચિત દેશમાં અતિ પ્રકાશથી રહિત-અંધકારથી કલુષિતકાળમાં ઉંચાઈ માત્રરૂપ સામાન્યને જોતાં, સ્થાણુગત વક્ત્ર-કોટર (મુખરૂપ બખોલ)-પક્ષીનો માળો વગેરેને અને પુરુષગત વસ્ત્રનું આચ્છાદન, માથું ખંજવાળવું, ચોટલીબંધન વગેરે વિશેષોને નહિ મેળવનાર કે જાણનાર પુરુષને તથા તે બંનેના વિશેષોને સ્મરણ કરનાર પુરુષને, આ સ્થાણુ છે કે પુરુષ છે ?-આવો સંશય ઉગે છે.
સાધકપ્રમાણના અભાવથી અને બાધકપ્રમાણના અભાવથી અનિશ્ચિત અનેક અંશોનું અવગાહિશાન સંશય છે.
૦ અનેકાન્તવાદમાં વિશેષની ઉપલબ્ધિ (સાક્ષાત્કાર) અપ્રતિહત જ છે, કેમ કે-સ્વરૂપ-૫૨રૂપ આદિ વિશેષોની પ્રત્યેક પદાર્થમાં ઉપલબ્ધિ છે. તથાચ વિશેષોની ઉપલબ્ધિમાં કેમ સંશય સંભવે ? કેમ કેઅવચ્છેદકના ભેદથી વિવક્ષાના વિષયભૂત સત્ત્વ-અસત્ત્વનો એક ઠેકાણે વિરોધ નહીં હોવાથી સંશયના લક્ષણનું આક્રમણ નથી. વળી આ પ્રમાણે સંશયના મૂળવાળા અપ્રતિપત્તિદોષનો અને વસ્તુવ્યવસ્થાના અભાવરૂપ દોષનો અભાવ છે.
३२०
(એથી જ સાધર્મ્સની માફક અસ્તિત્વધર્મનો નાસ્તિત્વધર્મની સાથે અવિનાભાવ સંબંધ છે, કેમ કેવિશેષણ છે. જેમ સાધર્મ્સ વૈધર્મનો અવિનાભાવી છે, તેમ અસ્તિત્વ-નાસ્તિત્વધર્મ અસ્તિત્વ સિવાય રહી શકતો નથી. એથી જ અસ્તિત્વ અને નાસ્તિત્વનો અવિનાભાવી સંબંધ હોવાથી સ્યાદ્વાદમાં ઉક્ત વિરોધ આદિ દોષ આવી શકતા નથી. જે એકાન્તવાદી લોક અસ્તિત્વ-નાસ્તિત્વ, સામાન્ય-વિશેષને પરસ્પર નિરપેક્ષ માને છે, તેઓના મતમાં વિરોધ આદિ દોષો આવે છે.)
[ઘટ વગેરે દ્રવ્યથી જે છે, તે પાર્થિવ આદિ દ્રવ્યની અપેક્ષાએ ઘટ માટીનો વિકાર હોઈ પાર્થિવરૂપે છે, કરા વગેરે જળનો વિકાર હોઈ જળરૂપે છે. એવી રીતે બીજાઓ પોતાના ઉપાદાનભૂત દ્રવ્યરૂપે છે, પરંતુ ઘટ જળરૂપે, કરા વગેરે માટીરૂપે એટલે પરદ્રવ્યરૂપે નથી. જો પરરૂપે છે-એમ માનો, તો ઘટ જળની બનાવટ, કરા વગેરે માટીની બનાવટ થતાં સઘળી વસ્તુ સર્વ આત્મક બની જશે, એવી આપત્તિ આવશે.
પાટલિપુત્ર આદિ ગામમાં રહેલ ઘટાદિનું, તે તે ક્ષેત્રની સાથે આધાર-આધેયભાવના અનુરોધથી કથંચિત્ તે તે ક્ષેત્રની સાથે તાદાત્મ્ય સ્વીકારવું જોઈએ, કેમ કે-કથંચિત્ તાદાત્મ્ય કથંચિત્ સર્વસંબંધવ્યાપક છે, જેથી વિશિષ્ટ બુદ્ધિનિયામક સંબંધ છે. વળી જેથી વિશિષ્ટ બુદ્ધિ થતી નથી, તે સંબંધ જ થતો નથી : અને વિશિષ્ટ બુદ્ધિ વિશિષ્ટરૂપ વિષયે હોયે છતે જ થઈ શકે છે તથા વિશિષ્ટ વિષય વિશેષણ વિશેષ્યની સાથે કથંચિત્ અભિન્ન જ છે. ભિન્નત્વમાં, વિશિષ્ટ રૂપ-દંડવિશિષ્ટ પુરુષ-ક્ષેત્રવિશિષ્ટ પુરુષ આદિમાં વિશેષણ વિશેષ્યથી ભિન્નત્વના અવિશેષથી અન્ય વિશેષકનો અભાવ હોવાથી વિલક્ષણતાનો અસંભવ છે, માટે ‘તભિન્નાભિન્નસ્ય તદ્ અભિન્નત્વ' આવા નિયમથી વિશેષણથી અભિન્ન વિશિષ્ટ સ્વરૂપથી અભિન્ન વિશેષ્યમાં વિશેષણાભિન્નત્વ થાય છે, માટે સંબંધ માત્ર વ્યાપક કથંચિત્ તાદાત્મ્ય છે.
તથાચ પાટલિપુત્ર ગ્રામસ્થિત ઘટ આદિમાં આધાર-આધેયભાવરૂપ સંબંધના બળથી કથંચિત્ અભેદ વ્યવસ્થિત થયે છતે ક્ષેત્રથી પાટલિપુત્ર આદિ રૂપે ઘટાદિનું અસ્તિત્વ છે. એવી રીતે તે તે ગ્રામ-દેશ આદિમાં રહેલનું તે તે ગ્રામ-દેશ આદિરૂપે અસ્તિત્વ છે, પોતાના અનાધાર ક્ષેત્રકાન્યકુબ્જ આદિ રૂપે અસ્તિત્વ