________________
द्वितीयो भाग / सूत्र - ३४, षष्ठ किरणे
३१९
રીતે વધ્યઘાતકલક્ષણ વિરોધ છે? અપેક્ષાદ્વારા એક ઠેકાણે સત્ત્વ-અસત્ત્વના સ્વીકારમાં તુલ્ય બળવાળા હોઈ, તે સત્ત્વ-અસત્ત્વમાં વધ્યઘાતકભાવ નથી.
(4) સહ અનવસ્થાનરૂપ વિરોધ નથી. કાળભેદથી એક સ્થાનમાં વર્તમાન શ્યામત્વ અને પીતત્વમાં જ સહાનવસ્થાનરૂપ વિરોધનો સંભવ છે. ખરેખર, ઉત્પન્ન થતો શ્યામ પીતપણાનો વિનાશ કરે છે. તેવી રીતે અહીં અસ્તિત્વ અને નાસ્તિત્વ પૂર્વ-ઉત્તરકાળમાં થનાર નથી. જો અસ્તિત્વના કાળમાં નાસ્તિત્વનો અભાવ સ્વીકારવામાં આવે, તો સઘળું સત્ થઈ જાય ! જો નાસ્તિત્વના કાળમાં અસ્તિત્વ માત્રનો અભાવ સ્વીકારવામાં આવે, તો સત્ત્વના આધારભૂત બંધ અને મોક્ષનો વ્યવહાર વિરૂદ્ધ થશે ! સર્વથા અસમાં આત્મલાભ(સ્વરૂપલાભ)નો અસંભવ છે, સર્વથા સમાં વિનાશનો અસંભવ છે.
() પ્રતિબધ્ધ પ્રતિબંધક ભાવરૂપ વિરોધ પણ નથી. ચંદ્રકાન્તમણિ અને દાહમાં પરસ્પર પ્રતિબધ્ધ પ્રતિબંધક વિરોધ છે, કેમ કે-દાહ પ્રત્યે પ્રતિબંધક ચંદ્રકાન્ત મણિ રહેતે છતે અગ્નિથી દાહ ઉત્પન્ન થતો નથી. દાહ અને ચન્દ્રકાન્ત મણિની માફક અસ્તિત્વ અને નાસ્તિત્વમાં પ્રતિબધ્ધ પ્રતિબંધકરૂપ વિરોધ નથી, કેમ કે-જે સમયે પદાર્થમાં અસ્તિત્વધર્મ છે, તે જ સમયમાં પરદ્રવ્ય આદિની અપેક્ષાએ નાસ્તિત્વધર્મ હાજર છે. તેવી રીતે જે સમયે પરદ્રવ્ય આદિની અપેક્ષા નાસ્તિત્વધર્મ છે, તે સમયે સ્વદ્રવ્ય આદિની અપેક્ષા અસ્તિત્વધર્મ હાજર છે; કેમ કે-સ્વરૂપથી અસ્તિત્વના કાળમાં પણ પરરૂપ આદિથી નાસ્તિત્વ પ્રતીતિસિદ્ધ છે.
(૨) એથી જ અસ્તિત્વ અને નાસ્તિત્વમાં વિરોધ નહીં રહેવાથી, અસ્તિત્વ અને નાસ્તિત્વ એક અધિકરણવૃત્તિ હોવાથી વૈયધિકરણ નામક દોષ નથી.
(૩) અનવસ્થા નામક દોષ નથી આવતો, કેમ કે-અનંતધર્માત્મક વસ્તુ પ્રમાણથી પ્રતિપન્ન હોઈ અપદાર્થ પરંપરાની કલ્પનાનો અભાવ છે, (પ્રત્યેક વસ્તુમાં અનેક ધર્મ પ્રમાણથી સિદ્ધ છે. જેમ માતાપિતાની પરંપરા પ્રમાણસિદ્ધ છે, તેમ સપ્તભંગી પ્રમાણસિદ્ધ છે. એથી જ કેવળ કલ્પના અનંત હોવાથી સ્યાદ્વાદમાં અનવસ્થાદોષ આવી શકતો નથી. જેમ ઘટવ ધર્મમાં ઘટત્વ ધર્મની કલ્પના કરાતી નથી, તેમ અસ્તિત્વ આદિમાં પણ બીજા અસ્તિત્વ આદિની કલ્પના કરી શકાતી નથી.) પણ સાચી અનવસ્થાનો સ્વીકાર છે, માટે દુષ્ટ અનવસ્થાનો સ્વીકાર નથી.
(૪-૫) સંકર અને વ્યતિકર નામનો દોષ નથી, કેમ કે-પ્રતીતિસિદ્ધ અર્થમાં કોઈપણ દોષનો સંભવ નથી. દોષો પ્રતીતિથી અસિદ્ધ પદાર્થવિષયવાળા હોય છે. પરસ્પર અનુવિદ્ધ સત્ત્વ-અસત્ત્વ, જાત્યંતર આત્મક હોઈ એકાન્ત સત્ત્વના આલંબનવાળા દોષનો અસંભવ છે.
(અસ્તિત્વ-નાસ્તિત્વ અવિરોધી સિદ્ધ હોવાથી અસ્તિરૂપને નાસ્તિ કહેવાતું નથી, માટે સંકર નથી. અસ્તિને નાસ્તિ અને નાસ્તિને અસ્તિ કહેવાતું નથી, માટે વ્યતિકરદોષ નથી; કેમ કે-વસ્તુ સ્વચતુષ્ટયથી અસ્તિરૂપ અને પરચતુટ્યથી નાસ્તિરૂપ છે.)
(૭-૮) સંશયદોષ લાગુ પડતો નથી. ખરેખર, તે સંશય સામાન્યના પ્રત્યક્ષથી, વિશેષના અપ્રત્યક્ષથી અને વિશેષના સ્મરણથી પેદા થાય છે.