________________
૨૧૨
तत्त्वन्यायविभाकरे ઘટનક્રિયાકર્તુત્વરૂપ સ્વરૂપથી ઘડો છે, પરરૂપથી નથી. ઉભય પ્રકારે પણ અસ્તિત્વમાં ભિન્ન પ્રવૃત્તિના નિમિત્તનો અભાવ હોઈ શબ્દભેદ ન થાય ! ઉભય પ્રકારે પણ નાસ્તિત્વમાં ઘટાદિ શબ્દોમાં નિરર્થકતાની આપત્તિ આવી જાય !
આ પ્રમાણે સમ્મતિતર્ક ગ્રંથ આદિ અનુસાર નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી ભેદવાળા ઘટાદિમાં ચિકીર્ષિત-અચિકીર્ષિત કરવાની ઇચ્છાના વિષયભૂત અને અવિષયભૂત)ના પ્રકારથી સત્ત્વ અને અસત્ત્વ તથા તે બેથી એકીસાથે અવાચ્યત્વ વિચારવું.
વળી વિપર્યયમાં પ્રતિનિયત (ચોક્કસ) વ્યવહારનો ઉચ્છેદ બાધક-પ્રતિબંધક છે.
[ઘટ આદિમાં ચિકીર્ષિતરૂપે સત્ત્વ, અચિકીર્ષિતરૂપે અસત્ત્વ, તે બંનેથી એકસાથે અવાચ્ય જાણવું. વિપર્યયમાં પ્રતિનિયત વ્યવહારનો ઉચ્છેદ બાધક છે. ચિકીર્ષિત ઘટ આદિમાં સ્વસંસ્થાનની અપેક્ષાએ સત્ત્વ અને પરસંસ્થાનની અપેક્ષાએ અસત્ત્વ, તે બેથી એકીસાથે અવાચ્યત્વ. આવી રીતથી ત્રણ ભંગો પ્રમાણ આત્મક જાણવાં.]
અહીં આ ક્રમ સમજવાનો છે.
(૧) નામ-સ્થાપના દ્રવ્ય-ભાવના ભેદવાળા ઘટાદિ પદાર્થોમાં ચિકીર્ષિત-અચિકીર્ષિત પ્રકારથી સર્વ અને અસત્ત્વ છે.
(૨) ત્યારબાદ તેમાં રહેનાર સ્થૂલતા આદિ ધર્મરૂપ સંસ્થાનની અપેક્ષાએ જેઓએ સ્વીકાર કર્યો છે પ્રતિનિયત આકાર, એવા નામાદિ ભેદ ભિન્ન ઘટાદિમાં ચિકીર્ષિત-અચિકીર્ષિત પ્રકારથી સન્ત-અસત્ત્વ છે.
(૩) ત્યારબાદ પૂર્વ-ઉત્તર કસૂલ-કપાલ આદિ મધ્યવર્તી પર્યાયરૂપ મધ્યમ અવસ્થારૂપ વર્તમાનકાલીન પર્યાયને લઈને, સ્વીકૃત પ્રતિનિયત સંસ્થાન આદિ વિશિષ્ટ નામાદિ ભેદ ભિન્ન ઘટાદિમાં ચિકીર્ષિતઅચિકીર્ષિત પ્રકારથી સન્ત-અસત્ત્વ છે.
(૪) ત્યારબાદ વર્તમાન-અવર્તમાન ક્ષણપર્યાયને લઈને મધ્યમ અવસ્થારૂપ તે ઘટાદિમાં સત્ત્વઅસત્ત્વ છે.
ન વિષયત્વ અને અવિષયત્વની અપેક્ષાએ ક્ષણપરિણતિરૂપ ઘટાદિમાં સત્ત્વ અને અસત્ત્વ છે.
(૬) ઘટ શબ્દથી અને તેનાથી અન્ય શબ્દથી વાયત્વ-અવાચ્યત્વની અપેક્ષાએ ચક્ષુર્જન્યજ્ઞાનવિષય તે ઘટાદિમાં સત્ત્વ અને અસત્ત્વ છે.
* (૭) હેય અને ઉપાદેયની અપેક્ષાએ, અંતરંગ અને બહિરંગની અપેક્ષાએ, ઉપયોગ અને અનુપયોગી અપેક્ષાએ ઘટ શબ્દથી વાચ્ય ઘટાદિમાં સત્ત્વ અને અસત્ત્વ છે.
(૮) અભિમત અર્થબોધકત્વ અને અનભિમત અર્થબોધકત્વની અપેક્ષાએ ઉપયોગના વિષયભૂત ઘટમાં સત્ત્વ અને અસત્ત્વ જાણવાં.