________________
द्वितीयो भाग / सूत्र - ३१, षष्ठ किरणे
३११ તે તે ઘટમાં વર્તમાન અર્થાત્ ઘટત્વથી આક્રાન્ત ઘટવિશેષમાં જે સ્થૂલતા આદિ ધર્મો છે, તે તેનું સ્વરૂપ છે. બીજા ઘટમાં રહેલો ધર્મવિશેષ પરરૂપ છે. આ ઘડો ચૂલતા આદિ સ્વરૂપ થઈ છે, અન્ય ઘટમાં રહેલ ધર્મથી નથી. સ્વરૂપથી પણ અસત્ત્વ માનતાં, આ ઘડો અસત્ થઈ જાય ! પરરૂપથી અસ્તિત્વના સ્વીકારમાં, સઘળા ઘડાઓની એકતાના પ્રસંગથી સામાન્યાશ્રય વ્યવહારના વિલોપનો પ્રસંગ છે, કેમ કે-અનેક ઘટમાં વર્તમાન સામાન્યનો અભાવ છે. - ૦ ક્ષણે ક્ષણે ઘટ આદિમાં સજાતીય પરિણામની ઉત્પત્તિ સિદ્ધાન્તસિદ્ધ હોઈ, ઋજુસૂત્રનયની અપેક્ષાએ વર્તમાન ક્ષણવૃત્તિ ઘટપર્યાય ઘટનું સ્વરૂપ છે. અતીત-અનાગત ક્ષણનિષ્ઠ ઘટપર્યાયો પરરૂપ છે. તથાચ વર્તમાનકાલીન પર્યાયથી ઘટ છે, બીજા ક્ષણમાં રહેનાર પર્યાયની અપેક્ષાએ નથી.
જો પરરૂપ કાળની અપેક્ષાએ ઘટનું અસ્તિત્વ સ્વીકારો, તો ઘટ એક ક્ષણવૃત્તિ ન થાય!
જો સ્વરૂપ કાળની અપેક્ષાએ ઘટનું નાસ્તિત્વ માનો, તો ઘટના વ્યવહારના વિલોપની આપત્તિ થાય ! જેમ વિનષ્ટ-અનુત્પન્ન ઘટવ્યવહારનો અભાવ છે તેમ થાય !
૦ અથવા પૂર્વ-ઉત્તર કુસૂલ-કપાલ આદિ અવસ્થાકલાપ મધ્યવર્તી ઘટનું પરરૂપ છે, મધ્યવર્તી ઘટપર્યાય સ્વરૂપ છે. તથાચ જો તાદશ પરરૂપથી પણ અસ્તિત્વ હોય, તો કુસૂલ આદિ અવસ્થામાં ઘટની ઉપલબ્ધિનો પ્રસંગ થાય ! અને ઘટપર્યાયની ઉત્પત્તિ અને વિનાશ માટે પ્રયત્નની નિષ્ફળતાનો પ્રસંગ થઈ જાય !
જો સ્વરૂપથી પણ અસ્તિત્વ ન થાય, તો ઘટકાર્ય-જલાનયન આદિ પણ ઉપલબ્ધ ન થાય !
૦ કાલવિશેષ સુધી રહેનાર કે ક્ષણ માત્ર રહેનાર ઘટમાં વર્તતો જે પૃથુબુદ્ધોદર (સાંકડા મુખવાળો, વચ્ચેથી પહોળો-ગોળ) આકાર આદિ આકાર છે તે, તે ઘટનું સ્વરૂપ છે, બીજો આકાર પરરૂપ છે. સ્વરૂપ આકારની અપેક્ષાએ તે ઘડો છે, પરરૂપ આકારથી તે ઘડો નથી.
જો ઉભય પ્રકારે સત્ત્વ માનવામાં આવે, તો તે ઘડોઆવો બીજા ઘડાઓમાં વ્યવહારનો પ્રસંગ આવી જાય ! કેમ કે-વ્યવહારો, આકાર વિશેષ સત્તાને આધીન છે. ઉભય પ્રકારે નાસ્તિત્વ માનવામાં ઘટ માત્રના અસત્ત્વનો પ્રસંગ આવી જાય !
૦ રૂપથી વિશિષ્ટ ઘડો આંખથી જોઈ શકાય છે. આવા વ્યવહારમાં રૂ૫દ્વારા ઘડો ગ્રહણયોગ્ય બને છે, માટે ઘટનિષ્ઠરૂપ ઘટનું સ્વરૂપ છે. રસ આદિ દ્વારા ઘટ ચક્ષુગ્રાહ્ય નથી, માટે રસ આદિ ઘટનું પરરૂપ છે. તે ઘડો સ્વરૂપ રૂપથી છે, પરરૂપ રસાદિથી નથી. ઉભય પ્રકારે પણ અસ્તિત્વ માનતાં રસમાં પણ ચક્ષુજન્યજ્ઞાનવિષયતાની આપત્તિ થવાથી રસના આદિ ઇન્દ્રિયની કલ્પના નિરર્થક થઈ જાય !
ઉભય પ્રકારે પણ નાસ્તિત્વમાં ઘટના અગ્રહણનો પ્રસંગ થઈ જાય, કેમ કે-ઘટાદિ જ્ઞાન રૂપાદિ જ્ઞાનની સાથે નિયત છે. -
સમભિરૂઢનયની અપેક્ષાએ શબ્દના ભેદમાં પણ અર્થભેદ ધ્રુવ હોઈ, ઘટ કુટ આદિ શબ્દોનો અર્થભેદ છે. તથાચ “ઘટતે’ ઇતિ. આવી વ્યુત્પત્તિથી જલ આહરણ આદિ ક્રિયાનું કર્તાપણું ઘટનું સ્વરૂપ છે, બીજું પરરૂપ છે.