________________
२७०
तत्त्वन्यायविभाकरे ૦ તથાચ એકધર્માત્મક વસ્તુવિષયકબોધમાં અભેદવૃત્તિના કે અભેદ ઉપચારના અનાશ્રયથી વિકલ આદેશપણાની આપત્તિથી આઠ કાળ આદિથી, ધર્મ-ધર્મીના અને તેનાથી ભિન્ન ધર્મોના અભેદની પ્રધાનતાથી અથવા કાળ આદિથી ભિન્ન ધર્મોમાં અભેદનો આરોપ થવાથી સમાનકાળમાં તેવા અશેષ ધર્માત્મક ધર્મબોધક વાક્ય “સકલ આદેશ છે” એવો તાત્પર્ય અર્થ છે.
૦ અસ્તિત્વ-નાસ્તિત્વ આદિ ધર્મોનું કાળ આદિ દ્વારા અભેદથી વૃત્તિવાળું આત્મરૂપ જ્યારે કહેવાય છે, ત્યારે એક પણ અસ્તિ આદિપદથી અસ્તિત્વ આદિરૂપ એકધર્મના બોધનદ્વારા તે અસ્તિત્વ આત્મકતાને પ્રાપ્ત સકલધર્મસ્વરૂપનું પ્રતિપાદન સંભવે છે. આવું સૂચન કરવા માટે એકધર્મબોધજનક હોતું યૌગપઘથી તે એકધમત્મક સકલધર્માત્મક પદાર્થ બોધજનક વાક્યત્વરૂપ લક્ષણ નહીં કહીને પૂર્વોક્ત-તથા પ્રકારના લક્ષણનો ઉપન્યાસ કરેલ છે.
૦ આવું લક્ષણ કરવાથી ધર્મને વિષય નહીં કરનારું ધર્મબોધક વાક્ય સકલાદેશ–આવા કથનનું ખંડન થાય છે, કેમ કે તેવા બોધની અપ્રસિદ્ધિ છે. એટલું જ નહીં પણ કોઈ એકધર્મરૂપ વિશેષણથી યુક્ત જ ધર્મી જ શાબ્દબોધમાં વિષય થઈ શકે છે.
૦ વળી અભેદવૃત્તિ દ્રવ્યાથિકનયની અપેક્ષાએ છે, કેમ કે-દ્રવ્યત્વનો અભેદ છે.
૦ અભેદનો ઉપચાર તો પર્યાયાર્થિકનયની અપેક્ષાએ છે, કેમ કે-પરસ્પર ભિન્ન ધર્મોમાં પણ એકતાનો અધ્યારોપ છે.
अथ विकलादेशस्वरूपमाह -
क्रमेण भेदप्राधान्येन भेदोपचारेण वा एकधर्मात्मकपदार्थविषयकबोधजनकવાવયં વિનાશ: II ૨૭ .
क्रमेणेति । भेदप्राधान्येनेति, पर्यायार्थिकनयस्य प्राधान्येन परस्परं भिन्नत्वाद्धर्माणामिति भावः, भेदोपचारेण वेति, प्राधान्येन द्रव्यार्थिकाश्रयतोऽभिन्नेऽपि भेदाध्यारोपेणेत्यर्थः, क्रमश्चास्त्यादिरूपैकशब्दस्य कालादिभिभिन्ननास्तित्वाद्यनेकधर्मबोधने शक्तयभावाब्दोध्यः ॥
વિકલાદેશનું સ્વરૂપવર્ણન ભાવાર્થ – “ક્રમથી ભેદની પ્રધાનતાથી કે ભેદના ઉપચારથી એકધર્માત્મક પદાર્થવિષયક બોધજનક વાક્ય “વિકલાદેશ' કહેવાય છે.
વિવેચન – ભેદની પ્રધાનતાથી એમ કહેવાનું કારણ એ છે કે-પર્યાયાર્થિકનયની પ્રધાનતાએ ધર્મોની પરસ્પર ભિન્નતા છે.
૦ ભેદના ઉપચારથી એમ કહેવાનું કારણ એ છે કે દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાની અપેક્ષાએ અભિન્ન હોવા છતાં, ભેદના અધ્યારોપથી એમ કહેલ છે.