________________
द्वितीयो भाग / सूत्र - १६, षष्ठ किरणे
२६९
प्यस्त्यादिपदेनास्तित्वादिरूपैकधर्मबोधनद्वारा तदात्मकतामापन्नस्य निखिलधर्मस्वरूपस्य प्रतिपादनं सम्भवतीति सूचयितुमेकधर्मबोधजनकं सद्योगपद्येन तदात्मकयावद्धर्मात्मकपदार्थबोधजनकवाक्यत्वमित्यनुक्त्वा तथोपन्यासः कृतः, एतेन धर्माविषयकर्मिबोधकवाक्यत्वं सकलादेशत्वं प्रत्युक्तं, तादृशबोधाप्रसिद्धः, येन केनापि धर्मेण विशेषितस्यैव धर्मिणश्शाब्दबोधविषयत्वात् । अभेदवृत्तिश्च द्रव्यार्थिकनयाश्रयणेन, द्रव्यत्वाव्यतिरेकात् । अभेदोपचारश्च पर्यायार्थिकनयाश्रयणेन परस्परभिन्नानामप्येकत्वाध्यारोपादिति ॥
આ પ્રમાણે સામાન્યથી સપ્તભંગીનું સ્વરૂપ દર્શાવ્યા બાદ વિશેષ જણાવવાની ઇચ્છાથી તે સપ્તભંગીનો વિભાગ કરે છે.
સપ્તભંગીનો વિભાગ ભાવાર્થ – “આ સપ્તભંગી સકલ આદેશ અને વિકલાદેશના ભેદથી બે પ્રકારવાળી છે. ત્યાં એકધર્મવિષયવાળા બોધનું જનક હોતું, યૌગપદ્યથી અભેદવૃત્તિદ્વારા કે અભેદ ઉપચારથી તે તે ધર્મથી અભિન્ન અનેક સકલધર્મરૂપ પદાર્થબોધજનક વાક્ય “સકલાદેશ' કહેવાય છે.”
વિવેચન – આ કથિત સ્વરૂપવાળી સપ્તભંગી, સપ્લેગીના એક એક ભંગ, સકલ આદેશ સ્વભાવવાળો અને વિકલ આદેશ સ્વભાવવાળો છે. આ તત્ત્વ આગળ કહેવાશે.
સકલાદેશનું લક્ષણ – એકધર્મવિષયક બોધજનક હોયે છતે, તે તે ધર્મથી અભિન્ન અનેક સકલધર્મ આત્મક પદાર્થબોધજનકપણું લક્ષણ છે. આ લક્ષણ, પ્રત્યેક પ્રમાણનયરૂપ સપ્તભંગી વાક્યોમાં વિદ્યમાન હોઈ નયવાક્યોમાં અતિવ્યાપ્તિ નથી. ખરેખર, સ્યાસ્પદ પ્રકૃતિ અને અપ્રકૃત સમસ્ત ધર્માત્મકપણાનું ગૌણભાવથી ઘોતન કરે છે. તથા સર્વવાક્ય, ગૌણભાવથી પ્રકૃતિ અને સમસ્ત અપ્રકૃત ધર્મ આત્મક બોધજનક છે અને પ્રધાનતાથી ઉપસ્થિત ધર્મબોધજનક હોય છે. એથી યૌગપઘથી અભેદવૃત્તિથી અથવા અભેદ ઉપચારથી, એમ કહેલું છે.
૦ વળી આ પ્રમાણે પ્રમાણવાક્યોનું સઘળા પદો મળીને પ્રધાનતયા અનંતધર્માત્મક વસ્તુના બોધનમાં જ તાત્પર્ય છે.
“ચાન્નફ્લેવ પટે:' એ વાક્યથી પ્રકૃત-અપ્રકૃત સકલધર્માત્મકપણાના સંબંધથી “અસ્તિત્વવાન પર્વ ય:' આ પ્રાથમિક બોધ પછીથી “અનંતધર્માત્મક જ સર્વ છે’– આવો ઔપાદાનિક (મુખ્ય) બોધ સકલાદેશથી જન્ય સ્વીકારાય છે.
૦તે સકલાદેશ, દ્રવ્યાર્થિક અર્પણા દ્વારા અનુપચરિત એકવિશેષતાવાળો અને પર્યાયાર્થિક અપણા દ્વારા ઉપચરિત એકવિશેષ્યતાવાળો છે. આવા તાત્પર્ય અર્થને લઈને પ્રધાન એક અર્થતાનો વ્યાઘાત નથી. સકલ આદેશથી ભિન્ન વિકલ આદેશના અર્થમાં જ ગૌણમુખ્યભાવથી બોધકતાનો નિયમ ચરિતાર્થ થાય છે.
૦ એથી જ સકલાદેશમાં જ અનંતત્વ ભિન્ન ધર્મથી અવિશિષ્ટ અનન્ત ધર્મનિષ્ઠ પ્રકારના નિરૂપિત સકલવસ્તુનિષ્ઠ વિષયતાશાલિજ્ઞાનત્વ હોઈ, કેવલજ્ઞાનની તુલ્યતાની ઉક્તિ સંગત થાય છે.