________________
तत्त्वन्यायविभाकरे
પ્રતિવાદી અસિદ્ધનું દર્શન
ભાવાર્થ – “બીજામાં પ્રતિવાદી અસિદ્ધ, જેમ કે-વૃક્ષો અચેતન છે, કેમ કે-મરણરહિત છે. આ હેતુ વૃક્ષમાં પ્રતિવાદી જૈનને અસિદ્ધ છે, કેમ કે-પ્રાણવિયોગરૂપ મરણનો સ્વીકાર છે.”
२०६
વિવેચન અન્યતર અસિદ્ધમાં આ વાદી-પ્રતિવાદીમાંથી આદિમાં પ્રતિવાદી અસિદ્ધને છે. ‘પ્રતિવાદ્યસિદ્ધ' ઇતિ. આ વાદી બૌદ્ધનું અનુમાન છે. ‘મરગતિત્વા’િતિ । વિજ્ઞાનનો-ઇન્દ્રિયોનો-આયુષ્યનો નિરોધ (અભાવ) મરણ કહેવાય છે. સંગમન કરે છે કે- ‘હેતુથ્થમિતિ ।' હેતુને કહે છે કે - ‘પ્રાòતિ ।’ પ્રતિવાદી જૈનોના આગમમાં પ્રતિવાદીના પ્રમાણના વિષયપણાએ વૃક્ષોમાં પણ વિજ્ઞાન-ઇન્દ્રિય-આયુષ્યને પ્રમાણથી સ્થાપિત કરેલ છે.
:
શંકા – આ ભેદમાં હેત્વાભાસપણું સંભવતું નથી, કેમ કે-પ્રતિવાદીએ ઉદ્ભાવિત અસિદ્ધિને વિચારી, ત્યાં વાદીએ પ્રમાણ અનુભાવિત કર્યે છતે, પ્રમાણના અભાવથી જ બંનેની અસિદ્ધિ છે ઃ અને પ્રમાણ ઉદ્ભાવિત કર્યે છતે, બંનેમાં જ તેની સિદ્ધિ હોવાથી અન્યતર અસિદ્ધપણાનો અસંભવ છે; કેમ કે-પ્રમાણ પક્ષપાતી નથી. ‘જ્યાં સુધી અનુભાવન, ત્યાં સુધી અસિદ્ધ છે’-એમ નહીં કહેવુ, કેમ કે-જો તેમ માનવામાં આવે, તો ગૌણપણાની આપત્તિ છે. ‘રત્ન આદિ પદાર્થ જ્યાં સુધી તત્ત્વથી અપ્રતીયમાન થાય, ત્યાં સુધી મુખ્યપણે તેનો આભાસ થાય છે' એવું નથી. વળી જો અન્યતર અસિદ્ધ વસ્તુતઃ હેત્વાભાસ છે, તો વાદી નિગૃહિત થાય ! નિગૃહિત પછીથી અભિગ્રહ, એવું કથન યુક્ત નથી. વળી પછીથી હેતુસમર્થન યુક્ત નથી, કેમ કે-વાદ નિગ્રહના અંતવાળો છે ને ?
-
સમાધાન – સમ્યગ્ હેતુપણાને સ્વીકારનાર (જાણનાર) પણ તે સમ્યગ્ હેતુપણાના સમર્થન (સાધક)ન્યાયના વિસ્મરણ આદિના નિમિત્તથી, વાદી જ્યારે પ્રતિવાદીને સમજાવવા શક્તિમાન થતો નથી અને અસિદ્ધતાને સ્વીકારતો નથી, ત્યારે અન્યતર અસિદ્ધપણાએ જ અપ્રતિભાસમાન પણ હેતુમાં અસિદ્ધ હેતુ છે. આ પ્રમાણેનો વ્યવહાર થવાથી ગૌણ જ અસિદ્ધપણું છે. તેના બળથી આ હેત્વાભાસ મુખ્ય થઈ શકતો નથી. વળી પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ-પ્રતિજ્ઞાન્તર આદિ નિગ્રહસ્થાનોમાં હેત્વાભાસનું પણ પરિણમન થવાથી, અન્યતર અસિદ્ધરૂપ હેત્વાભાસરૂપ નિગ્રહસ્થાનની પ્રાપ્તિથી, નિગૃહિતવાદી તેના પરિહાર માટે ત્યાં પ્રમાણનો ઉપન્યાસ કરવા માટે યોગ્ય થતો નથી; કેમ કે-વાદ નિગ્રહ સુધી જ હોય છે. તે નિગૃહિત થાય છે. એ પ્રમાણે સ્વ અનલ્યુપગમથી પણ ‘પરને સિદ્ધ છે.' આ પ્રમાણે આટલાથી જ સ્થાપન કરાતો હેતુ ‘અન્યતર અસિદ્ધ’ નિગ્રહસ્થાન થાય છે. ઇતિ વાદી અસિદ્ધિનું ઉદાહરણ. જેમ કે-ઘટ.સુખ વગેરે અચેતન છે, કેમ કે-ઉત્પત્તિ છે. જૈન વાદી સાંખ્યને ઉત્પત્તિમત્ત્વ અસિદ્ધ છે, કેમ કે-તેના મતમાં આવિર્ભાવનો જ સ્વીકાર છે.
सम्प्रति विरुद्धं लक्षयति
साध्यधर्मविपरीतव्याप्तिको हेतुर्विरुद्धः । यथा शब्दो नित्यः कार्यत्वादिति, कार्यत्वमनित्यत्वव्याप्यम् ॥ ६ ॥
-
अत्र