________________
द्वितीयो भाग / सूत्र - ३४-३५, चतुर्थः किरणे
१८७ અભાવ છે. આમ સાધ્યવિરૂદ્ધ સુખકારણની અનુપલબ્ધિ છે. સઘળી વસ્તુ અનેકાન્ત આત્મક છે, કેમ કેએકાન્ત સ્વભાવની અનુપલબ્ધિ છે. આમ સાધ્યવિરૂદ્ધ સ્વભાવની અનુપલબ્ધિ છે.”
વિવેચન – ‘અતિ=આ પાંચ પ્રકારના હેતુઓ પૈકી બાકીનું સ્પષ્ટ છે. વિરૂદ્ધકારણ અનુપલબ્ધિને કહે છે કે-“અતીતિ સ્પષ્ટ છે. વિરૂદ્ધ સ્વભાવની અનુપલબ્ધિને કહે છે કે-“સર્વ'મિતિ અનેકાન્તાત્મક અનેક ધર્મસ્વરૂપવાળું કહેવાય છે અને કાત્મકત્વ સાધ્યધર્મ છે. સર્વ આત્તર બાહ્ય પદાર્થ સમુદાય ધર્મી(પક્ષ) છે. એકાન્ત સ્વભાવ સત્ કે અસત્ અર્થાત્ બેમાંથી એક, તેની="એકાન્ત સ્વભાવની અનુપલબ્ધિ હોવાથી અહીં સાધ્ય અનેકાન્ત સ્વભાવની સાથે વિરૂદ્ધ જે સ્વભાવ સસ્વભાવ કે અસ્વભાવ, તેનો પ્રમાણ માત્રથી અનુપલંભરૂપ આ હેતુ છે. ખરેખર, પ્રમાણોથી-સ્વરૂપથી =સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાએ સસ્વરૂપી છે. પરરૂપથી (પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ) અસત્સ્વરૂપી હોતા, સામાન્ય-વિશેષ આત્મક, નિત્યત્વ-અનિત્યત્વ આદિ અનેક ધર્મવાળાઓ જ પદાર્થો પ્રતીત થાય છે. કેવળ સરૂપ કે અસરૂપ, સામાન્યસ્વરૂપી કે વિશેષસ્વરૂપી, નિત્ય કે અનિત્યરૂપ પદાર્થો પ્રતીત થતા નથી; કેમ કેઅનેકાન્ત આત્મક તે પદાર્થોથી વિરૂદ્ધ સ્વભાવ-એકાન્ત સ્વભાવની અનુપલબ્ધિના બળથી અનેકાન્ત આત્મકત્વ સિદ્ધિ છે.
चतुर्थं पञ्चमञ्च हेतुमाह -
अस्त्यत्र छाया औष्ण्यानुपलब्धेरिति साध्यविरुद्धतापव्यापकानुपलब्धिः । अस्त्यस्य मिथ्याज्ञानं सम्यदर्शनानुपलब्धेरिति साध्यविरुद्धसम्यग्ज्ञानसहचरानुपलब्धिः ।३५।
अस्त्यत्रेति । स्पष्टम् । विरुद्धसहचरानुपलब्धि दृष्टान्तयति, अस्तीति स्पष्टम्, समाप्तो હેતુવિમા
ચોથા અને પાંચમા હેતુને કહે છે ભાવાર્થ – “અહીં છાયા છે, કેમ કે-ઉષ્ણતાની અનુપલબ્ધિ છે. આમ વિધેયથી વિરૂદ્ધ તાપની સાથે વ્યાપક ઉષ્ણતાની અનુપલબ્ધિ હોઈ વિરૂદ્ધ વ્યાપકાનુપલબ્ધિરૂપ હેતુ છે. આ આત્મામાં મિથ્યાજ્ઞાન છે, કેમ કે સમ્યગ્દર્શનની અનુપલબ્ધિ છે. આમ વિધેયરૂપ મિથ્યાજ્ઞાનથી વિરૂદ્ધ સમ્યજ્ઞાન છે. તે સમ્યજ્ઞાન સહચારી સમ્યગ્દર્શનની અનુપલબ્ધિ હોઈ વિરૂદ્ધ સહચરાનુપલબ્ધિરૂપ હેતુ છે.
વિવેચન – સ્પષ્ટ છે. અહીં હતુવિભાગ સમાપ્ત થાય છે. આ પ્રમાણે હેતુઓના નિરૂપણથી ધર્મીસાધ્ય સાધનોનું (પક્ષ-વિધેય-હેતુઓનું) સકળપણાએ નિરૂપણ થવાથી અનુમાનનું નિરૂપણ થયું, પણ તે અનુમાનમાં કાંઈક વિશેષ જણાવવા માટે કહે છે.
इत्येवं हेतुनिरूपणेन धर्मिसाध्यसाधनानां साकल्येन निरूपणादनुमाने निरूपितेऽपि तत्र किञ्चिद्विशेष ज्ञापयितुमाह -