________________
१८४
तत्त्वन्यायविभाकरे
આદિ એકજ્ઞાનસંસર્ગી નથી. ખરેખર, એક ઇન્દ્રિયથી ગ્રાહ્ય, લોચન આદિ પ્રણિધાન, અભિમુખ વસ્તુ એમ બે, પરસ્પર અપેક્ષાવાળા એકજ્ઞાનસંસર્ગી છે, એમ કહેવાય છે. ખરેખર, વિદ્યમાન તે બન્નેમાં એક નિયત અભાવની પ્રતિપત્તિ નથી, કેમ કે-બંનેમાં યોગ્યતાની અવિશિષ્ટતા છે-સમાનતા છે.
૦ વળી આ પ્રમાણે કલ્પિત-આરોપિતમાં એકજ્ઞાનસંસર્ગીપણું સિદ્ધ થયે છતે, એકજ્ઞાનસંસર્ગી પદાર્થાન્તરના ઉપલંભમાં યોગ્યતાથી સંભાવિત દેશ્ય ઘટની અનુપલબ્ધિ સિદ્ધ થાય છે. (કેવળ ભૂતલનું પ્રત્યક્ષપણું થવાથી તે ભૂતલસ્વરૂપ ઘટાભાવનું પણ પ્રત્યક્ષપણું થઈ જાય છે, તો શા માટે તે ઘટાભાવ સ્વભાવની અનુપલબ્ધિથી સધાય છે? આના જવાબમાં તમારું કથન ઠીક છે, પરંતુ “બધું બધે વિદ્યમાન છેઆવા કુમતથી વાસિત અંતઃકરણવાળો જે પ્રત્યક્ષ પ્રતિપન્ન એવા ઘટાદિના અભાવમાં ભ્રમિત થાય છે, તે અનુપલંભનું નિમિત્ત કરી સમજાવાય છે.)
व्यापकानुपलब्धिकार्यानुपलब्धिकारणानुपलब्धि दर्शयति
अत्र शिंशपा नास्ति वृक्षाभावादित्यविरुद्धव्यापकानुपलब्धिर्नास्त्यत्र सामर्थ्यवद्वीजमकरानवलोकनादित्यविरुद्धकार्यानुपलब्धिः । नास्त्यत्र धूमो वह्नयभावादित्यविरुद्धવIRUાનુપસ્થિ : II રૂ? II
अत्रेति । प्रतिषेध्यशिशपाऽविरुद्धव्यापकवृक्षानुपलब्ध्या शिशपाप्रतिषेधः क्रियत इति भावः । कार्यानुपलब्धि दर्शयति नास्त्यत्रेति । अङ्कुरादेरनुपलम्भे सत्यपि क्वचिद् बीजदर्शनाद्वयभिचारवारणाय सामर्थ्यवदिति, तथा चाङ्करानुपलम्भे बीजमात्राभावो न प्रयोजकः, किन्तु सामर्थ्यवद्वीजाभाव इति न व्यभिचार इति भावः । कारणानुपलब्धिमाह नास्तीति स्पष्टम् ॥
વ્યાપક અનુપલબ્ધિ, કાર્ય અનુપલબ્ધિ અને કારણાનુપલબ્ધિઓનું દર્શન ભાવાર્થ – “અહીં શિશપ (સીસમનું વૃક્ષ) નથી, કેમ કે-વૃક્ષ નથી. આ પ્રમાણે અવિરૂદ્ધ વ્યાપક અનુપલબ્ધિરૂપ હેતુ છે. અહીં સમર્થ બીજ નથી, કેમ કે-અંકુરો દેખાતો નથી. આ પ્રમાણે અવિરૂદ્ધ કાર્યાનુપલબ્ધિરૂપ હેતુ છે. અહીં ધૂમ નથી, કેમ કે-વહિં નથી. આ પ્રમાણે અવિરૂદ્ધ કારણની અનુપલબ્ધિરૂપ હેતુ છે.” - વિવેચન – પ્રતિષેધ્ય શિંશપાની સાથે અવિરૂદ્ધ વ્યાપક વૃક્ષની અનુપલબ્ધિથી શિશપાનો પ્રતિષેધ કરાય છે, એવો ભાવ છે. કાર્યાનુપલબ્ધિને બતાવે છે કે-અંકુર આદિના અનુપલંભ હોય છતે પણ ક્વચિત્ બીજનું દર્શન હોવાથી, વ્યભિચારના વારણ માટે “સામર્થ'વલિતિ . તથાચ અંકુરના અનુપલંભમાં બીજ માત્રનો અભાવ પ્રયોજક નથી, પરંતુ સમર્થ બીજનો અભાવ પ્રયોજક છે માટે વ્યભિચાર નથી. કારણાનુપલબ્ધિને કહે છે કે સ્પષ્ટ છે. (જો કે કારણાનુપલબ્ધિમાં વ્યાપકાનુપલબ્ધિરૂપતા છે, કેમ કે-કાર્યકારણમાં
२. यद्यपि कारणानुपलब्धापकानुपलब्धिरूपत्वं, कार्यकारणयोः व्याप्यव्यापकभावात्तथापि कार्यानुपलब्धिसाहचर्येण कारणानुपलब्धेरप्युपस्थितेविशेषज्ञानार्थ पृथनिर्देशो बोध्यः ॥