________________
द्वितीयो भाग / सूत्र - २९-३०, चतुर्थः किरणे
१८३ निश्चयश्च घटस्यैकज्ञानसंसर्गिणि प्रदेशादावुपलभ्यमानत्वात् घटप्रदेशयोरुपलम्भकारणस्य तुल्यत्वात् । यद्देशवृत्तित्वेन यस्य कल्पना स एव तेनैकज्ञानसंसर्गी न देशान्तरस्थः, एकेन्द्रियग्राह्यं हि लोचनादिप्रणिधानाभिमुखवस्तुद्वयमनोन्यापेक्षमेकज्ञानसंसर्गीत्युच्यते तयोहि विद्यमानयोःकनियताभावप्रतिपत्तिर्योग्यताया द्वयोरप्यविशिष्टत्वात् । एवञ्च कल्पितस्यैकज्ञानसंसर्गित्वे सिद्धे एकज्ञानसंसर्गिपदार्थान्तरोपलम्भे योग्यतया सम्भावितस्य घटस्य दृश्यस्यानुपर्लम्भस्सिद्ध्यति ॥
પ્રતિષેધ્ય પદાર્થના પ્રતિષેધશાપક સ્વભાવનુપલબ્ધિરૂપ પ્રતિષેધહેતુનું નિદર્શન ભાવાર્થ- “અહીં ભૂતલમાં ઘડો નથી, કેમ કે-દશ્ય હોવા છતાં તેના સ્વભાવનો અનુપલંભ છે. આમ અવિરૂદ્ધ સ્વભાવની અનુપલબ્ધિરૂપ નિષેધહેતુ છે.”
વિવેચન – ભૂતલમાં પ્રત્યક્ષ વિષયભૂત કુંભસ્વભાવની અનુપલબ્ધિ હોવાથી કુંભનો પ્રતિષેધ સિદ્ધ થાય છે. ઘટવિષયક ચાક્ષુષ પ્રત્યક્ષજનક ઘટ-ઘટવ્યાપ્ય અન્ય આલોક આદિ હોયે છતે પ્રત્યક્ષ યોગ્યતા પ્રાપ્ત ઘટ, તેનો સ્વભાવ પૃથુબુદન આદિ આકાર વિશિષ્ટ ઘટસ્વરૂપ છે તેનો અનુપલંભ-વિષયપણાએ તેની ઉપલબ્ધિનો અભાવ છે.
૦ પિશાચ આદિમાં વ્યભિચારના વારણ માટે તેના સ્વરૂપમાં દશ્યત્વરૂપ વિશેષણ ગ્રહણ કરેલ છે. ખરેખર, પિશાચ આદિનો સ્વભાવ કદાચિત્ દશ્ય નથી, તેથી નાસ્તિપણાએ તે પિશાચો જાણી શકાતા નથી.
શંકા- જે જ્યાં નથી, તે કેવી રીતે દશ્ય? વળી જો દશ્ય છે, તો કેવી રીતે તેનું નાસ્તિત્વ?
સમાધાન – સર્વત્ર નિષેધ્ય આરોપવિષય હોય છે. ખરેખર, આ ઘટનું રૂપ આરોપિત કરીને નિષેધાય છે. જો અહીં ઘડો હોય, તો તે દેખાવો જોઈએ પણ ઘડો અહીં દેખાતો નથી માટે નથી. અદર્શન પ્રયુક્ત ઘટની અસત્તા છે.
શંકા – અદશ્ય પણ પિશાચ આદિનો દશ્યરૂપપણાએ આરોપ કરીને, પ્રતિષેધ આ પ્રમાણે કેમ કરી શકા નથી?
સમાધાન – તે અદશ્ય પિશાચ આદિમાં આરોપની અયોગ્યતા હોઈ, તે આરોપ યોગ્યમાં જ આરોપ થાય છે. જેની સત્તામાં નિયમથી ઉપલબ્ધિ, (સાક્ષાત્ દર્શન) છે, તે જ આરોપ યોગ્ય છે, પિશાચ આદિ નહીં; કેમ કે તેની સત્તા હોવા છતાં નિયમથી ઉપલબ્ધિ નથી. ઉપલંભ(પ્રત્યક્ષ)ના સકળ કારણવાળા ઘટ આદિમાં તો નિયમથી ઉપલંભની યોગ્યતા ગમ્ય થાય છે અને ઉપલંભના સકળ કારણોનો નિશ્ચય એક જ્ઞાનના સંસર્ગવાળા પ્રદેશ આદિમાં ઘટની ઉપલબ્ધિ હોઈ, ઘટ અને પ્રદેશમાં ઉપલંભકારણની તુલ્યતા છે. જે દેશવૃત્તિપણાએ જેની કલ્પના (આરોપ), તે જ ઘટ તે દેશની સાથે એકજ્ઞાનસંસર્ગી છે. દેશાન્તરસ્થ ઘટ
१. ननु केवलभूतलस्य प्रत्यक्षत्वे तद्रूपस्य घटाभावस्यापि प्रत्यक्षतया किमर्थ स स्वभावानुपलब्ध्या साध्यत
तं तथापि यस्सर्वं सर्वत्र विद्यत इति कमतवासितान्तःकरणः प्रत्यक्षप्रतिपन्नेऽपि घटाद्यभावे भ्राम्यति सोऽनुपलम्भं निमित्तीकृत्य प्रतिपाद्यत इति ॥