________________
દ્વિતીયો ભાગ / સૂત્ર - ૮, ચતુર્થ: વિતળે
१५३
व्याप्तीति । वह्नयादिर्धर्म एवेति एवशब्देन तद्विशिष्टधर्मिणो व्यवच्छेदः, तत्र व्याप्तेरसम्भवात्, नहि धूमदर्शनात् सर्वत्र पर्वतो वह्निमानिति व्याप्तिश्शक्या विधातुं प्रत्यक्षादिप्रमाणविरोधात् । साध्य इति साधयितुं योग्य इत्यर्थः । इत्थञ्चानुमानस्य त्रीण्यङ्गानि, धर्मी साध्यं साधनञ्च तत्र साधनं गमकत्वेनाङ्गम्, साध्यन्तु गम्यत्वेन, धर्मी पुनः साध्यधर्माधारत्वेन, आधारविशेषनिष्ठतया साध्यसिद्धेरनुमानप्रयोजनत्वात् । अथवा पक्षो हेतुरित्यनुमानाङ्गं द्वयं, साध्यधर्मविशिष्टधर्मिणः पक्षत्वात्, इदञ्च धर्मधर्मिणोरभेदापेक्षया, पूर्वन्तु भेदापेक्षया विज्ञेयम् ॥
અનુમાનજન્ય અનુમિતિના વ્યવહારકાળમાં સાધ્યરૂપ ધર્મવિશિષ્ટ ધર્મીનું સાધ્યપણું હોવા છતાં, તે ધર્મવિશિષ્ટ ધર્મરૂપ સાધ્યની સાથે હેતુના અવિનાભાવનો અસંભવ હોવાથી (જ્યાં જ્યાં ધૂમ છે, ત્યાં ત્યાં જેમ અગ્નિની અનુવૃત્તિ થાય છે, તેમ પર્વતની અનુવૃત્તિ થતી નથી માટે.) કેવી રીતે અનુમતિ થાય ? આવી શંકામાં કહે છે કે
ભાવાર્થ – “વ્યાપ્તિના ગ્રહણની વેળામાં તો વહ્નિ આદિ ધર્મ જ સાધ્ય છે.”
વિવેચન અહીં ‘વ’ શબ્દથી ધર્મવિશિષ્ટ ધર્મરૂપ સાધ્યનો વ્યવચ્છેદ છે, કેમ કે-ત્યાં વ્યાપ્તિનો અસંભવ છે. [વ્યાપ્તિગ્રહણ સમયની અપેક્ષાએ વહ્નિરૂપ ધર્મની સાથે જ ધૂમરૂપ હેતુની વ્યાપ્તિ ગ્રહણ કરાય છે, પરંતુ પર્વતરૂપ ધર્મીની સાથે ગ્રહણ કરાતી નથી. એથી વ્યાપ્તિના ગ્રહણકાળની અપેક્ષાએ વહ્નિરૂપ ધર્મ જ સાધ્ય છે. જો વહ્નિરૂપ ધર્મનું સાધ્યપણું ન સ્વીકારવામાં આવે, તો સાધ્યની સાથે હેતુની વ્યાપ્તિની ગ્રહણની અનુપપત્તિ થાય !]
—
૦ ધૂમના દર્શનથી સઘળે ઠેકાણે ‘પર્વત વહ્નિવાળો' છે, આવી વ્યાપ્તિ કરી શકાતી નથી, કેમ કે-પ્રત્યક્ષ આદિ પ્રમાણનો વિરોધ છે. ‘સાધ્ય કૃતિ ।’ સાધવાને યોગ્ય. પૂર્વોક્ત દિશાએ હેતુ આદિના સ્વરૂપનો નિર્ણય થયે છતે સ્વાર્થાનુમાનના ત્રણ અંગો (અવયવો) છે. જેમ કે-૧-ધર્મી, ૨-સાધ્ય અને ૩-સાધન. તે ત્રણ અંગો પૈકી અંતમાં ઉદ્દિષ્ટ હોવા છતાં સાધનનું પ્રથમ અંગપણાએ પ્રતિપાદન, અનુમિતિના હેતુપણાની અપેક્ષાએ ત્યાં તેનું પ્રધાનપણું છે, એમ જણાવવા માટે ‘સાધનગમકપણું હોઈ પ્રથમ અંગ છે.’ (૧) ગમ્યપણાની (અનુમિતિના વિષયપણાની) અપેક્ષાએ સાધ્ય બીજું અંગ છે. (૨) અનુમિતિદ્વારા સાધ્ય ક્યાં કરવાનું છે ?આવી આકાંક્ષા હોયે છતે, આધાર પણ અવશ્ય સાધ્યના ઉદ્દેશ્યપણાએ અનુમિતિમાં અંગ છે. (૩) માટે કહે છે કે-‘તેના પછી સાધ્યધર્મના આધારપણાની અપેક્ષાએ ધર્મી (પક્ષ) અનુમિતિનું અંગ છે, કેમ કેઆધારવિશેષમાં રહેવાપણાની અપેક્ષાએ સાધ્યની સિદ્ધિ અનુમાનનું પ્રયોજન છે (ફળ છે).’ સાધ્યરૂપ ધર્મ એ પૃથક્ અંગ છે અને ધર્માવિશેષ એ પૃથક્ અંગ છે. એમ ધર્મ-ધર્મીની ભેદની વિવક્ષાથી પહેલો પક્ષ છે. ‘તદ્ અમિનામિનસ્ય તદ્ અભિન્નત્વ' આવા નિયમથી વિશેષણ અભિન્નવિશિષ્ટ અભિન્નવિશેષ્યરૂપ ધર્મીનું વિશેષણભૂત ધર્મની સાથે અભિન્નપણું છે. આ પ્રમાણે ધર્મ-ધર્મીની અભેદની વિવક્ષાથી બીજો પક્ષ છે. સ્યાદ્વાદમાં સર્વની ઘટમાનતા છે. એવા આશયથી કહે છે કે-અથવા પક્ષ અને હેતુ આ પ્રમાણે આ બે જ સ્વાર્થનુમાનમાં અંગ છે. પક્ષ એટલે સાધ્યવિશિષ્ટ ધર્મી તથાચ વિશેષણ (વહ્નિ) અને વિશેષ્ય (પર્વત)થી