________________
१५२
तत्त्वन्यायविभाकरे
સાધવાની ઇચ્છાના વિષયભૂત જે હોય, તે ‘સાધ્ય’ કહેવાય છે. પોતાને ઇષ્ટ પદાર્થ જે છે, તે સાધવાનો છે. વક્તામાં સાધવાની ઇચ્છા છે. તથાચ સ્વવક્તાને (પોતાને) અભિપ્રેત, અર્થસાધનવિષયક વક્તાની ઇચ્છાના વિષયભૂત ‘સાધ્ય’ કહેવાય છે.
[નૈરાત્મ્યવાદી બૌદ્ધ પ્રત્યે સ્થિર આત્માને સાધવા માટે કપિલાનુયાયી સાંખ્યો, ‘ચક્ષુ આદિ પદાર્થભૂત છે, કેમ કે-સંઘાત છે.’ જે સંઘાત-સમુદાયરૂપ છે, તે પરાર્થભૂત છે. જેમ કે-પલંગ આદિ, આ પ્રમાણેના પ્રયોગને કરે છે. ત્યાં ચક્ષુ આદિનું પરાર્થત્વ જે સાધ્ય છે, તે આત્માર્થત્વ જ, કહેલ પ્રયોગના પ્રયોક્તા સાંખ્યોને ઇષ્ટ છે. પરંતુ બૌદ્ધોને અભિમત ચક્ષુ આદિનું સંહતપરાર્થત્વ નથી. ખરેખર, તેને સાધવામાં સાંખ્યોનો આત્મા સિદ્ધ થતો નથી. ત્યાં અનુમાનની નિષ્ફળતા જ છે. આ પ્રમાણે સાંખ્યોને અનભિમત, સંહતપરાર્થત્વના અસાધ્યત્વના અવબોધ માટે તેમાં સાધ્યત્વનો પ્રસંગ આવી જાય. આ માટે અભીપ્સિતનું ગ્રહણ છે.]
અભીપ્સિતનો પરમાર્થ=વાદીને જે અભીપ્સિત હોય, તે જ સાધ્ય કહેવાય છે. અહીં પ્રતિવાદીની અપેક્ષા નથી. અનિરાકૃત (અબાધિત) તો બંનેની અપેક્ષાએ હોય છે. માટે કહે છે કે-વાદીની અપેક્ષાએ સાધનેચ્છા હોય છે. ચક્ષુ આદિના સંહતપરાર્થપણાનો સ્વીકાર કરનાર બૌદ્ધ પ્રત્યે સાંખ્ય ‘ચક્ષુ આદિ પરાર્થ છે’-આ પ્રમાણેના પરાર્થત્વ માત્રનું કથન કરેલું હોવા છતાં, સાંખ્યની ઇચ્છાના વિષયભૂત આત્માર્થત્વ જ સાધ્ય થાય છે. અન્યથા=અનુમાનપ્રયોા વાદીની ઇચ્છા વિષયભૂત અભીપ્સિતત્વનું સાધન જો ન માનવામાં આવે, તો સાધન નિરર્થક થઈ જાય ! [જો વાદીની અપેક્ષાએ જેમ છે તેમ પ્રતિવાદીની અપેક્ષાએ અભીપ્સિતત્વ માનેલું હોય, તો પ્રતિવાદી બૌદ્ધનું ચક્ષુ આદિનું પરાર્થપણું સંહતપરાર્થત્વ જ અભીપ્સિત છે તે પણ સાધ્ય થઈ જાય ! તેના સાધનથી સાંખ્યનો આત્મા સિદ્ધ થતો નથી, તેથી તેનું સાધન સાંખ્યને નિષ્ફળ જ થાય !]
૦ ‘પ્રમાળાવાધિતમિતિ ।’ પ્રમાણથી અબાધિત એ પદ, વાદી-પ્રતિવાદીરૂપ બંનેની અપેક્ષાએ છે. વાદી અને પ્રતિવાદીના પ્રમાણથી જે બાધિત ન થાય, તે જ ખરેખર, કથામાં (વાદમાં) સાધ્ય થાય છે. સાધ્યના દૃષ્ટાન્તને કહે છે કે-વહ્નિથી વિશિષ્ટ પર્વત સાધ્ય છે. સાધ્યપર્યાયવાચક શબ્દને કહે છે કે- ‘અÅવ વ્રુતિ ।’ અહીં હેતુને કહે છે. પ્રતિનિયત સાધ્યરૂપ ધર્મવિશેષણથી વિશિષ્ટપણાએ ધર્મી, સાધવાને ઇષ્ટ હોવાથી સાધ્યનો વ્યવહાર, અનુમાનપ્રયોગના કથનમાં પક્ષ તરીકેના વ્યવહારને ભજનાર થાય છે.
શંકા — ધર્મ સાધ્ય કહેવાય છે કે ધર્મવિશિષ્ટ ધર્મી સાધ્ય કહેવાય છે ? જો ધર્મ સાધ્યરૂપે છે, તો પક્ષને સાધ્ય તરીકે કેમ કહ્યો છે ? જો ધર્મવિશિષ્ટ ધર્મી સાધ્ય તરીકે છે, તો ક્યારે આ સાધ્યશબ્દ વાચ્ય બને છે ? આવી શંકામાં કહે છે કે-પક્ષરૂપી બીજા નામવાળો ધર્મવિશિષ્ટ ધર્મી (વદ્ધિવિશિષ્ટ પર્વત) સાધ્યશબ્દવાચ્ય છે. અનુમાન કાળપ્રયોગની અપેક્ષાએ આ કથન જાણવાનું છે.
अनुमानप्रभवप्रतिपत्तिकालापेक्षया साध्यधर्मविशिष्टप्रसिद्धधर्मिणस्साध्यत्वेऽपि तेन सह हेतोरविनाभावासंभवात्कथमनुमितिरित्यत्राह
व्याप्तिग्रहणवेलायान्तु वह्नयादिर्धर्म एव साध्यः ॥ ८ ॥