________________
९६
तत्त्वन्यायविभाकरे
શબ્દનો વાચ્ય છે. આવું અવધારણ ત્યાં સુધી કરતો નથી કે જયાં સુધી આ શબ્દનો આ અર્થમાં, અમુક પુરુષે સંકેત કર્યો છતે, આ અર્થ આ શબ્દનો વાચ્ય છે. આ પદ આ અર્થનું વાચક છે. આ પ્રમાણે સ્મરણ નથી કરી શકતો ત્યાં સુધી તેથી અનભાસદશાની માફક, વ્યવહારકાળમાં પણ સંકેતના અનુસરણનું આવશ્યકપણું નથી. તે વખતે વાચ્ય-વાચકભાવ સંયોજનથી લબ્ધ અર્થના અવગાહન વિશેષ સ્વરૂપવાળા શ્રુતાનુસાર અવગ્રહ આદિનું શ્રુતપણું હોવા છતાં, અભ્યાસદશામાં શબ્દશ્રવણથી તેના વાચ્યવાચકભાવનું એકદમ-જલ્દી ઉબુદ્ધ સંસ્કારના વશે સ્મરણ થયે છતે, તે તે શબ્દવાચ્ય અર્થાવગ્રહ આદિની કથિત સંકેતના અનુસરણ સિવાય પણ સત્તા હોવાથી, શબ્દના અશ્રવણમાં પણ અર્થનો ઇન્દ્રિયાદિ સન્મુખ પણ આદિરૂપ સંનિકર્ષમાં તે અર્થવાચક શબ્દનું ઉબુદ્ધ સંસ્કારથી સ્મરણ થયે છતે, તે શબ્દસંસૃષ્ટ અર્થાવગ્રહ આદિની સત્તા હોવાથી તે અવગ્રહ આદિનું મતિજ્ઞાનત્વ છે જ, એમ ભાવ સમજવો.]. અભ્યાસની પટુતાથી તે ઈહા આદિનું શ્રુત અનુસારપણું છે, પરંતુ વ્યવહારકાળમાં (કાર્યસમયમાં) શ્રુતાનુસારિપણું નથી. એથી જ મતિત્વના સામાનાધિકરણ્યની અપેક્ષાએ શ્રુતપૂર્વત્વનો નિષેધ છે. શ્રુતજ્ઞાન પ્રત્યે ધારણારૂપે મતિજ્ઞાન હેતુ છે. તેથી ધારણાના ઉપયોગમાં “આ પદ આ અર્થનું વાચક છે, આ અર્થ આ પદથી વાચ્ય છે.'-આવા પદપદાર્થસંબંધ જ્ઞાનની ધ્રુવતા હોઈ પદપદાર્થસંબંધ પ્રતિ સંધાનજનિત જ્ઞાન જ શ્રુતાનુસાર છે. એથી જ શ્રુતત્વની અપેક્ષાએ મતિપૂર્વક શ્રત છે, એવું વિધાન તપૂર્વકૃત' એ વાક્યથી કહેલ છે.
૦ વ્યવહારકાળમાં ઉત્પન્ન થનાર અવગ્રહ આદિમાં શ્રુતના ઉપયોગનો અભાવ હોવાથી જ પદપદાર્થસંબંધજન્ય વાસના(ધારણા)ના પ્રબોધકાળવર્તીપણું હોવાછતાં ઋતનિશ્રિત મતિજ્ઞાનપણું છે, કેમ કે-સ્વ(વાસના)સમાન આકારવાળા શ્રુતજ્ઞાનજનિત વાસના પ્રબોધસમાન કાળવર્તી હોયે છતે શ્રુતના ઉપયોગના અભાવકાળવાર્તા જ અવગ્રહ આદિ કૃતનિશ્ચિત છે.
૦ ઉપર્યુક્ત વાસનાના પ્રબોધકાળમાં મતિજ્ઞાનની સામગ્રીની હાજરી છતાં મૃતના ઉપયોગમાં શ્રુતજ્ઞાન જ ઉત્પન્ન થાય છે, કેમ કે-શ્રુતનો ઉપયોગ ઉત્તેજક (પ્રતિબંધક સમવધાનકાલીન કાર્યજનક) બીજાઓએ પણ પ્રત્યક્ષજ્ઞાનની સામગ્રી શાબ્દબોધની પ્રતિબંધક છતાં શાબ્દબોધની ઇચ્છામાં શાબ્દબોધનો સ્વીકાર કરેલો છે.
પૂર્વોક્ત વાસના પ્રબોધના અસમાનકાળવર્તી મતિજ્ઞાન, ઔત્પાતિકી-વૈનયિકી-કાર્મિક-પારિણામિકી મતિરૂપ ચાર ભેદવાળું અશ્રુત નિશ્ચિત થાય છે. અભયકુમાર આદિ વ્યક્તિવિશેષ બુદ્ધિમાં તો ઔત્પાતિકી આદિપણું છે એમ જાણવું, કેમ કે-પૂર્વે અનુપલબ્ધ અર્થમાં શ્રુતજ્ઞાનજાનિત વાસનાના પ્રબોધનો અભાવ હોવાથી શ્રુતનિશ્રિત જ્ઞાનનો અસંભવ છે.
૦ ધારણા શ્રુતજ્ઞાનનો હેતુ છે, એવા કાર્ય-કારણભાવ હોય છતે જ, મતિ અને શ્રુતજ્ઞાનની લબ્ધિની એક કાળમાં ઉત્પત્તિ હોવા છતાં ઉપયોગનો ક્રમ સંગત થાય છે.