________________
तत्त्वन्यायविभाकरे
અપાય નિરૂપણ ભાવાર્થ – “ઇહાના વિષયભૂત વિશેષ ધર્મનો નિર્ણય “અપાય' કહેવાય છે.” જેમ કે-“આ પૂર્વનો જ છે. આ જ પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. પરંતુ અવગ્રહ અને ઇહા પ્રત્યક્ષ પ્રમાણરૂપ નથી, કેમ કે-અવગ્રહ અને ઈહા અનિર્ણયરૂપ છે.”
| વિવેચન – ઇહાના વિષયભૂત પૌરસ્યત્વ-આદિરૂપ ધર્મનો યથાર્થપણાએ નિર્ણય “અપાય' કહેવાય છે. દષ્ટાન્તને કહે છે કે-“પતિ' “પરસ્ય પતિ ' એવા શબ્દથી પાશ્ચાત્યત્વ આદિ ધર્મનો નિષેધ છે, કેમ કેબેમાંથી કોઈ એકના કથનથી કોઈ એકનો નિષેધ, શબ્દશક્તિથી પ્રાપ્ત થાય છે. જ્યારે “આ પાશ્ચાત્ય નથી'આ પ્રમાણેનો અપાય કરે છે, ત્યારે પણ સામર્થ્યથી “પૌરમ્ય જ પ્રાપ્ત થાય છે; કેમ કે-તેના વિશેષ લક્ષણોધર્મો છે. નૈક્ષયિક અપાય તો “આ શબ્દ જ છે –એવા આકારનો છે. નૈિઋયિક અવગ્રહ પછી શ્રોત્રમ્રાહ્યત્વ આદિદ્વારા બહા, “આ શબ્દ જોડવો જોઈએ.' ઇહાના વિષયીકૃત વિશેષનો નિર્ણય. જેમ કે-“શ્રોત્રગ્રાહ્યત્વ આદિથી આ શબ્દ જ છે'-આવા બોધરૂપ છે. જયારે વ્યાવહારિક અર્થાવગ્રહ પછી “પ્રાયઃ મધુરતા આદિદ્વારા આ શબ્દ શંખનો હોવો જોઈએ’-એ રૂપ ઇહાના વિષયભૂત વિશેષનો નિર્ણય. જેમ કે-મધુર સ્નિગ્ધત્વ આદિ ગુણ હોઈ શંખનો જ આ શબ્દ છે, શાનો નહીં. એ બોધરૂપ જે છે તે અપાય છે.]
૦ સ્વ સ્વ વિષયમાં યથાર્થ નિર્ણય આત્મકપણું હોઈ અવગ્રહ અને ઈહામાં, અપાયથી સર્વથા ભિન્નતાનો અભાવ હોઈ પ્રમાણ આત્મકપણું છે. તો પણ ઉત્તરઉત્તરની અપેક્ષાએ અવગ્રહમાં સામાન્ય માત્ર વિષયકપણું હોઈ પર્યાલોચનરૂપપણું છે. ઈહામાં હેય વસ્તુ તિરસ્કારઉપાદેય વસ્તુના સ્વીકારના વિષય પરત્વે સ્પષ્ટતાપૂર્વકના સામર્થ્યનો અભાવ છે, માટે તાદશ નિશ્ચય આત્મક અપાયનું જ તાદેશ (વિશિષ્ટ) પ્રમાણપણું છે. એવા આશયથી કહે છે કે - આ અપાય જ. અર્થાત્ અવગ્રહ-ઈહા એ બંને પ્રમાણરૂપે ગણાતા નથી.
૦ અહીં અવગ્રહ અને ઈહામાં સર્વથા પ્રમાણનો નિષેધ જણાવાતો નથી. જો સર્વથા પ્રમાણનો નિષેધ માનવામાં આવે, તો અવગ્રહ-બહારૂપ કારણજન્ય પર્યાયરૂપ કાર્ય જે અપાય છે, તે અપાયમાં પ્રમાણપણું ઘટિત ન થાય. માટે જ અવગ્રહ અને ઇહા સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણના ભેદ તરીકે ગણાય છે. પરંતુ અવગ્રહ અને ઈહા વ્યાપારભૂત અંશ છે. (અવગ્રહ અને બહારૂપ દ્વારાંશ) જ્યારે જિજ્ઞાસાની નિવૃત્તિ પછીના કાળમાં થયેલો અપાય તો ફલભૂત અંશ છે, કેમ કે-અપાયરૂપ ફલાંશમાં, હેયના હાનમાં અને ઉપાદેયના ઉપાદાનમાં સમર્થતા હોવાથી આ અપાયનું પ્રમાણપણું કહેલ છે, એમ જાણવું.
પૂર્વપક્ષ – કેટલાક, વ્યુત્પત્તિ અર્થ માત્ર અનુસારીઓ અપનયન એટલે અપાય અને ધરણ એટલે ધારણા અર્થાતુ, અસભૂત અર્થવિશેષ વ્યતિરેકનું અવધારણ એ અપાય છે! આ સ્થાણુ છે'-આવા જ્ઞાનમાં આ પુરુષ નથી એવું જ્ઞાન “અપાય છે. જેમ કે-સ્થાણ આદિ પદાર્થ વિદ્યમાન છે. તેનાથી ભિન્ન પુરુષ આદિ પદાર્થ અવિદ્યમાન છે. તેના જે વિશેષો માથું ખંજવાળવું-ચાલવું-પેશાબ કરવો વગેરે છે તેઓનો, આગળ રહેલ વિદ્યમાન સ્થાણ આદિરૂપ પદાર્થમાં જે વ્યતિરેક-અભાવ છે, તેનો નિર્ણય “આ પુરુષ નથી'- એવા જ્ઞાનરૂપી છે. તે જ અસભૂત અર્થવિશેષના સમર્થ હોઈ અપાય કહેવાય છે.