________________
सूत्र - १, द्वितीय किरणे
६१
જો ઇન્દ્રિયોને જ્ઞાનાધાર આત્મા માનવામાં આવે, તો ઇન્દ્રિયો નષ્ટ થઈ છતાં તેનાથી અનુભવેલ વિષયનું સ્મરણ છે. તો સ્મરણ રૂપ જ્ઞાનનો આધાર ઇન્દ્રિયો રૂપી કરણો હરગીજ થઈ શકે જ નહિ. માટે શરીર-ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા, શરીર-ઇન્દ્રિયોથી સ્વતંત્ર, સ્મરણ આદિ વિશિષ્ટ જ્ઞાનોનો આધાર આત્મા છે. આથી આ આત્મા પોતાના શરીરમાં જ્ઞાનાદિ ગુણ પ્રત્યક્ષના ન્યાયે પ્રત્યક્ષ છે.
- હવે બીજા જીવોના શરીરમાં આત્માની અનુમાનપ્રમાણ દ્વારા સિદ્ધિ (૧) બીજા જીવોના શરીરો આત્માવાળા છે, કેમ કે- ઇષ્ટ-હિત રૂપ સાધનોમાં પ્રયત્નપૂર્વક ક્રિયા અને અનિષ્ટ-અહિત રૂપ સાધનોની પ્રયત્નપૂર્વક ત્યાગ રૂપ ચેષ્ટા બીજા જીવોના શરીરમાં દેખાય છે. અર્થાત્ જેટલી વિશિષ્ટ ક્રિયા થાય છે, તેટલી રક્રિયાની માફક પ્રયત્નપૂર્વક થાય છે. જેમ રથની ક્રિયા સારથિના પ્રયત્નથી થાય છે, તેમ શરીરને નિયત સ્થાનમાં લઈ જનારી ક્રિયા આત્માના પ્રયત્નથી થાય છે. આ જ આત્મા રથવાહક સારથિની માફક શારીરિક ક્રિયાનો કર્તા છે. એથી જ બીજા જીવોનું શરીર આત્માવાળું છે, કેમ કે-ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ દેખાય છે.
(૨) તથા આત્મા શરીરનો કર્તા છે, કેમ કે - આદિવાળો-નિયત આકાર રૂપ છે. જેમ કે- ઘટ. જે કર્તા વગરની ચીજ, તે આદિવાળી-નિયત આકારવાળી પણ નથી. જેમ કે - વાદળ.
અહીં મેરૂપર્વત આદિમાં વ્યભિચાર વારવા માટે અર્થાત્ કર્તુપણાના અભાવવાળા શાશ્વત મેરૂ આદિમાં નિયત આકારનું અસ્તિત્વ હોઈ વ્યભિચાર રૂપ દોષના વારણ માટે ‘ગતિમતું' એવું વિશેષણ છે. હવે મેરૂ આદિમાં નિયત આકાર છે, પણ આદિમત્વ નથી માટે દોષ નથી.
| (૩) ઇન્દ્રિયો અધિષ્ઠાતા (નિયંતા)થી સહિત છે, કેમ કે-કરણ છે. જેમ કે-દંડ-આદિ. અર્થાત્ જેમ ભ્રમણક્રિયાનો કોઈ કરનારો અવશ્ય દેખાય છે, તેમ દેખવું, જાણવું વગેરે ક્રિયાનો કર્તા હોવો જ જોઈએ.
આ જોવા-જાણવા આદિ ક્રિયાઓનો કર્તા આત્મા જ છે. અને તે તે ક્રિયાઓમાં પ્રકૃષ્ટ ઉપકારકસાધકતમ રૂપ, ચક્ષુ વગેરે ઇન્દ્રિયો, દંડની માફક-કુહાડાની માફક કરણો કહેવાય છે. જેમ કુઠાર આદિ કરણો હોવાથી કોઈ એક કર્તાને આધીન રહે છે, તેમ ઇન્દ્રિયો પણ કરણ હોઈ આત્મા આદિ કર્તાને આધીન છે; કેમ કે- ઇન્દ્રિયો પૌદ્ગલિક હોઈ અચેતન છે અને બીજાની પ્રેરણાથી કાર્ય કરનારી છે, માટે પ્રેરક ચેતનના અભાવમાં ઈન્દ્રિયો પ્રવૃત્તિ કરતી નથી.
(૪) શરીર-ઇન્દ્રિય આદિ સભોક્નક છે, કેમ કે- ભોગ્ય-ભાગયોગ્ય છે. જેમ કે-વસ્ત્ર આદિ. ઇત્યાદિ અનુમાનો આત્મસાધકો જાણવાં.
અર્થાતુ જેમ સ્વસંવેદન પ્રત્યક્ષ-માનસ પ્રત્યક્ષથી સ્વશરીરમાં આત્માની સિદ્ધિ છે, તેમ અનુમાનથી બીજાઓના શરીરમાં આત્માની સિદ્ધિ સમજવી.
શંકા- આત્માની સિદ્ધિકારક, વિધાતા વગેરેના સાધક રૂપ હેતુઓમાં આત્મત્વસાધ્યવિરોધી અજીવત્વનું સાધકપણું છે, કેમ કે-ઘટ આદિના કર્તાઓ મૂર્તિમાનું, સંઘાત (પરમાણુ સ્કંધ) રૂપ અનિત્ય સ્વભાવવાળા છે. અને સાધવાની ઇચ્છાના વિષયભૂત આત્મા તો તેનાથી વિપરીત એટલે અમૂર્ત-અસંઘાત રૂપ નિત્ય સ્વભાવવાળો છે. તો વિરુદ્ધ હેતુઓથી આત્મા કેમ સાધી શકાય?