________________
तत्त्वन्यायविभाकरे
અહં પ્રત્યય' હું એવું જે જ્ઞાન બુદ્ધિ) અનુમાનપ્રમાણ રૂપ નથી, કેમ કે- કોઈ લિંગ રૂપ હેતુ જન્ય નથી. વળી આગમ આદિ પ્રમાણથી પણ જન્ય નથી, કેમ કે- આગમ આદિના જ્ઞાન વગરના લોકોને પણ હું એવું જ્ઞાન થાય છે.
તથાચ “હું' એવા પ્રત્યયના વિષય રૂપ આલંબન શરીર નથી, કેમ કે-મૃતશરીરમાં પણ ‘હું એવા જ્ઞાનની ઉત્પત્તિનો પ્રસંગ આવી જાય !
વળી ‘એવા નિર્ણય રૂપ જ્ઞાનનો કોઈ આધાર નથી એમ નથી, પરંતુ અવશ્ય આધાર છે, કારણ કે‘હું ઇતિ આદિ રૂપ જ્ઞાન ગુણ રૂપ હોઈ ગુણવાન સિવાય ગુણ હોતો નથી.
અહીં શરીર જ્ઞાન રૂપ ગુણનો આધાર થઈ શકતું નથી, કેમ કે- શરીર રૂપી છે, જડ રૂપ પદાર્થ છે; જયારે જ્ઞાન અરૂપી છે, બોધ રૂપ છે. જ્ઞાન રૂપ ગુણ અરૂપી અને જડ તથા રૂપી એવા શરીર ગુણીનો ગુણગુણીભાવ અયોગ્ય હોઈ અસંભવિત છે.
વળી જે રૂપી-અરૂપી રૂપ અનનુરૂપ-અયોગ્ય-અસમાન ગુણ-ગુણીનો ગુણ-ગુણીભાવ યુક્તિયુક્ત નથી.
કેમકે-અસમાન-અયોગ્યનો ગુણ-ગુણીભાવ જો માનવામાં આવે, તો આકાશ (અરૂપી) અને જડના રૂપ આદિ ગુણોનો પણ ગુણ-ગુણીભાવનો પ્રસંગ આવી જાય !
તેથી “અહ” વિષયક પ્રત્યયથી ગ્રહણયોગ્ય હોઈ, આત્મા પ્રત્યક્ષ સિદ્ધ જ છે.
આત્મા, અહં પ્રત્યયથી ગ્રાહ્ય હોઈ સ્વસંવેદન (માનસ) પ્રત્યક્ષ સિદ્ધ છે. છતાં જો અપલાપ નથી એમ કહેવામાં આવે તો અર્થાત્ આત્મા અપ્રત્યક્ષ છે (અલૌકિક પ્રત્યક્ષ રૂપ સ્વસંવેદન પ્રત્યય સિદ્ધ નથી) એમ કહેવામાં આવે તો, ‘શબ્દ અશ્રાવણ' છે એની માફક પ્રત્યક્ષ વિરુદ્ધ પક્ષાભાસ નામક દોષ (હત્વાભાસની માફક પક્ષાભાસ દોષ) છે.
(પક્ષાભાસ એટલે “પર્વતો વહિનાની માફકપક્ષની માફક ઉદેશ્યવિધેય-(વિશેષ્ય-વિશેષણ) ભાવ દ્વારા આભાસ-માલુમ પડે, પણ કાર્ય કરી શકે નહિ તે પક્ષાભાસ કહેવાય છે. પક્ષાભાસના ત્રણ ભેદો પૈકી અહીં પ્રમાણબાધિત સાધ્યધર્મ રૂપી વિશેષણવાળો પક્ષાભાસ છે. જેમ શબ્દવિશેષ્યમાં શ્રવણ ઇન્દ્રિય ગ્રાહ્ય રૂપ શ્રાવણ પ્રત્યક્ષપ્રમાણથી અશ્રાવણત્વ રૂપ સાધ્યધર્મ રૂપ વિશેષણ બાધિત થાય છે, તેમ આત્મરૂપ વિશેષ્યમાં અહં પ્રત્યયથી ગ્રાહ્ય-સ્વસંવેદન રૂપ પ્રત્યક્ષપ્રમાણથી અપ્રત્યક્ષત્વ રૂપ સાધ્યધર્મ રૂપ વિશેષણ બાધિત થાય છે, માટે પક્ષાભાસ નામક દોષ અહીં છે.)
વળી જેમ રૂપ આદિ ગુણોના પ્રત્યક્ષથી ઘટ રૂપ ગુણી પ્રત્યક્ષ મનાય છે, તેમ સંશય-સ્મરણ-તર્ક આદિ વિશિષ્ટ જ્ઞાન રૂપી ગુણો સ્વસંવેદન પ્રત્યક્ષસિદ્ધ હોઈ તે ગુણોના આધાર રૂપ જીવ રૂપી ગુણી પ્રત્યક્ષ સિદ્ધ જ છે. (જીવ પ્રત્યક્ષ છે, કેમ કે તેના ગુણો પ્રત્યક્ષ છે. જેમ ઘટના રૂપ આદિ ગુણો પ્રત્યક્ષ હોઈ ઘટ પ્રત્યક્ષ છે, તેમ અહીં અનુમાન પ્રયોગ સમજવો.)
તથા એટલે જેમ શરીર આત્માના જ્ઞાન આદિ ગુણોના આધાર નથી, તેમ ઇન્દ્રિયો પણ જ્ઞાનવિશેષોના આધાર (વિષય રૂ૫) નથી, કેમ કે તે તે ઇન્દ્રિયોનો નાશ થવા છતાંય તે તે ઇન્દ્રિયો રૂપી કરણ દ્વારા ઉપલબ્ધ (જાણેલ) તે તે વિષય રૂપ અર્થોનું પાછળથી સ્મરણ રહી જાય છે.