________________
सूत्र - १, द्वितीय किरणे
તથાચ આ જ્ઞાન-દર્શન રૂપ ચેતના, સર્વ જીવવ્યાપક અર્થાત્ લબ્ધિ અપર્યાપ્તસૂક્ષ્મ નિગોદ રૂપ એકેન્દ્રિય જીવથી માંડીને પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના, ક્ષયોપશમ પ્રમાણે અતિવ્યક્ત-વ્યક્ત-અવ્યક્તરૂપે અથવા થોડી-વિપુલ-સંપૂર્ણ રૂપે, સઘળાય જંતુઓમાં જ્ઞાન-દર્શનગુણ રૂપ ચેતના અવશ્ય છે.
મતલબ કે- જેમ ઔષધી આદિથી મૂચ્છિત શરીરવાળા મનુષ્યમાં અવ્યક્ત ચૈતન્ય છે જ, તેમ પૂર્વભવમાં ઉપાર્જિત સઘન કર્મ રૂપી ઔષધીથી હણાયેલ ચૈતન્યવાળા એકેન્દ્રિય-સૂક્ષ્મ-નિગોદ-અપર્યાપ્ત એકેન્દ્રિય આદિમાં સર્વ જધન્ય તે ચેતના છે જ.
આગમમાં પણ કહ્યું છે કે- “સર્વ જીવોને પણ અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે. વળી જો તે અક્ષરનો અનંતમો ભાગ આવૃત થઈ જાય, તો જીવ પણ અજીવપણાને પામે !” તેથી જીવ માત્રમાં ચેતના છે જ. પરસ્પર અન્વય વ્યતિરેક ભાવથી જીવમાં ચૈતન્યનું તાદાભ્ય નિશ્ચિત્ત છે. ' અરે ! ત્રણ લોકમાં રહેનાર કર્મપણાએ પરિણમેલ સર્વ પુદ્ગલોમાં પણ સર્વથા ચેતનાને આવૃત કરવાની શક્તિનો અભાવ છે, માટે કોઈપણ જીવમાં ચૈતન્યલક્ષણની (લક્ષ્યભૂત જીવ માત્રના એક દેશમાં નહિ રહેવા રૂપ લક્ષણના દોષ રૂપ) અવ્યાપ્તિ નથી.
અથવા લક્ષ્ય માત્રામાં નહિ રહેવા રૂપ અસંભવ રૂપ લક્ષણનો દોષ અહીં નથી અર્થાત્ આત્મા માત્રમાં ચૈતન્યનો અભાવ નથી. અચેતન આત્મા, આવું કહેવાતું નથી.
જેમ અશ્રાવણ શબ્દ વિરુદ્ધ હોવાથી કહેવાતો નથી, કેમ કે-શબ્દ શ્રાવણ જ છે, અશ્રાવણ (શ્રવણેન્દ્રિયથી અગ્રાહ્ય) નથી, તેમ અહીં અચેતન આત્મા નથી.
અજીવત્વની સાથે ચૈતન્યની વ્યાપ્તિ નથી, અર્થાત્ અજીવની સાથે ચૈતન્યનો વિરોધ છે. જીવની સાથે જ ચૈતન્યની વ્યાપ્તિ છે.
ઉપરોક્ત રીતિથી ચેતના જ આત્માના નિર્ણયમાં પ્રમાણ (સ્વ અનુભવ રૂપ અલૌકિક પ્રત્યક્ષ પ્રમાણ) છે.
જેમ સુખ-દુઃખ વગેરે સ્વસંવેદન-સ્વાનુભવસિદ્ધ છે, તેમ સંશય-સ્મરણ-પ્રત્યભિજ્ઞાન આદિ વિજ્ઞાન પણ સ્વસંવેદન રૂપ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ જ છે. વળી જે પ્રત્યક્ષ સિદ્ધ હોય તે અનુમાન આદિ બીજા પ્રમાણથી સાધ્ય થતું નથી.
શંકા- તમામ પ્રત્યયો (જ્ઞાનો) આલંબન વગરના છે, કેમ કે-પ્રત્યય છે. જેમ કે-સ્વપ્ન પ્રત્યય. આ પ્રમાણે અનુમાન કરનાર શૂન્યવાદી (બૌદ્ધ) તરફ પ્રત્યક્ષ સિદ્ધ પણ ગ્રામ-નગર સહિત જગત સાધ્ય બને છે. તો એવો કેમ નિયમ છે કે- “જે પ્રત્યક્ષ હોય તે પ્રમાણાન્તરથી સાધ્ય થતું નથી ?'
સમાધાન- જયાં પ્રત્યક્ષ સિદ્ધ જગતની સિદ્ધિ માટે અનુમાન આદિ પ્રમાણાન્તરનું ગ્રહણ થાય છે, ત્યાં સઘળાય જ્ઞાનો આલંબનશૂન્ય છે,” ઈત્યાદિ બાધક અનુમાન રૂપ પ્રમાણનું નિરાકરણ એ જ હેતુ છે. અહીં તો આત્મગ્રાહક (સાધકો પ્રત્યક્ષ પ્રત્યે બાધક પ્રમાણનો અભાવ છે.
વળી મેં જાણ્યું, હું જાણું છું, હું જાણીશ વગેરે ત્રણ કાળ(ભૂત-ભવિષ્ય-વર્તમાન રૂપ)માં થનાર કાર્યના વ્યવહારના રૂપ “હું રૂપ (અંતર્મુખ) જ્ઞાનથી આત્મા (માનસ) પ્રત્યક્ષ સિદ્ધ છે.