________________
तत्त्वन्यायविभाकरे
સમાધાન- આત્માની સિદ્ધિના પ્રસંગમાં અહીં સંસારી જીવ જ સાધવાની ઇચ્છાના વિષય તરીકે ઇષ્ટ હોઈ કોઈ દોષ નથી, કેમ કે- તે સંસારી આત્મા આઠ પ્રકારના કર્મયુગલોના સમુદાયોથી સંશ્લિષ્ટ છે.
| (અસંખ્યાત પ્રદેશી સંસારી આત્મા, પ્રત્યેક પ્રદેશમાં અનંત અનંત કર્મપરમાણુઓની સાથે, જેમ અગ્નિમાં તપાવેલ અને ઘનથી કૂટેલ, કે જેનો વિભાગ ન થાય તેવી રીતે એક પિંડ રૂપ સોયોનો સમુદાય છે, તેમ એકતાને પામેલ છે. માટે કથંચિત પૌદગલિક કહેવાય છે. અર્થાત એવો એકાન્ત નથી કે- સંસારી જીવ અમૂર્ત જ છે, કેમ કે- કર્મબંધ પર્યાયની અપેક્ષાથી કર્મબંધના આવેશથી (વળગાડ-પ્રવેશથી) સંસારી જીવ મૂર્ત પણ કહેવાય.) શરીરધારી છે અને કથંચિત્ મૂર્તત્વ આદિ ધર્મ સહિત જ છે.
શંકા- ભલે માનસ પ્રત્યક્ષથી જીવ સિદ્ધ હો ! પરંતુ વેતનાતક્ષણો નીવ:' - ચેતના રૂપી લક્ષણવાળો જીવ છે.
આ સૂત્રમાં કહેલું જીવનું ચેતના રૂપી લક્ષણ સંભવતું નથી. જો ચેતનારૂપી લક્ષણ જીવમાં માનવામાં આવે, તો ચેતના સ્વરૂપી જીવ કહેવાય તે સંભવતું નથી, કેમ કે- ચેતના ગુણ છે અને જીવ ગુણી છે. સ્વરૂપના ભેદથી ચેતના અને જીવનો ભેદ થતાં, જીવનો જ ચેતના એ ગુણ છે-ઘટ આદિનો નથી. આવો નિશ્ચય ન થાય! અને ચેતના અને જીવના અભેદ પક્ષમાં જે જીવ જ છે તે જ ચેતના છે અને જે ચેતના જ છે તે જ જીવ છે, આવો નિશ્ચય થતાં, ભેદમૂલક લક્ષ્ય-લક્ષણભાવ જીવ અને ચેતનાનો ન થાય! તો અહીં ગુણગુણીભાવ કે લક્ષ્ય-લક્ષણભાવ કેવી રીતે ઘટાવવો?
સમાધાન- તે ચેતના અને જીવનું સ્યાદ્વાદ મતે કથંચિત્ ભિન્નપણું અને અભિન્નપણું છે, માટે બંને ગુણગુણીભાવ અને લક્ષ્ય-લક્ષણભાવ બરોબર ઘટે છે જ.
શંકા- ભલે તમે કહો છો તે ઠીક છે, પરંતુ કથંચિત્ ભેદની અપેક્ષાએ “ચેતનાનો આધાર જીવ છે'- એમ સંગત થતું નથી, કેમ કે- સર્વ ભાવો ક્ષણિક હોઈ ચૈતન્યના આધારભૂત આત્મા નિત્ય તરીકે અસિદ્ધ છે. વળી જે સત્ છે તે ક્ષણિક છે. જેમ કે-ઘટ.
વળી સત્ પદાર્થ વિવાદગ્રસ્ત છે-સત્ત્વસાધ્ય છે, માટે અહીં સત્ત્વનો અર્થ અર્થક્રિયાકારિત્વ સમજવો. (જેમ ઘટનું જલની આહરણ રૂપ અર્થક્રિયાનું કરવાપણું માને છે, તેમ અહીં સમજવું.)
જો સત્ પદાર્થ છે અને અર્થક્રિયાકારી નથી એમ નહિ, પરંતુ અર્થક્રિયાકારી સત્ પદાર્થ છે. તથાચા ક્ષણપરંપરા રૂપ સંતાનવર્તી જ્ઞાન રૂપી આત્મા ક્ષણિક છે. તેનાથી જુદો-બીજો ચૈતન્યના આધારભૂત જીવ નામનો કોઈ નિત્ય પદાર્થ નથી. (બૌદ્ધો બુદ્ધિજ્ઞાનક્ષણ પરંપરાને આત્મા કહે છે, પરંતુ મોતીઓની માળામાં પ્રવિષ્ટ-અનુસ્મૃત એક દોરાની માફક બુદ્ધિ ક્ષણપરંપરાની સાથે અન્વયી-સંબંધવાળા આત્માને માનતા નથી.) માટે ચૈતન્યના આધારભૂત આત્માના નિત્યત્વની સિદ્ધિ કેવી રીતે?
સમાધાન- ઘટ આદિ કાલાન્તરમાં સ્થાયી (એક ક્ષણથી અધિક ક્ષણ સુધી રહેનાર) હોઈ ઘટ આદિમાં ક્ષણિકપણાની અસિદ્ધિ છે. અતએ ક્ષણિકપણાની સાથે સત્ત્વની વ્યાપ્તિ અસિદ્ધ છે.
શંકા- સામર્થ્ય-અસામર્થ્ય રૂપ વિરોધી ધર્મનો અધ્યાસ (આરોપ) હોવાથી ઘટ આદિમાં કાલાન્તરમાં સ્થાયિપણું નથી પણ ક્ષણિકપણું છે.