________________
४६
तत्त्वन्यायविभाकरे
(૧૧ થી ૧૯) દર્શનાવરણીય નવક-દર્શન એટલે સામાન્ય રૂપ વિષયનો ઉપયોગ, તેનું આવરણ એટલે આવારક કર્મ. દર્શનાવરણીયકર્મ, આ કર્મ દર્શનલબ્ધિ અને દર્શન ઉપયોગના આવરણના ભેદથી બે પ્રકારનું
(૧) દર્શનલબ્ધિ આવરણ રૂપ દર્શનાવરણીયકર્મ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણના ભેદથી ચાર પ્રકારનું છે.
(૨) દર્શન ઉપયોગના આવરણ રૂપ દર્શનાવરણીયકર્મ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્યાનર્ધિનો ભેદથી પાંચ પ્રકારનું છે. ૪ + ૫ આ બે મળીને દર્શનાવરણીયનવક કહેવાય છે.
(૨૦) નીચૅર્ગોત્ર- નિંદિત કુળમાં ઉત્પત્તિમાં પ્રયોજક કારણ કર્મ. (૨૧) અશાતાવેદનીય વિશિષ્ટ દુઃખમાં પ્રયોજક કર્મ. (૨૨) મિથ્યાત્વ- તત્ત્વાર્થશ્રદ્ધાનથી વિપર્યયમાં પ્રયોજક કર્મ.
(૨૩ થી ૩૨) સ્થાવરદશક-સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને અયશકીર્તિ પ્રયોજક કર્મ રૂપ “સ્થાવરદશક' કર્મ કહેવાય છે.
(૩૩ થી ૩૫) નિયત્રિક- નરકગતિ, નરકાયુ અને નરકાનુપૂર્ણીમાં પ્રયોજક કર્મ રૂપ “નિરયિક' કહેવાય છે.
(૩૬ થી ૬૦) કષાયપંચવિંશતિ- અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ (૪) અપ્રત્યાખ્યાની ક્રોધમાન-માયા-લોભ (૮) પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ (૧૨) સંજવલન ક્રોધ-માન-માયા-લોભ (૧૬) હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સા-પુરુષવેદ-સ્ત્રીવેદ-નપુંસકવેદ, એમ નવ નોકષાય (૨૫), (ઇષત્કષાય રૂપ હોઈ નોકષાય કહેવાય છે.)
(૬૧+ ૬૨) તિર્યદ્ધિક તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી પ્રયોજક બે કર્મ તિર્યદ્ધિક છે.
(૬૩ થી ૬૬) એકદ્વિત્રિચતુતિ- એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ અને ચઉરિન્દ્રિય જાતિ રૂપ “એકદ્ધિચતુર્નાતિ' રૂપ કર્મો કહેવાય છે.
(૬૭) કુખગતિ- ખરાબ ચાલમાં પ્રયોજક કર્મ (૬૮) ઉપઘાત-પોતાના અવયવોથી પોતાની પીડામાં પ્રયોજક કર્મ.
(૬૯ થી ૭૨) અપ્રશસ્તવર્ણ ચતુષ્ક- નીલ અને કૃષ્ણ એ બે અશુભ વર્ણ, દુરભિ (દુર્ગધ) એ અશુભ ગંધ તથા તિક્ત અને કટુ એ બે અશુભ રસ છે. કઠિન, ગુરૂ, રૂક્ષ અને શીત-એ ચાર અશુભ સ્પર્શે છે. આ ચાર અશુભ વર્ણ-ગંધ-રસ-સ્પર્શીના ઉદયમાં પ્રયોજક ચાર કર્મો “અપ્રશસ્તવર્ણ ચતુષ્ક' કહેવાય છે.
(૭૩ થી ૮૨) અપ્રથમ સંહનન-સંસ્થાન- પહેલા સિવાયના બધા સંહનન અને સંસ્થાન અર્થાત્ ઋષભનારાચ-નારાચ-અર્ધનારાચ-કીલિકા-સેવાર્ત રૂ૫ બંધવિશેષમાં પ્રયોજક કર્મો, અપ્રથમ સંહનાનપંચક અને ન્યગ્રોધ પરિમંડલ સાદિ કુલ્થ-વાસન-હુંડકના મૂળ કારણ કર્મો, અપ્રથમ સંસ્થાનાંચક, આ બધા પદોનો દ્વન્દ સમાસ છે અને તે પદો રૂપી ભેદથી પાપતત્ત્વ વાશી પ્રકારનું છે.