________________
७३२
तत्त्वन्यायविभाकरे
૦ આવા-વિષય સંશ્લેષ (સંયોગ)રૂપ સંબંધના અભાવથી જ પેદા થનાર હોવાથી ‘ચક્ષુદર્શન'નું પૃથગુઅલગ કથન કરેલું છે. જેમ કે-ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારીરૂપે માનેલ છે.
૦ મનનું તો અપ્રાપ્યકારીપણું હોવાછતાં મનના અનુસારે-ઇસારે વર્તનારી પ્રાપ્યકારી ઇન્દ્રિયવર્ગની સંખ્યા ઘણી હોવાથી અચક્ષુદર્શનના અન્તર્ગત તે મન (મનોદર્શન) જાણવું. અથવા મન તો અનિન્દ્રિય છે. અનિયિ દર્શનનો સંગ્રહ અચક્ષુદર્શનપદથી થઈ શકે છે.
(૩) અવધિદર્શન-અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી પ્રકટેલ અવધિદર્શનની લબ્ધિવાળા જીવનું અવધિદર્શન સઘળા રૂપીદ્રવ્યોમાં થાય છે, પરંતુ સર્વ પર્યાયોમાં નહીં, કેમ કે-શાસ્ત્રમાં, અવધિમાં ઉત્કૃષ્ટથી પણ એક વસ્તુમાં રહેલ સંખ્યાતા કે અસંખ્યાતા પર્યાયોની વિષયતાનું કથન છે. જઘન્યથી તો તે અવધિના રસ-રૂપ-ગંધ-સ્પર્શરૂપ ચાર (૪) ગુણરૂપ પર્યાયો વિષય તરીકે છે.
શંકા - પર્યાયો વિશેષ તરીકે કહેવાય છે. વળી દર્શન વિશેષના વિષયવાળું બની શકતું નથી, કેમ કેજ્ઞાન જ વિશેષના વિષયવાળું છે. તો કેવી રીતે અવધિદર્શનના વિષય તરીકે પર્યાયો થઈ શકે ?
સમાધાન - તમારું કહેવું સત્ય છે, પરંતુ માટી વગેરે સામાન્ય ઘટ-શરાવ-ઢાંકણાં વગેરે પર્યાયોથી પણ તથારૂપે વિશિષ્ટ થાય છે. વળી તે એકાન્તથી ઘટ-શરાવ-ઢાકણું વગેરે પર્યાયો, માટી વગેરે સામાન્ય દ્રવ્યથી ભિન્ન નથી-અભિન્ન છે. મુખ્યથી સામાન્ય, દ્રવ્ય) ગૌણરૂપે-અપ્રધાનભૂત વિશેષો પણ આ અવધિદર્શનના વિષયો બને છે.
(૪) કેવલદર્શન-કેવલદર્શન આવરણના ક્ષયથી પ્રકટેલ કેવલદર્શન લબ્ધિવાળા કેવલદર્શની જીવનું, સર્વ મૂર્ત-અમૂર્ત દ્રવ્યોમાં અને સર્વ પર્યાયોમાં સકલ દશ્ય પદાર્થની વિષયતા હોઈ પરિપૂર્ણરૂપ કેવલદર્શન હોય છે.
જેિ પદાર્થો સામાન્યધર્મને ગૌણ કરી વિશેષ ધર્મ વિશિષ્ટરૂપે જ્ઞાનથી જણાય છે, તે જ પદાર્થો વિષમતાવિશેષધર્મોને ગૌણ કરી સમતા-સામાન્યધર્મોથી વિશિષ્ટ પ્રધાનરૂપે દર્શનથી ગમ્ય થાય છે-દેખાય છે, કેમ કેજીવનો સ્વભાવ છે.]
મન:પર્યવજ્ઞાન તો તથા પ્રકારની ક્ષયોપશમની પટુતાથી સર્વદા મુખ્યતઃ પર્યાયોને જ ગ્રહણ કરતું ઉત્પન્ન થાય છે, માટે મન:પર્યવ સામાન્યદર્શન નથી. એથી મન:પર્યાયનું દર્શન કહેલું નથી.
सम्प्रति लेश्यामार्गणाभेदमाख्याति - कृष्णनीलकापोततेजःपद्मशुक्लभेदेन षड् लेश्यामार्गणाः ।१५।
कृष्णेति । लिश्यते प्राणी कर्मणा यया सा लेश्या, कृष्णादिद्रव्यसहकारबलेनात्मनः परिणामविशेषः । अत्र विशेषतो यद्वक्तव्यं तत्पूर्वमेवादर्शितम् ॥
હવે લશ્યામાર્ગણાના ભેદને કહે છેભાવાર્થ - કૃષ્ણ-નીલ-કાપોત-તેજ:-પા-શુકલના ભેદથી છ (૬) લેગ્યામાર્ગણાઓ છે.