________________
७२८
तत्त्वन्यायविभाकरे
છે. માટે તથાવિધ ક્ષયોપશમના અભાવમાં તે મતિ આદિ ભેદો કેવી રીતે સંભવી શકે ? અર્થાત્ સંભવી શકતા નથી. જેમ કે-મેઘમાળાથી આચ્છાદિત સૂર્યનો મંદ પ્રકાશ, સાદડી-ભીંત આદિ આવરણના વિવરછિદ્રોના ભેદરૂપ ઉપાધિથી કરેલ (થયેલો છે. સકળ મેઘવાળા સાદડી-ભીંત આદિ આવરણોના અભાવમાં સૂર્યના તે, તથારૂપ મંદ પ્રકાશના ભેદો હોતા નથી. અથવા જેમ જન્મ આદિ ભાવો, જીવના આત્મભૂત હોવા છતાં કર્મની ઉપાધિ (સંબંધ)થી કરેલ સત્તાવાળા છે. તેથી કર્મરૂપ ઉપાધિના અભાવમાં જન્મ આદિ ભાવો નથી હોતા, તેમ મતિ આદિ ભાવો કે ભેદો જીવના આત્મભૂત છતાં મતિજ્ઞાનાવરણ આદિના ક્ષયોપશમરૂપ ઉપાધિની અપેક્ષાવાળાઓ છે. તેથી મતિજ્ઞાન આવરણ આદિના ક્ષયોપશમરૂપ ઉપાધિના અભાવમાં કેવલીને તે હોતા નથી, માટે પૂર્વપક્ષોક્ત અસર્વજ્ઞતાનો દોષ નથી આવતો. વળી જે મતિજ્ઞાન આદિના વિષયમાં કેવલજ્ઞાનની અવિષયતામાં અસર્વજ્ઞપણાની આપત્તિ કહેલી હતી તે પણ સંભવતી નથી, કેમ કે-મતિજ્ઞાન આદિના વિષયને મતિજ્ઞાન આદિના વિષયપણાની અપેક્ષાએ નહીં ગ્રહણ હોવા છતાં, કેવલજ્ઞાન વડે કેવલજ્ઞાન વિષયપણાએ, તે સઘળા મતિજ્ઞાનાદિ વિષયોનું ગ્રહણ કરેલ છે. મતિ આદિ જ્ઞાન નિરૂપિતપણાની અપેક્ષાએ શેયતાનો (વિષયતાનો) કેવલજ્ઞાનમાં અભાવ છતાં, તેટલા માત્રથી (કવલજ્ઞાન માત્ર નિરૂપિત શેયતા સર્વ શેયમાં હોઈ) અસર્વજ્ઞતાની આપત્તિ નથી, કેમ કે-અલ્પ-અસ્પષ્ટ જ્ઞાનના અભાવ માત્રથી સર્વજ્ઞતામાં ક્ષતિ નથી. જેમ કે-કોડી માત્રરૂપ ધનના અભાવવાળા મહર્તિકમાં નિર્ધનતાનો અભાવ. આ પ્રમાણે દિગ્દર્શન કરાવેલ છે.
૦ મતિ આદિ જ્ઞાનના લક્ષણો આગળ ઉપર કહેવાશે. શંકા - શું સઘળા જ જીવોને મતિ આદિ જ્ઞાનો હોય છે?
સમાધાન - આના જવાબમાં કહે છે કે - “મિથ્યાદષ્ટિઓને ઇત્યાદિ. અર્થાત મિથ્યાષ્ટિઓનું મતિજ્ઞાન મતિઅજ્ઞાન તરીકે, શ્રુતજ્ઞાન શ્રુતઅજ્ઞાન તરીકે અને અવધિજ્ઞાન વિભંગજ્ઞાન તરીકે કહેવાય છે, કેમ કે-વિપર્યય છે. પ્રમાણ આભાસરૂપ હોઈ તે મિથ્યાષ્ટિઓના જ્ઞાનો અજ્ઞાનો (મિથ્યા-વિપરીત જ્ઞાનો) થાય છે, કેમ કે-દર્શનમોહનીયકર્મના ઉદયજન્ય મિથ્યાદર્શનની સાથે વર્તમાન હોઈ, મતિ-શ્રુત-અવધિજ્ઞાનો અજ્ઞાનતાને પામે છે.
શંકા - યથાર્થ પરિચ્છેદી જ્ઞાન અને અયથાર્થ પરિચ્છેદી અજ્ઞાન, તે જ્ઞાન-અજ્ઞાન બંને પરસ્પર વિરોધી છે, માટે જયાં શીત ત્યાં ઉષ્ણ નહીં અને જ્યાં ઉષ્ણ ત્યાં શીત નહીં, એમ વિરોધી શીત-ઉષ્ણતાની માફક એક જ મતિજ્ઞાન આદિમાં મતિજ્ઞાન-મતિઅજ્ઞાન એમ બંનેનો સંભવ કેવી રીતે?
સમાધાન - અમે એમ નથી કહેતા કે - “એક જ આધારમાં જ્ઞાન અને અજ્ઞાન એમ બંને રહે છે. પરંતુ સમ્યગ્દષ્ટિરૂપ આધારમાં જ્ઞાન છે અને મિથ્યાદૃષ્ટિરૂપ આધારમાં અજ્ઞાન છે. મિથ્યાદષ્ટિરૂપ આધારમાં મિથ્યાત્વના દોષના કારણે જ્ઞાન અજ્ઞાન બને છે. ખરેખર, એવું દેખાય છે કે-જેમ આધારના દોષથી કડવા તુંબડારૂપ ભાજનમાં નાખેલું દૂધ પોતાના ગુણને છોડી દે છે, તેમ મિથ્યાષ્ટિરૂપ ભાજનઆધારમાં ગયેલ મતિ આદિ જ્ઞાનો પણ દૂષિત-દોષવાળા બને છે, કેમ કે-વિશિષ્ટ પારિણામિક (પરિણામની) શક્તિ છે.