________________
સૂત્ર - ૨૨, શમ: નિ:
७२७
સમાધાન - પરિસ્થૂલ-મહાન નિમિત્તના ભેદથી જ્ઞાનોનું પંચવિધપણું પ્રતિપાદન છે. તે આ પ્રમાણેકેવલજ્ઞાન પ્રત્યે પરિસ્થૂલ-મહાન નિમિત્ત સકળ ઘાતીકર્મનો ક્ષય છે. મન:પર્યવજ્ઞાન પ્રત્યે પરિસ્થૂલ નિમિત્ત આમર્ષ-ઔષધિ આદિ લબ્ધિસંપન્ન, પ્રમાદના લેશથી પણ અકલંકિત આત્માનો વિશિષ્ટ અધ્યવસાય અનુગત પ્રમાદનો અભાવ છે. અવધિજ્ઞાન પ્રત્યે પરિસ્થૂલ નિમિત્ત તથાવિધ અનિન્દ્રિય (મન) અને રૂપીદ્રવ્યના સાક્ષાત્ જ્ઞાનની પ્રાપ્તિમાં મૂળ કારણભૂત વિશિષ્ટ ક્ષયોપશમ છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં લક્ષણભેદ સ્થૂલ નિમિત્ત છે.
૦ માત્ર-કેવળ શેયભેદથી જ્ઞાનના ભેદનો અસ્વીકાર હોવાથી તેના પક્ષમાં કહેલ દોષ નથી, કેમ કે-એક એવા પણ અવગ્રહ આદિથી બહુવિધ વસ્તુના ગ્રહણની પ્રતીતિ છે.
૦ પ્રતિપત્તિ પ્રકારના ભેદથી કરેલ દોષ પણ સંભવતો નથી, કેમ કે-દેશ-કાળ-આદિની અપેક્ષાએ જ્ઞાનોનું અનંતપણું છતાં પરિસ્થૂલ નિમિત્તના ભેદથી વ્યવસ્થાપિત પાંચ જ્ઞાનોથી ભિન્ન નથી-અભિન્ન છે. જ્ઞાનત્વજાતિ અબાધિત છે.
૦ પરિસ્થૂલ નિમિત્તભેદના અધિકારે જ્ઞાનોની ભેદની વ્યવસ્થા થવાથી આવરણભેદજન્ય પૂર્વપક્ષોક્ત દોષનો અવકાશ નથી.
શંકા આ પ્રમાણે વ્યવસ્થાપિત જ્ઞાનભેદો જ્ઞાનના સ્વભાવરૂપ છે કે અસ્વભાવરૂપ છે ? જો સ્વભાવભૂત કહો, તો ક્ષીણ આવરણવાળામાં પણ જ્ઞાનભેદોના સંભવનો પ્રસંગ આવે ! જો અસ્વભાવભૂત કહો, તો તે જ્ઞાનભેદો પારમાર્થિક-વાસ્તવિક નથી. તેથી આવાર્યજ્ઞાનની અપેક્ષાવાળો આવા૨કનો ભેદ વાસ્તવિક કેવી રીતે ?
-
સમાધાન
તમારું આ કથન વસ્તુતત્ત્વના પરિજ્ઞાનના અભાવથી કહેલ છે. તથાહિ-ખરેખર, અહીં સમસ્ત મેઘસમુદાયથી સર્વથા રહિત શરદઋતુ સંબંધી સૂર્યના જેવો ચારેય બાજુથી સમસ્ત વસ્તુસમુદાયના પ્રકાશનના એકસ્વભાવવાળો જીવ છે અને તે જીવનો તથાભૂત સ્વભાવ તરીકે કેવલજ્ઞાન છે એમ કહેવાય છે.
-
૦ વળી તે કેવલજ્ઞાનરૂપ તથાભૂત સ્વભાવ, જો કે સર્વઘાતી એવા કેવલજ્ઞાનાવરણ વડે આવૃત્ત થાય છે, તો પણ તે કેવલજ્ઞાનનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો જ હોય છે. તેથી મેઘમાળાથી આચ્છાદિત સૂર્યનો જેમ મંદ પ્રકાશ, તેમ કેવલજ્ઞાનાવરણથી આવૃત્ત તે કેવલજ્ઞાનનો તે મંદ પ્રકાશ, અંતરાલમાં રહેલ મતિજ્ઞાન આદિના આવરણના ક્ષયોપશમના ભેદથી કરેલ અનેકપણાને પામે છે. મતિજ્ઞાનના આવરણના ક્ષયોપશમથી થયેલ મંદપ્રકાશ મતિજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાનના આવરણના ક્ષયોપશમથી થયેલ તે મંદ પ્રકાશ શ્રુતજ્ઞાન તરીકે કહેવાય છે. તે તે આવરણના ક્ષયોપશમથી મંદ પ્રકાશ વિશેષરૂપ અવધિજ્ઞાન આદિ કહેવાય છે, તેથી આત્માના સ્વભાવભૂત મતિ આદિરૂપ ભેદો છે અને તે ભેદો શ્રી જિનેન્દ્રપ્રવચનમાં ઉપદર્શિત પરિસ્થૂલ નિમિત્તના ભેદથી પાંચ સંખ્યાવાળા છે. તે પાંચ સંખ્યાવાળા જ્ઞાનભેદરૂપ આવાર્યની અપેક્ષાવાળું આવારક પણ પાંચ (૫) પ્રકારનું છે, એમાં કોઈ જાતનો વિરોધ નથી. વળી આ પ્રમાણે આત્માના સ્વભાવભૂત હોઈ ક્ષીણ આવરણવાળામાં પણ મતિ આદિના ભાવનો પ્રસંગ પણ નહીં આવે, કેમ કે-આ મતિ આદિ જ્ઞાનભેદો મતિજ્ઞાન આવરણ આદિ ક્ષયોપશમરૂપ ઉપાધિ(સંબંધ)થી કરેલ સત્તાવાળાઓ