________________
સૂત્ર - ૨૨, રામ: વિર:
७२९
શંકા - રૂપ આદિ વિષયોની ઉપલબ્ધિ, સાક્ષાત્કાર કે પ્રતીતિમાં વ્યભિચારનો અભાવ હોવાથી, તે રૂપ આદિ વિષયક મતિજ્ઞાન આદિમાં વિપર્યયનો અભાવ છે. જેવી રીતે સમ્યગ્દષ્ટિઓ મતિજ્ઞાનથી રૂપ આદિને જાણે છે (મેળવે છે), તેવી રીતે મિથ્યાષ્ટિઓ પણ મતિજ્ઞાનથી જાણે છે-મેળવે છે. જેવી રીતે સમ્યગ્દષ્ટિઓ શ્રુતજ્ઞાનથી ઘટાદિમાં રૂપ આદિનો નિશ્ચય કરે છે અને બીજાઓને ઉપદેશે છે, તેવી રીતે મિથ્યાષ્ટિઓ પણ શ્રુતજ્ઞાનથી નિશ્ચય કરે છે અને બીજાઓને ઉપદેશે છે. જેવી રીતે સમ્યગ્દષ્ટિઓ અવધિજ્ઞાનથી રૂપી પદાર્થોને જાણે છે, તેવી રીતે વિર્ભાગજ્ઞાનથી મિથ્યાષ્ટિઓ જાણે છે. તો એકને જ્ઞાન અને બીજાને અજ્ઞાન એમ કેમ કહેવાય છે?
સમાધાન - વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોમાં યથાર્થ જ્ઞાનના અભાવથી, સને અસત્ અને અસતને સત્, એવી પ્રતીતિ-ઉપલબ્ધિ-સાક્ષાત્કારરૂપ ઉપલબ્ધિ અજ્ઞાનરૂપ છે, કેમ કે-તે અર્થની ઉપલબ્ધિ યાદેચ્છિક છે-પર્યાલોચના વગરની છે. જેમ કે-ઉન્મત્તની ઉપલબ્ધિ.
જેમ વાયુ-પિશાચ આદિથી પકડાયેલો ઉન્મત્ત, પૂર્વકૃત કર્મોના ઉદયથી ઉપહત ઇન્દ્રિય-મનવાળો થયેલો, કદાચ ઢેફાને સોના તરીકે અને સોનાને ફારૂપે વિપરીત પણે જાણે છે, કદાચ ઢેફાને ઢેફા તરીકે અને સોનાને સોનારૂપે પણ જાણે છે, તેમ મિથ્યાદર્શન રૂપ કર્મના ઉદયથી હણાયેલ આત્મા, અનેકાન્ત આત્મક વસ્તુને એકાન્ત આત્મકરૂપે-કર્તા વગરના જગતને કર્તાવાળારૂપે જાણે છે. એ કારણથી યથાર્થ તત્ત્વ સંબંધી બોધના અભાવથી, કદાચ તે મિથ્યાદષ્ટિની ઉપલબ્ધિ-પ્રતીતિ યથાર્થ રૂપ-સ્પર્શ આદિ વિષયવાળી છતાં, મતિ આદિ જ્ઞાનો અજ્ઞાનરૂપ કહેવામાં કશો વાંધો નથી, કેમ કે-જ્ઞાનના હેય-હાન-ઉપાદેય-ઉપાદાનરૂપ ફળના અભાવથી અજ્ઞાન કહેવાય છે. (સર્વનયસંમત શ્રી જિનેન્દ્રપ્રવચનાનુસારી બોધ, એ યથાર્થ બોધ કહેવાય છે, કે જે સમ્યગ્દષ્ટિઓમાં પ્રાપ્ત થાય છે.)
શંકા - જો આમ છે, તો જ્ઞાનો આઠ (૮) પ્રકારના છે એમ કેમ કહ્યું છે?
સમાધાન - આના જવાબમાં કહે છે કે – “અત્ર' ઇતિ. આ માર્ગણાના પ્રકરણમાં અર્થાતુ જ્ઞાનોનું પંચવિધપણું હોવા છતાં માર્ગણાના પ્રકરણની અપેક્ષાએ આઠ પ્રકારના જ્ઞાનો ગણાવેલ છે.
શબ્દનયમતની અપેક્ષાએ સર્વ જીવોનો ચેતના સ્વભાવ હોઈ શ (જ્ઞાયક) સ્વભાવ હોઈ, કોઈ મિથ્યાદૃષ્ટિ કે અજ્ઞાની જીવ નથી, એથી જ મતિઅજ્ઞાન આદિરૂપ વિપર્યયો નથી. તેથી તે શબ્દનયમતની અપેક્ષાએ જ્ઞાનો પાંચ પ્રકારના છે, એવો ભાવ છે. નૈગમ આદિ નયની અપેક્ષાએ મતિઅજ્ઞાન આદિ અર્થગ્રાહકપણાએ જ્ઞાનરૂપ હોઈ, તે નૈગમ આદિ નયની અપેક્ષાએ અહીં જ્ઞાનો આઠ પ્રકારના છે, એમ કહેલ છે. એવા આશયથી કહે છે કે-માર્ગણા-અન્વેષણના પ્રસ્તાવમાં “અન્વેષણા પ્રસ્તાવે' ઇતિ. “આઘત્રય ઇતિ. મતિ-શ્રુત-અવધિરૂપ ત્રણ જ્ઞાનોથી વિપરીત પણ મતિઅજ્ઞાન આદિનું જ્ઞાનપણે અર્થગ્રાહકની અપેક્ષાએ ગ્રહણ કરવાથી જ્ઞાનમાર્ગણા આઠ પ્રકારની છે, એમ જાણવું.
શંકા - જ્ઞાન આદિમાં વિપરીત અજ્ઞાન આદિનું કેમ ગ્રહણ કર્યું છે?
સમાધાન - ચૌદ પણ માર્ગણાસ્થાનોમાં દરેક સર્વ સંસારી જીવના સંગ્રહ માટે વિપરીત જ્ઞાન આદિનું ગ્રહણ કરેલ છે, એવા આશયથી “બોધ્યમ્'-એમ કહેલું છે.