________________
સૂત્ર -૧, રામ: શિર :
૭૦૫
સમાધાન - પદલક્ષણમાં સુપુતિન્ત વિભક્તિરૂપ પદનો અંતર્ભાવ હોઈ આત્માશ્રય નામક દોષ નથી. લક્ષણસ્થ પદનો અર્થ જુદો છે અને વિવક્ષિત પદનો અર્થ જુદો છે. ખરેખર, એથી જ ઘટ આદિ શબ્દોનું પદપણું છે. અન્યથા, ઘટ ધાતુથી પછી આવેલ પ્રત્યય કર્તારૂપ અર્થવાળો હોઈ-શક્તિમત્વ હોઈ, પદત્વની પ્રાપ્તિ થતાં, પદાન્તરમાં રહેલ વર્માન્તરની અપેક્ષા હોઈ પદવ ન થાય !
તથાચ આવું પદત્વ, શશશૃંગ આદિ શબ્દોમાં વર્તતું નથી, કેમ કે-પદાર0 વર્ણાન્તરની અપેક્ષા છે. વળી અર્થવત્તા તો છે જ. અન્યથા નામની સંજ્ઞાની આપત્તિ થવાથી વિભક્તિની અનુત્પત્તિનો પ્રસંગ થઈ જાય ! વળી આ પ્રમાણે મોક્ષ શબ્દનો જે આ વિદ્યમાન અર્થ છે, તે જ સકલ કર્મના ક્ષયરૂપ મોક્ષ, એ પ્રમાણે નિશ્ચિત થાય છે. જો કે વિભક્તિરૂપ મોક્ષ શબ્દની “જેલમાંથી છૂટો થયો' ઇત્યાદિ પ્રતીતિથી પ્રસિદ્ધ છે, તો પણ તે મોક્ષપદનો સર્વ બંધ-ક્ષય જ મુખ્ય અર્થ હોઈ તેની સિદ્ધિ વિવક્ષિત છે. ઉપરોક્ત પ્રતીતિમાં તો યત્કિંચિત્ વિમુક્તિ વાચકત્વ મોક્ષપદનું લાક્ષણિક-લક્ષણાવાચક ગૌણ છે, કેમ કે-પ્રતિબંધક ન હોય છતે શબ્દ-અર્થનો સંકોચ યુક્તિયુક્ત નથી. એથી સિદ્ધસાધનતાની આપત્તિ નથી.
તથાચ તેવા મોક્ષપર્યાયવાળા સિદ્ધોનું પણ વિદ્યમાનપણું સિદ્ધ જ છે-પર્યાય માત્ર આધારવાળા છે. આવી માન્યતાવાળા, ગતિ આદિ ચૌદ (૧૪) માર્ગણાઓમાં તે સિદ્ધો ક્યાં છે? આવી આશંકામાં “મનુષ્ય આદિ ગતિ આદિમાં જ તે સિદ્ધોની સિદ્ધિ છે.” આવું શાસ્ત્રથી જે નિરૂપણ, તે જ “સત્પદપ્રરૂપણા.” આ પ્રમાણે “ગતિ આદિ એવા વાક્યથી દર્શાવે છે. તથાચ “સિદ્ધસત્તાનું અનુમાનથી કે આગમથી'-આવું વાક્ય હોઈ, ગતિ આદિ માર્ગખાદ્વારોમાં સિદ્ધસત્તાનું આગમથી નિરૂપણરૂપ સત્પદપ્રરૂપણા રૂપી દ્વિતીય યોજના કરવી જોઈએ. અનુમાનથી સિદ્ધસત્તાના નિરૂપણરૂપ સત્પદપ્રરૂપણારૂપી પ્રથમ યોજનાનો ભાવ તો પ્રદર્શિત કરી દીધો છે. હવે બીજી યોજનાનો ભાવ કહેવા માટે ગતિ આદિ માર્ગણાઓને વિભાગ અને સ્વરૂપપૂર્વક દર્શાવે છે.
तत्र गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभव्यसम्यक्त्वसंज्ञाहारकरूपाश्चतुर्दश मूलभूता मार्गणाः ।५।
तत्रेति । गतीति, गम्यते प्राप्यते स्वकर्मरजसा समाकृष्टैर्जन्तुभिरिति गतिः, तत्तन्नामकर्मोदयान्नारकत्वादिपर्यायपरिणतिस्तद्विपाकवेद्यकर्मप्रकृतिरपि, कारणे कार्योपचारात् । ननु सर्वेऽपि पर्याया जीवेन प्राप्यन्त इति सर्वेषामपि गतित्वप्रसङ्गो नैवं, यतो विशेषेण व्युत्पादिता अपि शब्दा रूढितो गोशब्दवत्प्रतिनियतमेवार्थं विषयीकुर्वन्तीत्यदोषः । तथा च नारकत्वादिरेवात्र शास्त्रीयरूढ्या गतिशब्दवाच्यो न ग्रामादिगमनक्रिया, नापि यानादिक्रियेतिभावः । इन्द्रियेति । इदि परमैश्वर्य इति धातोरिन्दनादिन्द्रो जीवः, आवरणाभावे सर्वविषयोपलब्धिभोगलक्षणपरमैश्वर्ययोगात्, तस्य लिङ्ग-चिह्नमविनाभाविलिङ्गसत्तासूचनात्, इन्द्रियविषयोपलम्भाद्धि ज्ञापकत्वसिद्धिस्तत्सिद्धावुपयोगलक्षणो जीव इति जीवत्वसिद्धिरिति । विषयोपलम्भाद्धि इन्द्रेण दृष्टं सृष्टं जुष्टं दत्तमिति वेन्द्रियम् । आत्मना दृष्ट्वा स्वविषये नियोजनात्,