________________
तत्त्वन्यायविभाकरे
વિવેચન – સત્પદ એ સત્તાવાચક પદ છે. તેની પ્રરૂપણા સત્પદપ્રરૂપણા, વિદ્યમાન પદાર્થવાચક પદનું તત્ત્વ-કથન એવો ભાવ છે.
७०४
અવિદ્યમાન અર્થવાળા પણ બાહ્યમાં શશશૃંગ (શશલાનું શિંગડું)નો પ્રયોગ હોવાથી અને વિદ્યમાન અર્થવાળા પણ બાહ્ય અર્થમાં ઘટપદનો પ્રયોગ દેખવાથી, શું મોક્ષશબ્દ કે સિદ્ધશબ્દ ઘટપદની માફક વિદ્યમાન અર્થનો વાચક છે ? આવી શંકાના સમાધાનમાં કહે છે કે – ‘સિદ્ધસત્તાયો’ ઇત્યાદિ.
મોક્ષશબ્દ કે સિદ્ધશબ્દ વિદ્યમાન અર્થનો વાચક છે, કેમ કે-આપ્તના ઉપદેશરૂપ આગમપ્રમાણ છે અથવા અસમસ્ત-સમાસ વગરના શુદ્ધ પદત્વરૂપ હેતુવાળું અનુમાનપ્રમાણ છે, એવું નિરૂપણ છે.
અનુમાનનો પ્રયોગ-મોક્ષશબ્દ કે સિદ્ધશબ્દ વિદ્યમાન અર્થનો વાચક છે, કેમ કે-અસમસ્તપણું હોયે છતે પદપણું છે. જેમ કે-ઘટ આદિ પદ.
અસમસ્ત એ વિશેષણ છે અને પદ એ વિશેષ્ય છે. જો અસમસ્ત, એવું પદનું વિશેષણ ન મૂકવામાં આવે, તો સાધ્યના અભાવવાળા શશશૃંગ આદિમાં વ્યભિચારદોષ આવે છે. તેના વારણ માટે અસમસ્ત, એવું પદનું વિશેષણ કહેલ છે. એવી રીતે નિરર્થક વર્ણસમુદાયમાં વ્યભિચારના વારણ માટે પદ, એવું વિશેષ્ય કહેલ છે. અસમસ્તત્વ વિશિષ્ટપદત્વ હેતુ છે. અહીં પદત્વ એટલે વિભક્તિ અંતપણું નથી, કેમ કે(‘ચ’ આદિ અવ્યવો બીજા પદોની સાથે જ પ્રયોગવાળા બને છે, કેવળ પ્રયોગવાળા બનતા નથી. બીજા પદમાં સ્વીકારેલ અર્થ ઘોતક હોઈ. જેમ કે-વૃક્ષ અને પ્લક્ષ ‘ચ' આદિ અવ્યવો ઘોતક કહેવાય છે, વાચક નહિ.) દ્યોતક નિપાતોમાં (ચ આદિ અવ્યય આદિ નિપાતોમાં) તેવું વિભક્તિ અંતપણારૂપ પદત્વ હોઈ, વિદ્યમાન અર્થવાચકત્વરૂપ સાધ્યના અભાવવાળા નિપાતોમાં વ્યભિચાર આવે છે, માટે વિભક્તિ અંતપણારૂપ પદત્વ અહીં વિવક્ષિત નથી.
અસમસ્તપદની વ્યાખ્યા-સ્વાર્થ (શબ્દના-અર્થના) પ્રત્યાયનમાં (પ્રતિપાદનમાં) યોગ્યતા નામક સહજ શક્તિવાળું જે પદાન્ત૨માં ૨હેલ બીજા વર્ણોની અપેક્ષા વગરનું, પરસ્પર સ્વપદમાં રહેલ વર્ણોના, સહકારી૫૨સ્પ૨ સાપેક્ષ વર્ણોના સમુદાયરૂપ પદ, તે જ ‘અસમસ્તપદ’ તરીકે જાણવું.
‘રાજપુરુષ' ઇતિ આદિ સમાસવાળા પદમાં પદત્વનો વ્યવહાર તો સુપ્-તિઙન્ત વિભક્તિ અન્નપણારૂપ પદત્વની અપેક્ષાએ સમજવાનો છે, પરંતુ પૂર્વોક્ત લક્ષણની અપેક્ષાએ નહીં; કેમ કે-શબ્દાર્થ પ્રતિપાદનની સમાસવાળા પદના સમુદાયમાં શક્તિ (યોગ્યતા નામક શક્તિ)નો અભાવ છે.
વળી જો એક દેશ (અવયવ) અને સમુદાય (અવયવી)નો કથંચિત્ તાદાત્મ્ય હોઈ, ત્યાં પણ સમસ્તપદ સમુદાયમાં સ્વાર્થ પ્રત્યાયન શક્તિ વર્તે છે. અન્યથા, અર્થવત્તાના અભાવમાં (અર્થશૂન્ય સમસ્તપદ સમુદાયમાં) નામની (અર્થવન્નામ-અર્થવાળું શબ્દરૂપ નામસંજ્ઞા કહેવાય છે.) સંજ્ઞાની અપ્રવૃત્તિ હોઈ વિભક્તિ ઘટી શકે નહિ. આવો વિચાર જ્યારે કરાય, ત્યારે પણ તે સમસ્તપદનું (પદસમુદાયનું) વિવક્ષિત પદપણું નથી ઘટતું, કેમ કે- ત્યાં બીજા પદમાં રહેલ બીજા વર્ણોની અપેક્ષા છે.
શંકા – - પદના લક્ષણમાં પદ શબ્દ ઘટિત હોઈ આત્માશ્રય (સ્વસ્ય સ્વાપેક્ષિતત્વ અનિષ્ટપ્રસંગઃ તોષઃ) નામક દોષની આપત્તિ કેમ નહિ ? અહીં પદ પોતે પોતાના પદની અપેક્ષા રાખે છે માટે અનિષ્ટ પ્રસંગ આવે છે ને ?