________________
६८२
तत्त्वन्यायविभाकरे धर्मदेशनाकूटकर्मनील-कापोतलेश्यापरिणामार्त्तध्यानादयस्तिर्यगायुषो हेतवः । अल्पारम्भपरिग्रहस्वभावमार्दवार्जवमिथ्यादर्शनालिङ्गितातिविनीतता वालुकाराजिसदृशरोषस्वागताधभिलाषलोकयात्राऽनुग्रहौदासीन्यगुरुदेवतातिथिपूजासंविभागशीलताकापोतलेश्यापरिणामधर्मध्यानादयो मनुष्यायुषो हेतवः । सरागसंयमो देशविरतिरकामनिर्जसबालतपःकल्याणमित्रसम्पर्कधर्मश्रवणतपोभावनापात्रदानतपनलेश्यापरिणामाव्यक्तसामायिकाविराधितसम्यग्दर्शनादयो दैवायुषो हेतव इति ॥
આયુષ્યકર્મના સ્વરૂપનું વર્ણન ભાવાર્થ - ચાર ગતિઓમાં સ્થિતિનું પ્રયોજક કર્મ, એ આયુ. વિવેચન - ગતિચતુષ્ટયેતિ. દેવ-તિર્યંચ-મનુષ્ય-નરકરૂપ ચાર ગતિઓ, એવો અર્થ છે.
૦ પોતપોતાના કરેલા કર્મોથી પ્રાપ્ત નારક આદિ ગતિઓમાંથી નીકળવાને ઇચ્છનાર જંતુ માટે પ્રતિબંધકપણાને જે પામે છે, પરંતુ નીકળવા માટે અવકાશ આપતું નથી અને સ્થિતિ સુધી ત્યાં જ તેને સ્થાપે છે, તે “આયુકર્મ કહેવાય છે.
લક્ષણ - ચાર ગતિઓમાં સ્થિતિ પ્રયોજકપણું હોય છતે કર્મપણું, એ આયુકર્મનું લક્ષણ છે.
નારક આયુષ્યના હેતુઓ- (૧) બહુ આરંભ=ઘણા-વિપુલ આરંભ, પ્રાણીના પ્રાણનો નાશ નિરંતર મુશલ-ઘંટી-ચૂલા-પાણીના ઘડા અને સાવરણીનો વ્યાપાર. (૨) બહુપરિગ્રહતા=શરીર આદિ અત્યંતર અને સુવર્ણ આદિ બાહ્ય વસ્તુઓમાં મૂચ્છ-મમત્વ, માંસાહારની ક્રિયા, કષાયના ઉદયથી તીવ્ર પરિણામ, મિથ્યાત્વ સંબંધી આચાર, ઉત્કૃષ્ટઅનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, પંચેન્દ્રિયવધ, બીજાને પરિતાપ કરનાર આશય, વધ-બંધન, કદાગ્રહ, જુઠું વચન, ઉત્કૃષ્ટ-ઘણો સ્વાદ, સતત-વારંવાર મૈથુનસેવન, સ્થિર વૈરભાવ, અવશેન્દ્રિય, નિર્દય સ્વભાવ, કૃષ્ણલેશ્યાપરિણામ, રૌદ્રધ્યાન આદિ નારક આયુષ્યના હેતુઓ છે.
તિર્યંચ આયુષ્યના હેતુઓ - મન-વચન-કાયાની શઠતા, મિથ્યાત્વ, સ્તબ્ધતા, ઉન્માર્ગ-અધર્મ દેશના, કુટકર્મ, નીલ-કાપોત લેશ્યાપરિણામ, સશલ્યતા ગૂઢચિત્તતા, માર્ગધ્વંશ, માયા-શીલવ્રતમાં અતિચાર, અપ્રત્યાખ્યાન કષાયો, આર્તધ્યાન આદિ તિર્યંચ આયુષ્યના કારણો છે.
મનુષ્ય આયુષ્યના હેતુઓ - અલ્પ પરિગ્રહ-આરંભ, સ્વાભાવિક મૂદુતા-સરળતા, કાપોતલેશ્યાપરિણામ, ધર્મધ્યાનનો અનુરાગ, મિથ્યાદર્શનયુત અતિ વિનય, પ્રત્યાખ્યાન કષાય, મધ્યમ પરિણામ, સંવિભાગ (સુપાત્રાદિ દાન)નું કરવું, દેવ-ગુરુપૂજા, અતિથિસત્કાર, પહેલાં બોલવું, પ્રિય બોલવું, લોયાત્રામાં માધ્યય્ય, જ્ઞાનપાત્રતા, ધર્મધ્યાન આદિ મનુષ્ય આયુષ્યના હેતુઓ છે.
દેવ આયુષ્યના હેતુઓ - પાત્રમાં દાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયીની અવિરાધના, મૃત્યકાળમાં પધ-પીત લેશ્યા પરિણામ, સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, બાલતપ, કલ્યાણમિત્ર સંબંધ, ધર્મશ્રવણ, ભાવના, અવ્યક્ત સામાયિક, એ દેવ સંબંધી આયુષ્યના હેતુઓ છે.